Bangladesh Election 2026 News: ભારતીય ચૂંટણીના વાયદાઓનો આધાર લઇ Tarique Rahman આપી રહ્યા છે જનતાને વચનો, જાણો કેવો છે પ્રચાર?
17 વર્ષ બાદ પરત ફરેલા બીએનપીના ચેરમેન તારિક રહમાન ખેડૂતોની વ્યાજ માફી, રોજગારની તક, નવા ઉદ્યોગોની સ્થાપના જેવા વચનો જનતાને આપી રહ્યા છે.
ખેડૂતોને વ્યાજ માફીની યોજના
બીએનપીના ચેરમેન તારિક રહમાને વિદેશ નીતિમાં ‘બાંગ્લાદેશ ફર્સ્ટ’ પર ખાસ ભાર મુક્યો છે. બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવાની છે. જેને લઇને પક્ષો મતદાતાઓને રિઝવવા માટે વચનોની લ્હાણી કરી રહ્યા છે. આ પ્રચાર દરમિયાન તેઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તારિક રહમાને કહ્યુ છે કે, જો બીએનપી સત્તા આવી તો રાજાશાહી વિસ્તારમાં લોકોને ફાયદો પહોંચાડવા માટે 10 હજાર સુધી ખેડૂતોને વ્યાજ માફી આપવામાં આવશે.
તારિક રહમાનની જનતાને અપીલ
તારિક રહમાને વચનો આપતા કહ્યુ કે, તમામ હિસાબ-કિતાબ ચેક કરવામાં આવ્યા છે. ખેડૂતો માટે ખાસ યોજનાઓ અમલમાં મુકવામાં આવશે. જો બીએનપી જીતશે તો લોન પરના વ્યાજ માફ કરવામાં આવશે. અને સાથે જ પદ્મા બૈરાજ બનાવવા માટેનું કામ પણ શરુ કરવામાં આવશે. જો આ તમામ બાબતો શક્ય રહી તો આ વિસ્તારમાં આવતા તમામ લોકોને ફાયદો પહોંચાડવામાં આવશે.
ભૂતકાળની સરકાર પર પ્રહાર
તારિક રહમાને પ્રચાર-પ્રસાર કરતા કહ્યુ હતુ કે, કોલ્ડ સ્ટોરેજ બનાવવું, મલ્ટીપર્પસ ડેવલપમેન્ટ ઓથોરિટી અને IT પાર્કને ફરી શરુ કરવામાં આવશે. હૉસ્પિટલો બનાવાશે અને નહેરો માટે ખોદકામ પણ હાથ ધરાશે. ખેતી વિકાસ માટે વિવિધ પ્રોજેક્ટ પણ શરુ કરાશે. તારિક રહમાને વધુમાં કહ્યુ હતુ કે, સરકારી ઇન્સ્ટીટ્યુશનલ પ્રોજેક્ટમાં, બારિંદ પ્રોજેક્ટ સૌથી મોટા હતા. આ પ્રોજેક્ટનું બજેટ 1 હજાર કરોડ રૂપિયા હતુ. પરંતુ 16 વર્ષમાં આ કોઇ કામ પૂર્ણ થયા નથી. તેથી આ વખતે બીએનપીને મત આપવા તારિક રહમાને જનતાને અપીલ કરી છે.
આ પણ વાંચોઃ અવકાશમાં ડેટા સેન્ટર કેમ બનાવી રહ્યા છે Elon Musk?, સ્પર્ધા કરવા માટે ચીન પણ ઉતર્યુ મેદાને
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

