Blinkit at Mumbai Airport: World’s First In-Terminal Delivery Starts | Gujarat News
ઘણીવાર એવું બને છે કે એરપોર્ટ પહોંચ્યા પછી યાદ આવે કે મોબાઈલનું ચાર્જર ઘરે રહી ગયું છે અથવા લાંબી ફ્લાઈટ માટે કોઈ પુસ્તક લેવાનું ભૂલાઈ ગયું છે. અત્યાર સુધી આ ભૂલનો પસ્તાવો કરવો પડતો હતો, પરંતુ હવે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) પર મુસાફરોને આવી ચિંતાઓમાંથી મુક્તિ મળી છે. ક્વિક કોમર્સ પ્લેટફોર્મ બ્લિંકિટે ટર્મિનલ-2 (ડોમેસ્ટિક ડિપાર્ચર્સ) પર પોતાની વિશેષ ઇન-ટર્મિનલ ડિલિવરી સેવા શરૂ કરી છે.
દુનિયામાં પ્રથમવાર આવી સુવિધા
બ્લિંકિટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે , મુંબઈ એરપોર્ટ વિશ્વનું પ્રથમ એરપોર્ટ બન્યું છે જ્યાં આવી ‘ઝડપી ઇન-ટર્મિનલ ડિલિવરી’ સુવિધા ઉપલબ્ધ છે. અદાણી એરપોર્ટ્સ સાથેની વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ શરૂ કરાયેલી આ સેવામાં એરપોર્ટની અંદર જ એક સમર્પિત ‘વોકર ટીમ’ તૈનાત કરવામાં આવી છે, જે ઓર્ડર મળતાની સાથે જ મુસાફર જે-તે ગેટ પર હોય ત્યાં સુધી સામાન પહોંચાડે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

