Bangladesh Election 2026 News: યુનુસના ઇરાદાઓ અંગે વધી ચિંતા, Pakistanએ કરેલા દાવા બાદ સુરક્ષા વ્યવસ્થા કરાઇ સઘન
લશ્કર-એ-તૈયબાના ચાર આતંકવાદીઓ પાકિસ્તાનથી સીધી ફ્લાઇટથી બાંગ્લાદેશમાં પ્રવેશ્યા છે
પાકિસ્તાન તરફથી શું કરાયો દાવો ?
અમેરિકાએ 12 ફેબ્રુઆરીની ચૂંટણી દરમિયાન બાંગ્લાદેશમાં હિંસાની આશંકા વ્યક્ત કરી છે. અમેરિકાએ ઢાકામાં તેના દૂતાવાસને ચેતવણી આપી છે કે, ચૂંટણી દરમિયાન ઉગ્રવાદીઓ હુમલા અને હિંસા કરી શકે છે. લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ પાકિસ્તાનથી બાંગ્લાદેશમાં પ્રવેશ્યા છે. પાકિસ્તાન તરફથી દાવો કરાયો છે કે, લશ્કર-એ-તૈયબાના ચાર આતંકી કરાંચીથી બાંગ્લાદેશ પહોંચ્યા છે. બંને દેશો વચ્ચે સીધી હવાઈ સેવાઓ તાજેતરમાં ફરી શરૂ થઈ છે. આ આતંકવાદીઓ બાંગ્લાદેશ એરલાઇન્સની ફ્લાઇટ BG-342થી કરાંચીથી ઢાકા પહોંચ્યા હતા.
પાકિસ્તાન-તુષ્ટિકરણ વલણનો પર્દાફાશ
હિંસાની શક્યતા મામલે આ ખુલાસો પત્રકાર હસન ખોકોને કર્યો છે. હસન ખોકોને બાંગ્લાદેશમાં આતંકવાદી ઘૂસણખોરી માટે યુનુસ સરકારના ખતરનાક સમર્થન અને તેના કથિત ઇસ્લામિક અને પાકિસ્તાન-તુષ્ટિકરણ વલણનો પર્દાફાશ કર્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટમાં ખોકોને જણાવ્યું હતું કે, વિમાન બાંગ્લાદેશ એરલાઇન્સની ફ્લાઇટ BG-342 કરાંચીના જિન્ના ઇન્ટરનેશનલ શાહિદુલ હસન ખોકોન એરપોર્ટથી ઉડાન ભરી હતી અને 30 જાન્યુઆરીએ સવારે 4:20 વાગ્યે ઢાકાના હઝરત શાહજલાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી હતી.
સુરક્ષામાં મોટી ખામી તરફ નિર્દેશ
ખોકોનના જણાવ્યા મુજબ, કેટલાક મુસાફરો એવા વ્યક્તિઓ હતા જેમને તેમણે લશ્કર-એ-તૈયબાના કાર્યકરો તરીકે ઓળખાવ્યા હતા. તેમના નામ અને કથિત જોડાણો તેમના મુસાફરી દસ્તાવેજો પર લખેલા હતા. તેમણે દાવો કર્યો હતો કે આ વર્તમાન સરકાર હેઠળ બેદરકારી અથવા ઇરાદાપૂર્વકની નિષ્ક્રિયતાને કારણે સુરક્ષામાં મોટી ખામી તરફ નિર્દેશ કરે છે. ખોકોને તેમની પોસ્ટમાં લખ્યું છે કે, લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ પાકિસ્તાનથી બાંગ્લાદેશ આવ્યા હતા. તેમણે કથિત ઓપરેટિવના પાસપોર્ટ વિગતો દર્શાવતા ફોટા પણ શેર કર્યા હતા.
ચૂંટણીઓ પહેલા સુરક્ષા ચિંતાઓ વધી
રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે સુરક્ષા નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, આવી ધાર્મિક પ્રવૃત્તિઓ લશ્કર માટે તેના સરહદ પાર નેટવર્કને ફરીથી બનાવવા, સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં ભરતી કરવા અને ભારતની પૂર્વ સરહદ અને ઉત્તરપૂર્વીય રાજ્યોને લક્ષ્ય બનાવતી કામગીરીની યોજના બનાવવા માટે એક મોરચો બની શકે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

