Bharti Singh Harsh Limbachiyaa Son Yashveer Kaju Face Reveal PHOTOS VIDEOS; Ocean Theme Party Organized

Last Updated: March 20, 2026By

17 કલાક પેહલા

  • કૉપી લિંક

ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાએ પહેલીવાર નાના દીકરા યશવીર ઉર્ફે કાજુનો ચહેરો રિવીલ કર્યો છે. કાજુનો ચહેરો દેખાડવા માટે કોમેડિયને એક ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું. બંનેએ તેમની યુટ્યુબ ચેનલ પર એક વ્લોગ અપલોડ કરીને ચાહકોને નાના દીકરાનો ચહેરો દેખાડ્યો હતો.

ભારતી અને હર્ષે ઓશન થીમ પાર્ટી રાખી હતી.

ભારતી અને હર્ષે ઓશન થીમ પાર્ટી રાખી હતી.

ગુલાબના ગુલદસ્તાથી કાજુનો ચહેરો છૂપાવ્યો

ભારતી અને હર્ષે ખાસ ઓશન થીમની પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં પરિવારના સભ્યો અને કેટલાક અંગત મિત્રો જ સામેલ થયા હતા. પાર્ટીમાં ગોલો (ભારતી અને હર્ષનો મોટો દીકરો લક્ષ્ય) પણ દાદી-નાની સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો. કાજુનો ચહેરો દેખાડવા માટે પણ ખાસ આયોજન કર્યું હતું. ભારતી અને હર્ષે ગુલાબના ગુલદસ્તાથી કાજુનો ચહેરો છૂપાવી રાખ્યો હતો. બાદમાં બંને ગુલદસ્તાને સાથે ઉઠાવે છે અને કાજુનો ચહેરો દેખાડે છે.

ગુલદસ્તા હટાવીને કાજુનો ફેસ રિવીલ કર્યો.

ગુલદસ્તા હટાવીને કાજુનો ફેસ રિવીલ કર્યો.

કાજુનું સાચુ નામ યશવીર લિંબાચિયા છે.

કાજુનું સાચુ નામ યશવીર લિંબાચિયા છે.

કાજુના ક્યુટ ફોટો પોસ્ટ કર્યાં

યુટ્યુબ ઉપરાંત ભારતી અને હર્ષે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પણ કાજુ સાથેના ફોટો શેર કર્યા છે. ફોટોમાં ગોલો, હર્ષ અને ભારતી આઇસ બ્લૂ કલરના મેચિંગ કપડાં પહેરેલા જોવા મળી રહ્યા છે, જ્યારે કાજુ સફેદ કપડાંમાં દેખાઈ રહ્યો છે. બીજા ફોટોમાં કાજુ ક્યુટ કાર પર સૂતેલો જોવા મળી રહ્યો છે.

ગોલા, હર્ષ અને ભારતીએ આઇસ બ્લૂ કલરના કપડાં પહેર્યાં હતાં.

ગોલા, હર્ષ અને ભારતીએ આઇસ બ્લૂ કલરના કપડાં પહેર્યાં હતાં.

કાજુ ક્યૂટ કાર પર સૂતેલો જોવા મળ્યો હતો.

કાજુ ક્યૂટ કાર પર સૂતેલો જોવા મળ્યો હતો.

સેલેબ્સ અને ચાહકોએ પ્રેમ વરસાવ્યો

ભારતી અને હર્ષે કાજુનુ ફેસ રિવીલ કરતા જ સોશિયલ મીડિયા પર ચાહકોએ કાજુ પર પ્રેમ વરસાવવાનો શરૂ કરી દીધો છે. કેટલાક લોકો તેની અણસાર ભારતી જેવી હોવાનું, તો કેટલાક ચાહકો તેની અણસાર હર્ષ જેવી હોવાનું કહી રહ્યા છે.

'ગંગુબાઈ કાઠિયાવાડી' ફેમ એક્ટર શાંતનુ મહેશ્વરી સહિતના સેલેબ્સે શુભેચ્છા પાઠવી.

‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફેમ એક્ટર શાંતનુ મહેશ્વરી સહિતના સેલેબ્સે શુભેચ્છા પાઠવી.

ચાહકોએ પ્રેમ વરસાવ્યો.

ચાહકોએ પ્રેમ વરસાવ્યો.

જન્મના બે દિવસ બાદ દીકરાને જોઈ ભારતી ભાવુક થઈ ગઈ હતી

થોડા સમય પહેલા ભારતી અને હર્ષે તેમના યુટ્યુબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં ભારતી હૉસ્પિટલમાં જોવા મળી હતી. વીડિયોની શરૂઆતમાં તે કહે છે કે, જન્મના બે દિવસ બાદ આખરે આજે તેને કાજુ આપવામાં આવશે.

દીકરાને જોઈને ભારતીના હરખનો પાર ન રહ્યો.

દીકરાને જોઈને ભારતીના હરખનો પાર ન રહ્યો.

ભારતી કહે છે, ‘અહીંયા હૉસ્પિટલમાં બાળકના આંખ, કાન બધું જ ચેક કરવામાં આવે છે. એક વખત ચેક થઈ ગયા બાદ તેને માતા-પિતાને સોંપવામાં આવે છે. આજે અમને અમારો કાજુ આપશે.’

ત્યારબાદ નર્સ કાજુને લઈને ભારતીના રૂમમાં આવે છે. તેને જોઈને જ ભારતી ભાવુક થઈ જાય છે. તે ઝડપથી કાજુ પાસે પહોંચી જાય છે. તે નર્સને દીકરાને ખોળામાં આપવાનું કહે છે. જેવી નર્સ બાળકને ખોળામાં આપે છે, ભારતીના આંખમાં હરખના આંસુ આવી જાય છે. તે દીકરાને જોઈને રડવા લાગે છે.

દીકરાને બે દિવસ બાદ જોયા પછી ભારતી રડી પડી.

દીકરાને બે દિવસ બાદ જોયા પછી ભારતી રડી પડી.

ભારતી દીકરાને ‘કાજુ’ કહીને બોલાવે છે, તેના જવાબમાં કાજુ પણ ‘ઉંહ…’ કરે છે અને ભારતીના હરખનો પાર રહેતો નથી. તે દીકરાને વહાલથી કિસ કરે છે અને કહે છે, આ જુઓ કેટલો વહાલો છે.

‘વહાલો અને હેલ્ધી બેબી છે’

પછી તે કાજુને કેમેરા તરફ ફેરવે છે અને કહે છે, ‘આજે ફાઇલની કાજુ મારા હાથમાં આવી ચૂક્યો છે. તે ખૂબ જ વહાલો, સુંદર અને હેલ્ધી બેબી છે, એકદમ ગોલા જેવો. ખબર નહીં તેની અણસાર મારા પર ગઈ છે કે હર્ષ પર. ફાઇનલી, ફાઇનલી, ફાઇનલી… કાજુ મારા હાથમાં છે. ગણપતિ બાપ્પા મોરયા.’

કાજુને હાથમાં લઈને ભારતી ભાવુક થઈ ગઈ.

કાજુને હાથમાં લઈને ભારતી ભાવુક થઈ ગઈ.

પછી તે દીકરાને આશીર્વાદ આપતા કહે છે કે, ‘ખુશ રહે, હંમેશા હેલ્ધી રહે.’ બાદમાં તે તેના ચાહકોનો પણ આભાર માન્યો હતો.

કાજુને જોઈને મોટો ભાઈ ગોલો ખુશ થઈ ગયો.

કાજુને જોઈને મોટો ભાઈ ગોલો ખુશ થઈ ગયો.

બીજી વાર માતા બની ભારતી

ભારતી અને હર્ષે 2017માં લગ્ન કર્યા હતા. ભારતીએ આ પહેલા 2022માં દીકરા ‘ગોલા’ને જન્મ આપ્યો હતો. તેનું અસલી નામ લક્ષ્ય છે. પહેલું બાળક આવ્યા પછી ભારતીએ બીજા બાળકની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, તેણે ઘણા ઇન્ટરવ્યૂ કે શોમાં દીકરી થવાની ખ્વાહિશ સામે રાખી હતી. પોતાના વ્લોગમાં કોમેડિયને એકવાર કહ્યું હતું કે- તે ઈચ્છે છે કે આ વખતે તેમને દીકરી થાય. ‘ગોલા’ પછી તેને ‘ગોલી’ મળે. તે પછી દીપિકા પાદુકોણની જેમ પોતાની દીકરીને લહેંગા પહેરાવશે.

ભારતીએ 2022માં પહેલા દીકરા ગોલાને જન્મ આપ્યો હતો.

ભારતીએ 2022માં પહેલા દીકરા ગોલાને જન્મ આપ્યો હતો.

ઓક્ટોબરમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી

ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાએ 6 ઓક્ટોબરે બીજી વખત માતા-પિતા બનવાની જાહેરાત કરી હતી. કપલે ફેમિલી ટ્રિપમાંથી તસવીર શેર કરીને લખ્યું હતું કે અમે ફરીથી પ્રેગ્નન્ટ છીએ.

ભારતી અને હર્ષે ઓક્ટોબર મહિનામાં બીજી પ્રેન્ગેન્સીની જાહેરાત કરી હતી.

ભારતી અને હર્ષે ઓક્ટોબર મહિનામાં બીજી પ્રેન્ગેન્સીની જાહેરાત કરી હતી.