Bangladesh News: મોહમ્મદ યુનુસ બાદ શુ સેના પ્રમુખ વકાર ઉઝ જમાનની સત્તા પર છે સંકટના વાદળો?

Last Updated: February 18, 2026By

મોહમ્મદ યુનુસની ખુરશી ગયા બાદ હવે સેના પ્રમુખ વકાર ઉઝ જમાનના નામની ચર્ચા તેજ થઇ રહી છે.

નવી સત્તા બાદ હવે શેની ચર્ચા ?

તારિક રહેમાન સત્તા પર આવતા સેના પ્રમુખ વકાર ઉઝ જમાનના નામની ચર્ચા તેજ બની છે. આ ચર્ચા માટે બે કારણ જવાબદાર છે. પ્રથમ કારણ છે તારિક કેબિનેટમાં ખલીલુર રહેમાનની એન્ટ્રી અને બીજું કારણ છે જૂની પરંપરા. વર્ષ 2024માં શેખ હસીનાએ વકાર ઉઝ જમાનને સેના પ્રમુખ નિયુક્ત કર્યા હતા. પરંતુ હવે બાંગ્લાદેશમાં નવી સરકાર બનતા સેના પ્રમુખ વકાર ઉઝ જમાન સંકટમાં જોવા મળી રહ્યા છે. તેમના સ્થાને નવા સેના પ્રમુખ અંગે શક્યતા સેવાઇ રહી છે.

કોણ છે સેના પ્રમુખ વકાર ઉઝ જમાન ?

59 વર્ષના વકાર ઉઝ જમાન 2024માં બાંગ્લાદેશના સેના પ્રમુખ બનાવાયા હતા. વકાર 19 વર્ષની ઉંમરથી બાંગ્લાદેશની સેનામાં જોડાયા છે. શરુઆતમાં તેઓને યૂએન મિશન પર તૈનાત કરાયા હતા. 2013માં શેખ હસીનાની પહેલથી તેમને મેજર જનરલના પદે પ્રમોશન અપાયુ હતુ. વકાર બાદમાં સેનાના ચીફ ઓપરેશન સ્ટાફ બનાવાયા હતા. શેખ હસીનાની સરકારમાં વકારનો દબદબો હતો. પરંતુ શેખ હસીનાન ગયા બાદ મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારમાં તેમની ઘર્ષણની સ્થિતિ પેદા થઇ હતી.

પ્રથમ કારણઃ- ખલીલુર vs વકાર ઝમાન

તારિક રહેમાને વકાર ઉઝ જમાનના સૌથી મોટા વિરોધી ખલીલુર રહેમાનને વિદેશમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. ખલીલુર રહેમાન યુનુસ સરકારમાં રક્ષા મામલોના મંત્રી હતા. યુનુસ સરકાર દરમિયાન બન્ને વચ્ચે ઘણીવાર શીતયુદ્ધ જોવા મળ્યા હતા. પરંતુ ત્યારે ખલીલુર કોઇ એક્શન લઇ શકતા ન હતા. કારણ કે તેમની પાસે જનસમર્થન ન હતુ. પરંતુ આ વખતે તારિક રહેમાનની સરકારમાં તેઓ મંત્રી બન્યા છે. અન શક્તિશાળી નેતા તરીકે સામે આવ્યા છે. તેથી આ વખતે ચીફ ઓપરેશન સ્ટાફ પદ પર તેઓ જીઓસી મેજર મીર મુશફિકુર રહેમાનને નિયુક્ત કરવા ઇચ્છે છે.

બીજુ કારણઃ- સેના મામલે જુની પરંપરા

1996માં શેખ હસીનાની સરકાર બાંગ્લાદેશમાં આવી હતી. તે સમયે અબૂ સાલેહ નસીમ સેના પ્રમુખ હતા. શેખ હસીનાએ તેમને પદ પરથી દૂર કરીને મહબુબર રહેમાનને પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા. ઓક્ટોબર 2001માં ખાલિદા જિયા બાંગ્લાદેશના પીએમ બન્યા હતા. ખાલિજા જિયાએ થોડા સમય બાદ સેના પ્રમુખ હારુન રસીદની છુટ્ટી કરી હતી. 2008માં શેખ હસીનાએ ફરી સત્તા સંભાળી હતી. તે સમયે મોઇન ઉદ્દીન અહમદને હટાવ્યા હતા. તેથી હવે ચર્તા છે કે, તારિક રહેમાન પણ જૂની પરંપરાને યથાવત્ રાખી શકે છે.

આ પણ વાંચોઃ PM Modi Emmanuel Macron Meet: કેમ ખરીદી કરી રહ્યું છે ભારત પેરિસ પાસેથી આટલા બધા શસ્ત્ર?