Bangladesh Election 2026 News: ચૂંટણી સમયે મોહમ્મદ યુનુસ અને આર્મી ચીફ વચ્ચે કેમ થયો ઝઘડો, જાણો શું છે કારણ?

Last Updated: February 3, 2026By

COASને બાંગ્લાદેશ આર્મીમાં બીજા ક્રમનું સૌથી મહત્વપૂર્ણ પદ માનવામાં આવે છે. આર્મી ચીફ વકાર ઝમાન આ પદ પર નિયુક્ત છે.

પદને લઇને આંતરિક વિવાદ શરુ

આર્મી ચીફ વકાર ઝમાન ચીફ ઓફ જનરલ સ્ટાફનું પદ તેમના નજીકના કોઈ વ્યક્તિને આપવા ઇચ્છે છે. તો આ તરફ, વચગાળાની સરકાર તેમની નજીકના અધિકારીને નિયુક્ત કરવાનો પ્રયાસ કરી રહી છે. બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. 15 ફેબ્રુઆરી પછી નવી સરકારની રચના થશે. પરિણામે, બંને વચ્ચેના વિવાદે બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ વધારી દીધી છે.

સેના અને સરકાર વચ્ચે ઘર્ષણ

લેફ્ટનન્ટ જનરલ મિઝાનુર રહેમાન શમીમ 17 જાન્યુઆરીએ COAS પદ પરથી નિવૃત્ત થયા છે. ત્યારબાદ, સેનામાં આ ટોચના પદ માટે નવા અધિકારીની ભરતી કરવાના પ્રયાસો શરૂ થયા હતા. પરંતુ 15 દિવસ પછી પણ આ પદ ખાલી છે. સરકાર સેનામાં બીજા ક્રમના સૌથી ઉચ્ચ પદ પર નજીકના અધિકારીની નિમણૂક કરવાનો પ્રયાસ કરી રહી છે. યુનુસ સરકાર 24મી પાયદળ ડિવિઝનના GOC મેજર મીર મુશફિકુર રહેમાનને COAS પદ પર નિયુક્ત કરવા માંગે છે. મુશફિકુરને વચગાળાના સરકારના NSA ખલીલુર રહેમાનના વિશ્વાસુ છે.

ચીફ ઓફ જનરલ સ્ટાફનું શું હોય છે કાર્ય ?

ચીફ ઓફ જનરલ સ્ટાફની પ્રાથમિક ફરજો બજેટ તૈયાર કરવી, તેનો અમલ કરવો અને સેનાની કામગીરી પર નજર રાખવાની હોય છે. COASએ આર્મી ચીફના પદ પર બઢતી અપાયેલા પહેલા વ્યક્તિ છે. 2024માં વકાર ઝમાન આ પદ પરથી આગળ વધીને આર્મી ચીફ બન્યા હતા. પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશમાં પણ સૈન્યનું મજબૂત સ્થાન રહ્યું છે. શેખ હસીનાનો 2024નો બળવો સૈન્યની મિલીભગતથી કરવામાં આવ્યો હતો. આ જ કારણ છે કે વચગાળાની સરકાર છેલ્લી ઘડીએ તેના નજીકના સહયોગીઓને મુખ્ય પદો પર નિયુક્ત કરવા માંગે છે.

આ પણ વાંચોઃ Tej Pratap Yadav News: ‘જયચંદને હટાવો, નહીંતર RJD 25થી ઘટીને શૂન્ય થઈ જશે’, જાણો તેજ પ્રતાપે શું કહ્યુ?

Leave A Comment