Beauty Tips : 50ની ઉંમરે પણ 25 જેવો ગ્લો! દરરોજ રાત્રે સૂતા પહેલા શરીરના આ અંગ પર કરી લો માલિશ
વૃદ્ધત્વની અસર સૌ પ્રથમ ચહેરા પર દેખાય છે. ઉંમર વધવાની સાથે ચહેરાની ત્વચામાં બદલાવ થવા લાગે છે. પહેલા જયાં 60 અને 70 વર્ષ બાદ ચહેરા પર કરચલી દેખાતી હતી. ત્યાં આજકાલ 45 કે 50 વર્ષની ઉંમરે આંખની આસપાર કુંડાળા અને ત્વચા પર કરચલી દેખાય છે. ચહેરાથી યુવાન રહેવા હવે સામાન્ય લોકો પણ સેલિબ્રિટીની જેમ બ્યુટી ટ્રીટમેન્ટ કરાવે છે. લોકો બોટોક્સ અને ફેશિયલ જેવી મોંઘી બ્યુટી ટ્રીટમેન્ટ કરાવે છે. 50 વર્ષે પણ સુંદર દેખાવા માટે આવી કોઈ ટ્રીટમેન્ટની નથી જરૂર. ફક્ત શરીરના આ અંગ પર માલિશ કરશો તો ચહેરા પર જાદુઇ અસર દેખાવા લાગશે.
ગ્લોઇંગ સ્કીન માટે કાનની માલિશ કરો
દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા કાનની માલિશ કરશો તો પૂનમના ચાંદ જેવા સુંદર દેખાશો. સુંદર ચહેરા માટે તમારા કાનની માલિશ કરવાની જરૂર કેમ છે? તેને લઈને તમને પ્રશ્ન થતો હશે. કારણ કે આજકાલ બજારમાં એટલા બધા બ્યુટિ પ્રોડક્ટ છે, જે એટલો બધો પ્રચાર છે કે આ પ્રોડ્કટ વાપરશો તો ફટાફટ તમે ગ્લોઇંગ સ્કીન મેળવી શકશો. આ પ્રોડક્ટમાં રહેલ રસાયણ સંવેદનશીલ ત્વચાને નુકસાન પહોંચાડે છે. એટલે જ સુંદરતા મેળવવા તમારે કુદરતી ઉપચાર વધુ અજમાવવા જોઈએ. આર્યુવેદ કહે છે કે શરીર પર માલિશ કરવાથી અનેક બીમારીમાં રક્ષણ મળશે. નિયમિત તમારા કાનની માલિશ કરશો તો 50 વર્ષના થશો તો પણ 25 વર્ષ જેવા ચહેરો યુવાન દેખાશે. જાણો કાનની માલિશ કરવાના ફાયદા.
કાનની માલિશ કરવાના ફાયદા
કાનની માલિશ કરવાથી શરીરની મુખ્ય લસિકા વાહિનીઓ જે આપણા કાનની નજીક હોય છે તેમાં સારી રીતે રક્તપરિભ્રમણ થાય છે. જો તે યોગ્ય રીતે વહેતી નથી, તો ચહેરો સોજો અને ભારે થઈ જાય છે. તે શરીરમાંથી અશુદ્ધિઓ દૂર કરે છે, જેનાથી ચહેરો પાતળો અને કડક દેખાય છે. કાનની માલિશ કરવાથી એક્યુપ્રેશર પોઈન્ટ સક્રિય થાય છે, જે રક્ત પ્રવાહમાં વધારો કરે છે અને ચહેરાના સ્નાયુઓને ટોન કરે છે.માલિશ કરવાથી ચહેરા વધુ ઓક્સિજન આવે છે અને તે કુદરતી રીતે ચમકે છે. સામાન્ય રીતે, તણાવને કારણે, આપણા જડબાના સ્નાયુઓ ખેંચાયેલા રહે છે, જેના કારણે ચહેરો વૃદ્ધ દેખાવા લાગે છે. એટલે યોગ અથવા ધ્યાન કરી માનસિક તણાવને દૂર રાખો.
કાનની માલિશ કેવી રીતે કરવી
કાનની માલિશ કરવા માટે પહેલા કાનના ઉપરના ભાગને પકડો, તેમને ઉપર તરફ ખેંચો, અને પછી તેમને સહેજ છોડી દો. લોબને પકડીને ધીમેથી નીચે ખેંચો. તમારી તર્જની આંગળી કાનની પાછળ અને તમારા અંગૂઠાને કાનની પાછળ રાખો. હવે, તમારા કાનને ઘડિયાળની દિશામાં અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 10 વખત ફેરવો.આ કરવા માટે, તમારા કાનને વચ્ચેથી પકડી રાખો અને બહારની તરફ ખેંચો. આ કસરતને 10 વાર પુનરાવર્તન કરવાથી ફાયદો થશે.
આ પણ વાંચો : Skin Care Tips : શું ગરદન પર પરફ્યુમ લગાવવું ખતરનાક છે, જાણો શું કહે છે સ્કીન એક્સપર્ટ
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

