Botad News: ગત ટર્મના બે મંત્રી સિવાય ભાજપે જિલ્લામાં આખી નવી ટીમ જાહેર કરી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપે વધુ ત્રણ જિલ્લા સંગઠનમાં હોદ્દેદારોના નામ જાહેર કર્યા છે. જેમા સુરત, ડાંગ અને વલસાડમાં હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે. આ સંગઠનમાં કૂલ 21 સભ્યોની મુખ્ય બોડી જાહેર કરાઈ છે. જેમાં આઠ ઉપાધ્યક્ષ અને આઠ મંત્રી સહિત ત્રણ મહામંત્રીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લા અને શહેરમાં ટૂંક સમયમાં હોદ્દેદારોની નિમણૂંક થાય તેવી શક્યતાઓ છે. ભાજપે સુરત જિલ્લાના સંગઠનમાં હોદ્દેદારોની નિમણૂક કરતા મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે.
બોટાદ જિલ્લામાં ભાજપની નવી ટીમ જાહેર
ભાજપે બોટાદ જિલ્લામાં પણ સંગઠનના હોદ્દેદારોની નિમણૂંક કરી છે. બોટાદ જિલ્લાની નવી ટીમમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી સહિત 21 હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં અલ્પાબા ચુડાસમા, પ્રબાત રાઠોડ સહિત આઠ લોકોને ઉપપ્રમુખ બનાવાયા છે. દીપક સાબવા, વનરાજસિંહ ડાભી અને વિજ. ધલવાણીયાની મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. યુવા, મહિલા, અનુસૂચિત જાતિ મોરચાના હોદ્દેદાર નિમાયા છે. ઉપપ્રમુખ અલ્પાબા ચુડાસમાને રીપિટ કરવામાં આવ્યા છે. ગત ટર્મના બે મંત્રી સિવાય આખી ટીમ નવી જાહેર કરાઈ છે.
સુરતમાં ગત ટર્મના તમામ મહામંત્રીની બાદબાકી
સુરત જિલ્લા ભાજપ સંગઠનમાં મહામંત્રી માટે ગત ટર્મના તમામ મહામંત્રીની બાદબાકી કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલની નજીકના ગણાતા જીગર નાયકનું પત્તુ કપાયું છે. જ્યારે જિલ્લા સંગઠનના મહામંત્રી પદે જગદીશ પારેખની વરણી કરાઈ છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતના સભ્ય રોહિત પટેલ અને અંકુર દેસાઈની પણ વરણી કરવામાં આવી છે. ઉપ પ્રમુખ પદે ભાવેશ પટેલ સહિત આઠ સભ્યોની વરણી કરવામાં આવી છે. જિલ્લા ભાજપ સંગઠનમાં આઠ ઉપપ્રમુખ, ત્રણ મહામંત્રી અને આઠ મંત્રીઓની નિમણૂક કરવામાં આવતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

