BCCI Denies Rohit Sharma Retirement Rumors

Last Updated: July 17, 2026By

સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલા

  • કૉપી લિંક

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કેપ્ટન રોહિત શર્માના નિવૃત્તિને લઈને ચાલી રહેલી અટકળોને નકારી કાઢી છે. BCCI સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું કે રવિવારે લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામે રમાનારી ત્રીજી વનડે રોહિત શર્માની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ નહીં હોય.

સૈકિયાએ PTI ને જણાવ્યું કે- રોહિતના ભવિષ્યને લઈને મીડિયામાં અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે એવી કોઈ ચર્ચા થઈ નથી કે રોહિત રવિવારે લોર્ડ્સમાં તેની છેલ્લી મેચ રમશે. તેમણે કહ્યું કે રોહિત આગળ પણ ભારત માટે રમવાનું ચાલુ રાખશે.

આ પહેલા ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે 19 જુલાઈએ લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે રોહિત શર્માની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હોઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે BCCI એ રોહિતને જણાવી દીધું છે કે તેઓ 2027 વનડે વર્લ્ડ કપની યોજનાનો ભાગ નથી.

રોહિત શર્મા ઇંગ્લેન્ડ પ્રવાસ પર બે વનડેમાં 37 રન જ બનાવી શક્યા છે.

રોહિત શર્મા ઇંગ્લેન્ડ પ્રવાસ પર બે વનડેમાં 37 રન જ બનાવી શક્યા છે.

ઇંગ્લેન્ડ પ્રવાસ પર ખરાબ પ્રદર્શનને કારણે નિવૃત્તિની અટકળો હતી

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, BCCIના પસંદગીકારોએ કહ્યું હતું કે રોહિતની જગ્યાએ યશસ્વી જયસ્વાલ જેવા યુવા ખેલાડીઓને તક આપવામાં આવશે. નિવૃત્તિ લેવાનો કે પસંદગી માટે ઉપલબ્ધ રહેવાનો નિર્ણય રોહિત શર્મા પર છોડી દેવામાં આવ્યો છે.

સાથે જ, ઇંગ્લેન્ડ પ્રવાસ પર તેમના પ્રદર્શનને પણ આ ચર્ચાનું એક કારણ ગણાવવામાં આવ્યું હતું. પ્રથમ બે વનડેમાં રોહિત માત્ર 11 અને 26 રન જ બનાવી શક્યા હતા. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફિટનેસ પર કામ કરવા છતાં રોહિત પસંદગીકારોના નિર્ણયથી સંતુષ્ટ નથી અને તેમણે BCCIના કેટલાક અધિકારીઓ સાથે પણ આ મુદ્દે ચર્ચા કરી હતી.

શા માટે રોહિતના સંન્યાસની ચર્ચાઓ ઉઠી હતી?

1. 2027 વર્લ્ડ કપને લઈને રિપોર્ટ

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે પસંદગીકારો 2027 વનડે વર્લ્ડ કપ માટે નવી ટીમ તૈયાર કરવા માંગે છે અને રોહિત શર્મા તે યોજનાનો ભાગ નથી. જોકે, BCCIએ આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.

2. ઇંગ્લેન્ડ પ્રવાસ પર ખરાબ પ્રદર્શન

ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે વનડેમાં રોહિત શર્મા માત્ર 11 અને 26 રન જ બનાવી શક્યા. આ પછી તેમના ભવિષ્યને લઈને અટકળો તેજ બની ગઈ.

3. યુવા ખેલાડીઓને તક મળવાની ચર્ચા

રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું કે પસંદગીકારો યશસ્વી જયસ્વાલ જેવા યુવા ખેલાડીઓને વનડે ટીમમાં વધુ તકો આપવાની તૈયારી કરી રહ્યા છે.

4. બે ફોર્મેટમાંથી પહેલા જ લઈ ચૂક્યા છે સંન્યાસરોહિત શર્મા ટી-20 ઇન્ટરનેશનલ અને ટેસ્ટ ક્રિકેટમાંથી પહેલા જ સંન્યાસ લઈ ચૂક્યા છે. આ જ કારણે માનવામાં આવતું હતું કે તે વનડે ક્રિકેટને પણ અલવિદા કહી શકે છે.

ભારતને 2 ICC ખિતાબ જીતાડ્યા

રોહિતની કપ્તાનીમાં ભારત 2023 વનડે વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચ્યું. તેમણે ટીમને પહેલી બોલથી એટેક કરવાની સ્ટ્રેટેજી શીખવી. આનાથી વનડે ક્રિકેટમાં ભારતનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. આ જ ટેમ્પલેટ પર ભારતે 2024 ટી-20 વર્લ્ડ કપ પણ જીત્યો. પછી 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડી.

રોહિત શર્મા વનડે વર્લ્ડ ટ્રોફીની બાજુમાં. 19 નવેમ્બર 2023 ના રોજ ફાઇનલમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું.

રોહિત શર્મા વનડે વર્લ્ડ ટ્રોફીની બાજુમાં. 19 નવેમ્બર 2023 ના રોજ ફાઇનલમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું.

કેપ્ટન તરીકે 103 મેચ જીતી

રોહિત શર્મા ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંના એક છે. તેમણે 2017 થી 2025 દરમિયાન ત્રણેય ફોર્મેટમાં કુલ 142 મેચોમાં કેપ્ટનશીપ કરી. જેમાં ભારતે 103 મેચ જીતી. વનડેમાં તેમણે 56 મેચોમાં 42 જીત, ટી-20 ઇન્ટરનેશનલમાં 62 મેચોમાં 49 જીત અને ટેસ્ટમાં 24 મેચોમાં 12 જીત નોંધાવી.

તેમની કેપ્ટનશીપ હેઠળ ભારતે 2024 ટી-20 વર્લ્ડ કપ અને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને બે ICC ખિતાબ પોતાના નામે કર્યા. તેમણે ભારતને 2018 અને 2023 એશિયા કપ પણ જીતાડ્યો.

Leave A Comment