Bhavnagar News: ભાજપના કોર્પોરેટર સેજલબેન ગોહિલે પક્ષનો ત્યાગ કરી કોંગ્રેસનો ખેસ પહેર્યો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. ચૂંટણીમાં મુરતિયાઓની પસંદગી માટે રાજકીય પક્ષો દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ છે. ત્યારે ભાજપ દ્વારા પણ રાજ્યમાં ઉમેદવારો પસંદ કરવા માટે નિરીક્ષકોની નિમણૂક કરાઈ હતી. આ નિરીક્ષકો દ્વારા ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી. હવે સેન્સ પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. જેથી કોઈપણ સમયે ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે. ત્યારે ભાવનગરમાં ચૂંટણી પહેલા ભાજપને ઝટકો લાગ્યો છે. ભાજપના મહિલા કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાઈ ગયાં છે.
ભાવનગરમાં ચૂંટણી પહેલા ભાજપને ઝટકો
ભાવનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં ભંગાણ થયું છે. અત્યાર સુધી વિપક્ષના કોર્પોરેટરો અને ધારાસભ્યો સહિતના નેતાઓ ભાજપમાં જોડાઈ જતાં હતાં. ત્યારે હવે ભાવનગરમાં ઉલ્ટી ગંગા જેવો કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરમાં ભાજપની ટિકિટ પર જીતીને પાંચ વર્ષ સુધી નગરસેવિકા રહેલા સેજલબેન ગોહેલ કોંગ્રેસમાં જોડાઈ ગયાં છે. તેમણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે કાર્યવાહી નહીં થતાં નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસમાં જોડાતા પહેલા તેમણે ભાજપ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

