Auto sector in top gear, 4.5 lakh cars sold in April

Last Updated: May 2, 2026By

અમદાવાદ3 કલાક પેહલા

  • કૉપી લિંક

ભારતીય ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ માટે નવા નાણાવર્ષ 26-27ની શરૂઆત ઉત્સાહજનક રહી છે. એપ્રિલ મહિનામાં પેસેન્જર વાહનોનું (PV) અંદાજિત વેચાણ 4.5 લાખ યુનિટ્સ નોંધાયું છે, જે ગત વર્ષના 3.54 લાખ યુનિટ્સની સરખામણીમાં 27 ટકાનો જંગી વધારો દર્શાવે છે. મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, ટાટા અને મહિન્દ્રા જેવી અગ્રણી કંપનીઓએ વેચાણમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. મારુતિ સુઝુકી ઇન્ડિયાએ એપ્રિલમાં 1,91,122 યુનિટ્સનું વિક્રમી વેચાણ નોંધાવ્યું છે, જે ગતવર્ષે એપ્રિલમાં 1,42,053 યુનિટ્સ હતું. આ પહેલાં કંપનીનો ડિસેમ્બર 2025માં 1,82,165 યુનિટ્સનો સૌથી વધુ વેચાણનો રેકોર્ડ હતો. ટાટા મોટર્સે પણ સ્થાનિક બજારમાં 30.5 ટકાના ધરખમ વધારા સાથે 59,000 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ 8 ટકાના ગ્રોથ સાથે 56,331 વાહનો વેચીને નવા નાણાકીય વર્ષની સકારાત્મક શરૂઆત કરી છે.

ટોયોટા કિર્લોસ્કર મોટરે એપ્રિલ 2026માં 32,086 યુનિટ સાથે તેના વેચાણ નોંધાવ્યું છે જે એપ્રિલ 25માં વેચાયેલા 27,329 યુનિટની તુલનામાં 17%ની વૃદ્ધિ દર્શાવે છે. આમાં સ્થાનિક બજારમાં વેચાયેલા 30,159 યુનિટ અને નિકાસ કરાયેલા 1,927 યુનિટનો સમાવેશ થાય છે.

કિયા ઇન્ડિયાએ વાર્ષિક ધોરણે 16% વૃદ્ધિ નોંધાવી

કિયા ઇન્ડિયાએ એપ્રિલ મહિના માટે તેના અત્યાર સુધીના સૌથી વધુ 27,286 યુનિટનું હોલસેલ વેચાણ વોલ્યુમ નોંધાવ્યું છે, જે એપ્રિલ 25માં 23,623 યુનિટ કરતાં 16% વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે.

ટાટા મોટર્સ પેસેન્જર વ્હિકલ્સે 59,701 યુનિટનું વેચાણ નોંધાવ્યું

ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડનું એપ્રિલ 2026માં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાણ 59,701 યુનિટ રહ્યું, જે એપ્રિલ 2025માં 45,532 યુનિટ હતું. ઇવી આઇબી તથા ડોમેસ્ટિકમાં 9150 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું છે જે અગાઉના વર્ષ કરતા 72.1 ટકા વૃદ્ધિ નોંધાવે છે.

ફોર્સ મોટર્સ સર્વોચ્ચ અભૂતપૂર્વ મહેસૂલ અને નફાશક્તિ હાંસલ કરી

ફોર્સ મોટર્સ લિમિટેડે ગત વર્ષની તુલનામાં એકંદર હોલસેલમાં 20 ટકાની વૃદ્ધિ સાથે મજબૂત ઘરઆંગણાની કામગીરી, વર્ષ દરમિયાન અર્બેનિયા દ્વારા 100 ટકાની વૃદ્ધિ નોંધાવવા સાથે પ્રીમિયમ મોબિલિટીમાં એક્સિલરેશન. ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોમાં વિસ્તારિત પહોંચ.

બીએમડબ્લ્યુ એફ 450 જીએસની રજૂઆત

બીએમડબ્લ્યુ મોટરરેડ ઈન્ડિયાએ ભારતમાં બીએમડબ્લ્યુ એફ 450 જીએસની રજૂઆત કરી હતી. જર્મનીમાં બીએમડબ્લ્યુ મોટરરેડ દ્વારા વિકસાવવામાં આવી છે અને ભારતમાં સ્થાનિક સ્તરે ઉત્પાદિત થશે.

નિસાન મોટર ઇન્ડિયાએ 75 ટકા વૃદ્ધિ નોંધાવી

નિસાન મોટર ઇન્ડિયાએ સ્થાનિક વેચાણમાં 75 ટકા મજબૂત વૃદ્ધિ સાથે કુલ 5,388 યુનિટનું વેચાણ નોંધાવ્યું છે, જેમાં સ્થાનિક બજારમાં 3,203 યુનિટ અને નિકાસ દ્વારા 2,185 યુનિટનો સમાવેશ થાય છે.

કારનું વેચાણ એપ્રિલમાં રેકોર્ડ સ્તરે

કંપની એપ્રિલ-26 એપ્રિલ-25 વૃદ્ધિ

મારૂતિ સુઝુકિ 2,39,646 1,79,791 33.3%

તાતા મોટર્સ 59,000 45,199 30.5%

મહિન્દ્રા મહિન્દ્રા 56,331 52,330 7.65%

હ્યુંડાઇ મોટર 51,902 44,374 17.0%

ટોયોટા કિર્લોસ્કર 32,086 27,329 17.0%

(સ્ત્રોત- કંપનીઓ)

Leave A Comment