Bangladesh Election 2026 News: બાંગ્લાદેશની ચૂંટણીમાં BNPને કારમી હાર આપવા માટે જમાત-એ-ઇસ્લામીએ શું ઘડી યોજના?, જાણો
અમીર શફીકુર રહમાને સમિટમાં ભ્રષ્ટાચાર-મુક્ત, પરિવારવાદ-રહિત અને નાગરિક-કેન્દ્રિત શાસનનું વચન આપ્યુ હતુ.
ચૂંટણી પ્રચાર જોર-શોરથી શરુ
બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીના રોજ સામાન્ય ચૂંટણી હાથ ધરાશે. જેના માટે રાજનેતાઓ સ્ટાર પ્રચાર કરી રહ્યા છે. બીએનપીના ચેરમેન તારિક રહમાનની બાંગ્લાદેશ વાપસી બાદ જમાત-એ-ઇસ્લામીએ ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. તેઓ પોતાની તમામ તાકાત આ પ્રચારમાં લગાવી રહ્યા છે. મતદાતાઓને રિઝવવા માટે જમાત-એ-ઇસ્લામીના અમીર શફીકુર રહમાન દેશના તમામ ખૂણે-ખૂણે જઇ રહ્યા છે. ભ્રષ્ટાચાર, મોંઘવારી, પરિવારવાદ જેવા મુદ્દાઓ તેઓ ઉઠાવી રહ્યા છે.
પરિવારવાદ પર જમાત-એ-ઇસ્લામીના પ્રહાર
શફીકુર રહમાને કહ્યુ હતુ કે, તેઓ પહેલાની જેમ ‘પરિવાર પર આધારિત’ રાજનીતિને ખત્મ કરવા માગે છે. અને દેશ માટે નવી રાજનીતિનો પાયો ઉભો કરવા ઇચ્છે છે. તેઓએ વધુમાં કહ્યુ હતુ કે, જમાત-એ-ઇસ્લામી જો સત્તામાં આવશે તો દેશમાં પરિવારવાદ આધારિત રાજનીતિ નહી કરવામાં આવે. અમીર શફીકુર રહમાને કહ્યુ હતુ કે, અગાઉની રાજનીતિ ભ્રષ્ટાચારયુક્ત હતી. પરંતુ જો અમને સત્તા આપવામાં આવશે તો નવી આધુનિક રાજનીતિ ઉભી કરવામાં આવશે.
પ્રજાતાંત્રિક વ્યવસ્થાને મજબૂત કરવાનું વચન
ડૉ.શફીકુર રહમાને કહ્યુ હતુ કે, 1971માં પોલિટીકલ સોવરેનિટી તો હાંસલ થઇ હતી. પરંતુ સોશિયલ જસ્ટિસ, ઇકોનોમિક ફ્રીડમ અને અકાઉન્ટેબલ ગવર્નેંસના વચનો અધૂરા રહ્યા છે. સમયની સાથે લોકશાહી સંસ્થાઓ કમજોર થઇ ગઇ છે. અને જનતા સરકારી નિર્ણયો હેઠળ દબાઇ છે. ડૉ.શફીકુર રહમાને છેલ્લા 16 વર્ષમાં સરકારીની નિષ્ફળતાઓ ગણાવી હતી. જેમાં 2024નું વિદ્યાર્થીઓનું આંદોલન યુવાઓની ક્રાંતિ ગણાવી હતી.
આ પણ વાંચોઃ Nicolas Maduro Venezuela News: વેનેઝુએલાના ઓપરેશનમાં કયા ગુપ્ત હથિયારનો કરાયો હતો ઉપયોગ?, જાણો
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

