BCCI Invites Bids for India Cricket Title Sponsorship
1 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ અને ભારતમાં રમાનારી ઈન્ટરનેશનલ મેચના ટાઇટલ સ્પોન્સરશિપ રાઇટ્સ માટે ટેન્ડર બહાર પાડ્યું છે. વર્તમાન સ્પોન્સર IDFC ફર્સ્ટ બેંકનો ત્રણ વર્ષનો કરાર ઑગસ્ટ 2026માં સમાપ્ત થઈ રહ્યો છે. બોર્ડે એસોસિયેટ પાર્ટનર રાઇટ્સ માટે પણ અરજીઓ મંગાવી છે.
IDFC પહેલા માસ્ટરકાર્ડ ટાઇટલ સ્પોન્સર હતું IDFC પહેલા ટાઇટલ સ્પોન્સરનો અધિકાર માસ્ટરકાર્ડ પાસે હતો. ત્યારબાદ Paytm પાસે હતો.

IDFC ફર્સ્ટ બેંક પહેલા માસ્ટરકાર્ડ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ મેચનું ટાઇટલ સ્પોન્સર હતું. તેથી આ ફોટોમાં માસ્ટરકાર્ડનું નામ દેખાઈ રહ્યું છે.
ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ મેચ સામેલ
પસંદ કરાયેલી કંપનીને ભારતમાં યોજાનારી મેન્સ અને વુમન્સ ટીમની ટેસ્ટ, વન-ડે અને T20 ઈન્ટરનેશનલ મેચની સાથે રણજી ટ્રોફી, દલીપ ટ્રોફી, ઈરાની કપ અને જુનિયર ડોમેસ્ટિક ટુર્નામેન્ટના ટાઇટલ સ્પોન્સરશિપ અધિકારો મળશે.
4 ઑગસ્ટ સુધી દસ્તાવેજો, 13 ઓગસ્ટ સુધી બિડ
ટેન્ડર પેપર ખરીદવા માટે 1 લાખ રૂપિયા (GST અલગ)ની નોન-રિફંડેબલ ફી નક્કી કરવામાં આવી છે. ટેન્ડર પેપર ખરીદવાની અંતિમ તારીખ 4 ઓગસ્ટ અને બિડ જમા કરવાની છેલ્લી તારીખ 13 ઑગસ્ટ છે.
2023માં IDFC ફર્સ્ટ બેંક સાથે થઈ હતી ડીલ IDFC ફર્સ્ટ બેંકે સપ્ટેમ્બર 2023માં BCCI સાથે ત્રણ વર્ષનો કરાર કર્યો હતો, જેની અવધિ ઑગસ્ટ 2026માં પૂરી થશે. આ પછી બોર્ડ નવા ટાઇટલ સ્પોન્સરની પસંદગી કરશે.

DREAM-11 એ ટીમ ઈન્ડિયાની જર્સીના મુખ્ય સ્પોન્સરશિપ રાઈટ્સ 358 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.
એસોસિયેટ પાર્ટનર માટે પણ અરજી
BCCI એ એસોસિયેટ પાર્ટનર રાઈટ્સ માટે પણ બોલી મંગાવી છે. ટેન્ડર પેપર 14 ઑગસ્ટ સુધી ખરીદી શકાશે, 16 ઑગસ્ટ સુધી સ્પષ્ટતા માંગી શકાશે અને 25 ઑગસ્ટ સુધી ક્વોટેશન જમા કરાવી શકાશે.
માત્ર ફી જમા કરવાથી પાત્રતા નહીં
BCCI એ સ્પષ્ટ કર્યું છે કે માત્ર ટેન્ડરની ફી જમા કરવાથી કોઈ કંપની ટેન્ડર પ્રક્રિયામાં સામેલ થઈ શકશે નહીં. બોર્ડની તમામ શરતો પૂરી કરનારી કંપનીઓને જ તેમાં સામેલ થવાની મંજૂરી મળશે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


