Bangladeshમાં હિન્દુઓ પરના હુમલાઓ મામલે BNPએ પાંચ લોકો સામે કરી કાર્યવાહી
શપથ ગ્રહણ સમારોહ પહેલા BNPએ પાર્ટી શિસ્તનું પ્રદર્શન કરતા દોષિતો સામે કડક પગલાં લીધાં છે
નવી સરકાર આક્રમક મૂડમાં
ચૂંટણી દરમિયાન હિંસા અને લઘુમતીઓ સામે છેડતી કેસમાં સામેલ ત્રણ નેતાઓને કારણદર્શક નોટિસ ફટકારી છે. જ્યારે બે અન્ય નેતાઓને સસ્પેન્ડ કર્યા છે. BNPએ બાંગ્લાદેશના સિરાજગંજમાં લઘુમતીઓની દુકાનોમાં તોડફોડ અને તેમની પાસેથી પૈસા પડાવવાના આરોપ હેઠળ ત્રણ નેતાઓને કારણદર્શક નોટિસ ફટકારી છે. મતદારોને ધાકધમકી આપવા સહિતના વિવિધ આરોપોમાં વધુ બે નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
હિંસા સામે મોટી કાર્યવાહી
ચૂંટણી પ્રચારથી, તેઓ બાંગ્લાદેશમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવાની વાત કરી રહ્યા છે. તેમણે કાયદો અને વ્યવસ્થા જાળવવા પર ભાર મૂક્યો છે. તેમના પક્ષમાં શિસ્ત પણ એટલી જ મહત્વપૂર્ણ છે. સિરાજગંજમાં ધમકીઓ, ખંડણી અને લઘુમતી દુકાનોમાં તોડફોડ કરવા બદલ BNPના ત્રણ નેતાઓને કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી છે. આમાં ફિરોઝ અહેમદ, મોના પાલ અને અર્જુ અહેમદનો સમાવેશ થાય છે. જિલ્લા BNPના મહાસચિવ સૈદુર રહેમાને જણાવ્યું હતું કે, પક્ષ શિસ્તનું ઉલ્લંઘન કરવા બદલ તેમની સામે કાર્યવાહી કરાઇ છે.
લઘુમતીઓ સામે હિંસામાં વધારો
5 ઓગસ્ટ 2024ના રોજ શેખ હસીનાએ બાંગ્લાદેશના પીએમ પદેથી રાજીનામું આપ્યું અને ભારત પરત પલાયણ થયા હતા. ત્યારથી દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત બગડી છે. લઘુમતીઓ સામે અત્યાચારની ઘટનાઓમાં વધારો થયો છે. ભારત સરકારે પણ વારંવાર આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઘણા લોકો માને છે કે કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવી તારિક રહેમાન માટે સૌથી મોટો પડકાર હશે.
આ પણ વાંચોઃ Bangladesh New PM Oath Ceremony: કેમ દુનિયામાં ખાસ ઇમારત તરીકે ઓળખાય છે બાંગ્લાદેશની સંસદ?
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

