Bangladesh News: મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશમાં ત્રણવાર બળવાનો કર્યો હતો પ્રયાસ, જાણો રાષ્ટ્રપતિએ શું કહ્યુ?

Last Updated: February 23, 2026By

મોહમ્મદ શાહબુદ્દીનના મતે યુનુસ સુપ્રીમ લીડર બનવા માંગતા હતા. મને હટાવવાના તેઓએ ત્રણવાર પ્રયાસ કર્યા હતા.

મોહમ્મદ યુનુસની મહત્ત્વકાંક્ષાઓ બનાવી નિષ્ફળઃ મોહમ્મદ શાહબુદ્દીન

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને ભૂતપૂર્વ મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ વિશે પ્રતિક્રિયા આપી છે. શહાબુદ્દીનના મતે, યુનુસે તેમને હટાવવા માટે ત્રણ વખત બળવાનું કાવતરું ઘડ્યું હતુ. પરંતુ ત્રણે વખત નિષ્ફળ ગયા હતા. યુનુસ પોતે બાંગ્લાદેશમાં સર્વોચ્ચ પદ પર કબજો કરવા માંગતા હતા. પરંતુ તેઓએ તેમની મહત્વાકાંક્ષાઓને મજબૂતીથી નિષ્ફળ બનાવી હતી. શહાબુદ્દીનનો આ ઇન્ટરવ્યુ એવા સમયે આવ્યો છે જ્યારે યુનુસ અને તેમની સરકાર તેમના પ્રદર્શન અંગે પ્રશ્નોનો સામનો કરી રહી છે.

યુનુસ બાંગ્લાદેશમાં નથી ઇચ્છતા બંધારણીય માળખુંઃ મોહમ્મદ શાહબુદ્દીન

રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને ખુલાસો કર્યો છે કે, તેમને હટાવવાનો પહેલો પ્રયાસ ઓક્ટોબર 2024માં કરાયો હતો. યુનુસ બાંગ્લાદેશમાં કોઈ બંધારણીય માળખું ઇચ્છતા ન હતા. રાષ્ટ્રપતિએ તમામ પક્ષોનો સંપર્ક કર્યો હતો. આ પછી તેઓે પદ છોડવાનો નિર્ણય લીધો નહીં. તેઓએ કહ્યું, મને અહીં મારી નાખો. શહાબુદ્દીનના મતે, ન્યાયાધીશો દ્વારા મને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ મેં તે યોજનાને પણ નિષ્ફળ બનાવી હતી.

યુનુસે મને રિપોર્ટ કર્યો નહીં: રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ શહાબુદ્દીનના મતે, જ્યારે પણ કોઈ નેતા વિદેશથી પાછા ફરે છે. ત્યારે તે રાષ્ટ્રપતિને સંપૂર્ણ માહિતી આપે છે. આ એક લાંબા સમયથી ચાલતી પરંપરા છે. પછી ભલે તે રાષ્ટ્રપતિ હોય કે પીએમ હોય. કે પછી મુખ્ય સલાહકાર કેમ ન હોય. યુનુસે આ પરંપરા અને શાસન તોડ્યું છે. શહાબુદ્દીન કહે છે કે તેઓ વિદેશ ગયા અને પોતાની રીતે નિર્ણયો લીધો. જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે તેમણે મને જાણ કરી નહીં. કે યુનુસ ક્યારેય મને મળવા આવ્યા ન હતા.

આ પણ વાંચોઃ America News: 21 વર્ષિય ઓસ્ટિન માર્ટિન Donald Trumpના સમર્થકમાંથી કેમ બન્યો કટ્ટર વિરોધી, જાણો શું છે મામલો?