Bangladeshમાં તારિક રહેમાને સત્તા સંભાળતા તુર્કીએ પગલાં લેવાનું કર્યુ શરુ, ભારત થયુ એલર્ટ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં સુધારની સાથે આ મુલાકાતને વ્યૂહાત્મક રીતે જોવામાં આવી રહી છે.
બિલાલ એર્દોગન પહોંચ્યા ઢાકા
બાંગ્લાદેશમાં નવી સરકારે દક્ષિણ એશિયાઈ રાજકારણને વધુ તીવ્ર બનાવ્યું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો હવે પાટા પર આવી રહ્યા છે. તે દરમિયાન તુર્કીએ શાંતિથી બાંગ્લાદેશમાં પગલાં લેવાનું શરૂ કર્યુ છે. જેમ તુર્કીએ પાકિસ્તાનમાં પોતાની પહોંચ વધારી છે. તેવી જ રીતે તે હવે બાંગ્લાદેશમાં પોતાની હાજરી વધારી રહ્યું છે. તુર્કીએના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનના પુત્ર બિલાલ એર્દોગન, તારિક રહેમાનના શપથ ગ્રહણ પછી ઢાકા પહોંચ્યાએ છે. આ મુલાકાત અંગે ચર્ચાઓ તેજ થઇ છે.
TIKAના પ્રોજેક્ટ ઓફિસની મુલાકાત
આ મુલાકાતનો અગાઉથી ખુલાસો કરવામાં આવ્યો ન હતો. સ્થાનિક પત્રકારોના જણાવ્યા અનુસાર, મીડિયાને આ વિશે ત્યારે જ ખબર પડી જ્યારે બિલાલ એર્દોગન સવારે 9 વાગ્યે ખાનગી જેટ દ્વારા ઢાકાના હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યા છે. તેમની સાથે ટર્કિશ કો-ઓપરેશન એન્ડ કો-ઓર્ડિનેશન એજન્સીના વડા અબ્દુલ્લા એરેન અને પ્રખ્યાત ફૂટબોલર મેસુત ઓઝિલ પણ હતા. એરપોર્ટ છોડ્યા પછી, પ્રતિનિધિમંડળ ઢાકાની ફાઇવ સ્ટાર હોટેલ તરફ ગયું હતુ. અને પછી TIKAના પ્રોજેક્ટ ઓફિસની મુલાકાત લીધી હતી.
ઇસ્લામિક વિચારધારાને પ્રોત્સાહન ?
દક્ષિણ એશિયામાં TIKAની વધતી જતી પ્રવૃત્તિઓએ પડોશી ભારતમાં સુરક્ષા ચિંતાઓ પેદા કરી છે. ભારતીય નિરીક્ષકો તેના પ્રોજેક્ટ્સ અને અન્ય તુર્કી સંસ્થાઓની વધતી જતી સંડોવણીને સંભવિત વ્યૂહાત્મક ખતરા તરીકે જુએ છે. લાલમોનિરહાટમાં ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જેવા TIKAના વિકાસ પ્રોજેક્ટ્સ તપાસ હેઠળ છે. ગુપ્તચર એજન્સીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે TIKA અને સંબંધિત તુર્કી NGOs પેન-ઇસ્લામિક વિચારધારાને પ્રોત્સાહન આપી શકે છે. જે સ્થાનિક રાજકીય વાતાવરણને પ્રભાવિત કરી શકે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

