Ayesha Khan Detained by Mumbai Police; Actress Questions Arrest
8 કલાક પેહલા
- કૉપી લિંક
‘ધુરંધર’ ફેમ એક્ટ્રેસ આયેશા ખાનને મુંબઈ પોલીસે કસ્ટડીમાં લઈ લીધી છે. આયેશાનો દાવો છે કે, તે રસ્તા પર શાંતિથી ઊભી હતી અને તેણે કોઈ પ્રદર્શન કર્યું ન હતું. ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઘણા વીડિયો શેર કરીને આયેશાએ જણાવ્યું કે, તે પોલીસ વાનમાં છે અને તેના હાથ ધ્રૂજી રહ્યા છે.
આયેશાના મતે, પોલીસે પહેલા તેના ભાઈ અને મિત્રોને કસ્ટડીમાં લીધા હતા, જેના પછી તેઓ રસ્તા પર ઊભા હતા. મુંબઈ પોલીસ તરફથી આ સમગ્ર મામલે હાલમાં કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

‘ધુરંધર’ના ‘શરારત’ ગીતમાં આયેશા ખાનનો ડાન્સ ખૂબ વખાણવામાં આવ્યો હતો.

પોલીસે આયેશાને ડિટેન કરી.
વીડિયો શેર કરીને ગુસ્સો ઠાલવ્યો આયેશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણા વીડિયો શેર કરીને આખી ઘટનાની જાણકારી આપી. એક વિડિયોમાં તેણે કહ્યું, ‘આ સમયે મારા હાથ ધ્રૂજી રહ્યા છે. મને ફક્ત રસ્તા પર શાંતિથી ઊભા રહેવાના કારણે પોલીસ વાનમાં બેસાડી દેવામાં આવી.’
‘મેં તો કોઈ વિરોધ શરૂ પણ નહોતો કર્યો. મારા ભાઈ અને મિત્રોને પોલીસે અટકાયતમાં લીધા હતા, તેથી હું ફક્ત રસ્તા પર ઊભી હતી.’ આયેશાએ પ્રશ્ન ઉઠાવ્યો કે, જ્યારે તેણે કોઈ હંગામો કે વાતચીત પણ નહોતી કરી, તો તેને કયા આધારે પકડવામાં આવી.

અટકાયત દરમિયાન આયેશા પોલીસ સાથે બોલાચાલી કરતી જોવા મળી.
4 મહિલા પોલીસકર્મીઓએ ખેંચીને વાનમાં બેસાડી આયેશાએ પોલીસની કાર્યવાહી પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, તેના પર ટ્રાફિક અવરોધિત કરવાનો આરોપ પણ લાગી શકે નહીં, કારણ કે તે પાંચ લોકોના ગ્રુપનો ભાગ પણ નહોતી. તેણે એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં ચાર મહિલા પોલીસકર્મીઓ તેને ખેંચીને વાનની અંદર લઈ જતા દેખાઈ રહ્યાં છે.
આ વીડિયોના કેપ્શનમાં આયેશાએ લખ્યું, ‘ચાર મહિલા પોલીસકર્મીઓએ મને અંદર ખેંચી. પરંતુ મારો પ્રશ્ન એ જ છે કે આખરે શા માટે?’ આયેશાએ જણાવ્યું કે, જ્યારે તેણે પોલીસ અધિકારીઓને પૂછ્યું કે, તેને ક્યાં લઈ જવામાં આવી રહી છે? ત્યારે કોઈ જવાબ મળ્યો નહીં.

આયેશાએ પોલીસ વાનમાંથી વીડિયો શેર કર્યો.
વાનમાં હાજર વિદ્યાર્થીઓ બોલ્યા- ‘પ્રેક્ટિકલ પરીક્ષા છૂટી જશે’ આયેશા દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં પોલીસ વાનમાં બેઠેલા કેટલાક અન્ય વિદ્યાર્થીઓ પણ જોવા મળી રહ્યા છે. વાનમાં હાજર એક વિદ્યાર્થીએ કહ્યું કે, તેને કોઈ કારણ વગર પકડવામાં આવ્યો છે. વિદ્યાર્થીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, તેની ગણિતની પ્રેક્ટિકલ પરીક્ષા છે અને જો તે છૂટી જશે, તો તેના માટે મોટી સમસ્યા ઊભી થઈ જશે. આયેશાએ આ વીડિયો દ્વારા વિદ્યાર્થીઓ સાથે થયેલી આ કાર્યવાહી પર પણ પ્રશ્નો ઉઠાવ્યા.

‘ધુરંધર’ ફિલ્મથી મળી ઓળખ આયેશા ખાન તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધુરંધર’માં જોવા મળી હતી. આ પહેલા તે ટીવી રિયાલિટી શો અને કેટલાક મ્યુઝિક વીડિયોમાં પણ કામ કરી ચૂકી છે. આ સમગ્ર ઘટના બાદ સોશિયલ મીડિયા પર તેના ચાહકો અને યુઝર્સ સતત મુંબઈ પોલીસ પાસેથી જવાબ માંગી રહ્યા છે. જોકે, આયેશા ખાનના આરોપો અને તેને કસ્ટડીમાં લેવાના કારણ અંગે મુંબઈ પોલીસે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


