Bangladesh Election Result 2026: અમેરિકા અને પાકિસ્તાનનુ Tarique Rahman સાથે સક્રિય જોડાણ બાદ ચિત્ર બદલાયુ
અમેરિકાએ ઐતિહાસિક વિજય ગણાવ્યો અને પાકિસ્તાને પણ તારિક રહેમાનને અભિનંદન આપ્યા છે.
ઢાકા પર કેન્દ્રિત છે વિશ્વનું ધ્યાન
બાંગ્લાદેશની ચૂંટણીમાં BNPના જંગી વિજય બાદ, વિશ્વનું ધ્યાન ઢાકા પર કેન્દ્રિત છે. તારિક રહેમાન બાંગ્લાદેશના પીએમ બની શકે છે. અમેરિકા અને પાકિસ્તાન બંનેએ ચૂંટણી પરિણામો પર પ્રતિક્રિયા આપી છે અને નવી સરકાર સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. BNPના વરિષ્ઠ નેતા સલાહુદ્દીન અહેમદે વિજયનો દાવો કરતા કહ્યું કે જનતાએ એક એવી પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે જે યુવાનોના સપના પૂરા કરી શકે છે.
અમેરિકાના બદલાયા સુર
ઢાકા સ્થિત યુએસ દૂતાવાસે બાંગ્લાદેશના લોકોને સફળ ચૂંટણીઓ પર અભિનંદન આપતા કહ્યુ છે કે, અમેરિકા સમૃદ્ધિ અને સુરક્ષા જેવા સહિયારા લક્ષ્યો પર નવી સરકાર સાથે કામ કરવા તૈયાર છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશમાં 2024ના પીપલ્સ મૂવમેન્ટ પછી પહેલીવાર સ્પર્ધાત્મક ચૂંટણીઓ યોજાઈ છે. અમેરિકા લાંબા સમયથી બાંગ્લાદેશમાં લોકશાહી પ્રક્રિયાને ટેકો આપતા નિવેદનો આપી રહ્યું છે.
પાકિસ્તાને મિત્રતા માટે લંબાવ્યો હાથ
પાકિસ્તાને પણ તરત જ તેની મિત્રતા વધારવાનું શરૂ કર્યું. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે તારિક રહેમાનને તેમની જીત પર અભિનંદન આપ્યા અને કહ્યું કે તેઓ બાંગ્લાદેશ સાથેના ઐતિહાસિક અને ભાઈચારાના સંબંધોને વધુ મજબૂત બનાવવા માંગે છે. તેમણે દક્ષિણ એશિયામાં શાંતિ, સ્થિરતા અને વિકાસના સહિયારા ધ્યેય તરફ સાથે મળીને કામ કરવાની વાત કરી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટમાં લખ્યું છે કે, હું બાંગ્લાદેશ સંસદીય ચૂંટણીઓમાં BNPના જંગી વિજય પર તારિક રહેમાનને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.
આ પણ વાંચોઃ Donald Trumpનું ગયા વર્ષમાં આપેલું નિવેદન ફરીથી સોશિયલ મીડિયામાં વાયરલ, વિદેશ મંત્રાલયે શું આપી પ્રતિક્રિયા?
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

