Bangladesh Election 2026 News: ચૂંટણી ઢંઢેરામાં જમાત-એ-ઇસ્લામીએ મહિલાઓ અને હિન્દુઓ માટે શું કહ્યુ?, જાણો

Last Updated: February 5, 2026By

ચૂંટણી ઢંઢેરામાં નવા બાંગ્લાદેશ બનાવવા માટે હિમાયત કરાઇ છે. અને વિવિધ વચનો રજૂ કરવામાં આવ્યા છે.

બાંગ્લાદેશમાં રાજકીય હલચલ યથાવત્

બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી હાથ ધરાશે. જેને લઇને તમામ પક્ષો મતદાતાઓને રિઝવવા માટે ચૂંટણી પ્રચાર અને વિવિધ વાયદાઓની લ્હાણી કરતા જોવા મળી રહ્યા છે. આ ચૂંટણી ઢંઢેરા સમયે કટ્ટર ઇસ્લામિક પાર્ટી જમાત-એ-ઇસ્લામીએ મતદાતાઓને વચનો આપ્યા છે. જે હાલ ચર્ચાનો વિષય બન્યા છે. જમાત-એ-ઇસ્લામીના ચૂંટણી ઢંઢેરા પર સવાલ ઉભા થયા છે. ખાસ કરીને હિન્દુઓ, અલ્પસંખ્યક સમુદાય અને મહિલાઓ માટે આપવામાં આવેલા વચનોને જનતાએ માત્ર દેખાડો કરાતા હોવાનું કહ્યુ છે.

જમાત-એ-ઇસ્લામી એટલે વિવાદનું બીજું નામ

બાંગ્લાદેશની રાજનીતિમાં જમાત-એ-ઇસ્લામીનું નામ આવતાની સાથે વિવાદ જાતે જ જોડાઇ જાય છે. 1971ના મુક્તિ સંગ્રામ દરમિયાન પાકિસ્તાનનો સાથ આપવો, યુદ્ધ અપરાધના આરોપો સહન કરવા અને બાદમાં ધાર્મિક અલ્પસંખ્યકો, ખાસ કરીને હિન્દુઓ પર હુમલાઓ કરવાના આરોપોએ પક્ષની છવી ખરાબ કરી છે. વર્તમાન સમયમાં જાહેર કરાયેલા જમાત-એ-ઇસ્લામીના વચનો તેના ભૂતકાળને તાજુ કરે છે. અને વચનો ખોટા હોવાની અનુભૂતિ કરાવે છે.

જમાત-એ-ઇસ્લામીના ચૂંટણી વચનો શું છે ?

ઢાકાના એક હોટલમાં પાર્ટી પ્રમુખ શફીકુર રહમાને ‘સુરક્ષિત અને માનવીય બાંગ્લાદેશ’ના નામથી ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. તેમાં સરકાર ચલાવવા માટે 26 પ્રાથમિક ક્ષેત્રોનો ઉલ્લેખ કરાયો છે. પાર્ટીએ ન્યાય આધારિત રાજ્ય, ભ્રષ્ટાચાર મુક્ત શાસન, યુવાઓને નેતૃત્ત્વમાં લાવવું અને મહિલાઓને સુરક્ષિત વાતાવરણ આપવું જેવા વિવિધ વચનો ચૂંટણી ઢંઢેરામાં સામલે છે. જમાત-એ-ઇસ્લામીએ કહ્યુ છે કે, તેઓ ભેદભાવમુક્ત બાગ્લાદેશ બનાવશે.

આ પણ વાંચોઃ Jammu Kashmirના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, હાથ ધરાયુ સર્ચ ઓપરેશન 

Leave A Comment