Avinash Agrawals Trump Mimicry Stuns Indias Got Talent

Last Updated: June 28, 2026By

6 કલાક પેહલા

  • કૉપી લિંક

સમય રૈનાના શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના સિઝન 2ના પહેલા જ એપિસોડે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. આ એપિસોડને 45 મિલિયનથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. શોમાં આલિયા ભટ્ટ અને શર્વરી જેવા મોટા બોલિવૂડ સ્ટાર્સ મહેમાન બન્યા હતા, પરંતુ અત્યારે સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચા કોઈ સ્ટારની નહીં, પણ અવિનાશ અગ્રવાલ નામના કન્ટેસ્ટન્ટની થઈ રહી છે! અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અદભુત મિમિક્રી કરીને અવિનાશે લોકોના દિલ જીતી લીધા અને ફેન્સ હવે તેને ‘ઈન્ડિયન ડોનાલ્ડ ટ્રમ્પ’ કહી રહ્યા છે.

પરંતુ રાતોરાત સ્ટાર બનેલા અવિનાશ પાછળ 14 વર્ષની આકરી મહેનત છુપાયેલી છે? ચાલો જાણીએ આ ‘લેટેન્ટ ટેલેન્ટ’ની દિલચસ્પ સક્સેસ સ્ટોરી.

‘ઈન્ડિયન ડોનાલ્ડ ટ્રમ્પ’ અવિનાશ

‘ઈન્ડિયન ડોનાલ્ડ ટ્રમ્પ’ અવિનાશ

કોપીરાઈટરથી કોમેડિયન સુધીની સફર

અવિનાશ અગ્રવાલ પાસે સ્ટેજ પર પર્ફોર્મ કરવાનો 15 વર્ષથી વધુનો અનુભવ છે અને તે અત્યાર સુધીમાં આખા ભારતમાં 800થી વધુ લાઈવ શો કરી ચૂક્યો છે. અવિનાશે વર્ષ 2013માં પોતાની કોપીરાઈટિંગની નોકરી છોડીને સ્ટેન્ડ-અપ કોમેડીમાં નસીબ અજમાવવાનું નક્કી કર્યું હતું. જોકે, પાછળથી તેણે ઈન્સ્ટાગ્રામ પર સ્વીકાર્યું હતું કે એ સમયે નોકરી છોડવાનો નિર્ણય કદાચ થોડો ઉતાવળિયો હતો.

આજે ભલે અવિનાશ લાખો લોકોના દિલ પર રાજ કરી રહ્યો હોય, પણ સફરની શરૂઆત એટલી આસાન નહોતી. કરિયરના શરૂઆતના દિવસોમાં એવો પણ સમય હતો જ્યારે તેમને પર્ફોર્મ કરવા માટે શો નહોતા મળતા. ઘણીવાર ઓપન માઈક્સ અને લાઈવ શોમાં ઓડિયન્સના નામે માંડ બે-ચાર લોકો હોય અથવા તો સામે માત્ર ખાલી ખુરશીઓ પડી હોય! કોઈપણ કલાકાર માટે ખાલી હોલ સામે પર્ફોર્મ કરવું એ હિંમત તોડી નાખનારું હોય છે, પણ અવિનાશે હાર ન માની. તેણે એ ખાલી ખુરશીઓને જ પોતાની ઓડિયન્સ માની લીધી અને પોતાની કોમેડી તેમજ મીમીક્રીની સ્કીલને ધારદાર બનાવતો રહ્યો. આ જ સાધનાનું પરિણામ છે કે આજે આખો દેશ તેની કળાનો દીવાનો બન્યો છે.

શરૂઆતના દિવસોમાં માત્ર થોડા લોકો વચ્ચે પરફોર્મ કરતો હતો અવિનાશ

શરૂઆતના દિવસોમાં માત્ર થોડા લોકો વચ્ચે પરફોર્મ કરતો હતો અવિનાશ

વર્લ્ડ સ્ટેજ પર ભારતનું પ્રતિનિધિત્વ

અવિનાશ માત્ર કોમેડિયન જ નથી, પણ એક શાનદાર સ્પીકર પણ છે. તે અમેરિકામાં યોજાયેલી ‘ટોસ્ટમાસ્ટર્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ પબ્લિક સ્પીકિંગ’માં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે અને ગ્લોબલી ટોપ-30 સ્પીકર્સમાં સ્થાન મેળવ્યું હતું. આ સિવાય તે મનીષા કોઈરાલા, અભય દેઓલ, જોની લીવર અને અનુરાગ કશ્યપ જેવા દિગ્ગજોના ઈવેન્ટ્સ હોસ્ટ કરી ચૂક્યો છે. એટલું જ નહીં, શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપરા સાથે જોડાયેલા સ્ક્રિપ્ટ-રાઈટિંગ પ્રોજેક્ટ્સમાં પણ તેનું યોગદાન રહ્યું છે.

અભય દેઓલ સાથે અવિનાશ

અભય દેઓલ સાથે અવિનાશ

જોની લીવરની એ રમુજી સલાહ

પોતાના જૂના દિવસોને યાદ કરતા અવિનાશે એક કિસ્સો શેર કર્યો હતો. જ્યારે તેણે કોમેડી કિંગ જોની લીવરને પૂછ્યું કે, “હું તમારા જેવો ફની કેવી રીતે બની શકું?” ત્યારે જોની લીવરે હસીને કહ્યું હતું: “એક ટેબ્લેટ આવે છે, એ દર બુધવારે લઈ લેવાની…” અવિનાશે જણાવ્યું કે, ઘણા સમય પછી સમજાયું કે જોની ભાઈ કોઈ દવાની નહીં, પણ દર બુધવારે થતા ‘ઓપન માઈક્સ’માં જવાની સલાહ આપી રહ્યા હતા!

જોની લીવર સાથે.

જોની લીવર સાથે.

આલિયા-સમયની બોલતી બંધ કરાવી દીધી

14 વર્ષ સુધી ઓપન માઈક્સમાં પરસેવો પાડ્યા પછી, અવિનાશને તેનો અસલી હક ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં મળ્યો. શો દરમિયાન જ્યારે આલિયા ભટ્ટ એક સેગમેન્ટમાં જવાબ આપવામાં મૂંઝાઈ રહી હતી, ત્યારે અવિનાશે વન-લાઈનર મારતા કહ્યું: “કોઈ આને સ્ક્રિપ્ટ અને ડિરેક્ટર આપો!” આ પંચ સાંભળીને આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો હતો. આ સાંભળીને આલિયા ભટ્ટ પણ દંગ રહી ગઈ અને તેની બોલતી બંધ થઈ ગઈ હતી. સામાન્ય રીત સમય રૈના હાજર જવાબી અને તેના હ્યુમર માટે ખૂબ જ ફેમસ છે, પરંતુ અવિનાશે તેને પણ ચૂપ કરવી દીધો. કોમેડિયન જ્યારે સવાલ પૂછાવા સમયે થોડીવાર પોઝ લે છે અને પછી અંગ્રેજીમાં પૂછે ત્યારે ‘ઈન્ડિયન ડોનાલ્ડ ટ્રમ્પ’ કહે છે કોઈ વાંધો અંગ્રેજી નથી બોલતા આવડતું તો.

આગળ તેણે કહ્યું કે- ‘હું ખુશ છું કે એક્ટ્રેસ રણબીર બર્બાદિયા સાથે નથી, કારણ કે તે મને ખૂબ ડરાવે છે.’ આ સાંભળીને આલિયા થોડી વાર માટે સ્તબ્ધ થઈ ગઈ. જોકે, ટ્રમ્પ બનેલા શખ્સે સ્પષ્ટતા કરી કે તે આલિયાના પતિ રણબીર કપૂરની નહીં પરંતુ ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શો જેના કારણે બંધ થયો હતો, તે રણબીર અલ્લહાબાદિયાની વાત કરી રહ્યો છે. અવિનાશ આ એપિસોડના વિનર બન્યો એટલું જ નહીં, પણ શો સ્ટ્રીમ થયાના માત્ર 48 કલાકની અંદર તેમના ઈન્સ્ટાગ્રામ પર 2,50,000 નવા ફોલોવર્સ થઈ ગયા.

,

‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ સંબંધિત આ સમાચાર પણ વાંચો..

‘અહીં કેમેરા તમારી ઉપર છે’- સમય રૈનાએ આલિયાને રોસ્ટ કરી: શોમાં પહોંચેલા ટ્રમ્પે રણબીરની મજાક ઉડાવી

ગયા વર્ષે ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોનો વિવાદ થયા બાદ તેને તાત્કાલીક બંધ કરવામાં આવ્યો હતો. જોકે, હવે સમય રૈના ફરી ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ 2’ સાથે પાછો ફર્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો….

Leave A Comment