Breast Cancer : શું તમે આખી રાત જાગો છો? સાવધાન, જાણો સ્તન કેન્સરના થવાના કારણો
ભારતમાં સ્ત્રીઓમાં સ્તન કેન્સરના કેસ દર વર્ષે આશરે 6 ટકાના દરે વધી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે. આજકાલ વયસ્ક નહીં 35 થી 50 વર્ષની વયની સ્ત્રીઓમાં સ્તન કેન્સર વધુ જોવા મળે છે. આનું કારણ મોડા લગ્ન અને માતૃત્વ, ભાગ્યે જ સ્તનપાન, બેઠાડુ જીવનશૈલી અને તણાવ હોઈ શકે છે. તાજેતરના એક અભ્યાસ મુજબ, ઓછી ઊંઘ, ક્રોનિક તણાવ અને વધતી સ્થૂળતા પણ સ્તન કેન્સર મુખ્ય કારણો હોવાનું સામે આવ્યું છે. એટલે જ નાની ઉંમરની સ્ત્રીઓ પણ સ્તન કેન્સરથી પ્રભાવિત થઈ રહી છે.
મહિલાઓમાં કેન્સર થવાનું આ છે કારણ
એક અભ્યાસ મુજબ, સ્તન કેન્સરના વધતા જતા બનાવોમાં જીવનશૈલીમાં પરિવર્તન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. નિષ્ણાતો કહે છે કે ફક્ત મેમોગ્રાફી પર આધાર રાખવાને બદલે, જોખમ-આધારિત સ્ક્રીનીંગ અને જાગૃતિ હવે જરૂરી છે. સંશોધનમાં સામે આવ્યું છે કે ઓછી ઊંઘ તેમજ ઊંઘની પેટર્ન શરીરની જૈવિક ઘડિયાળને વિક્ષેપિત કરે છે, જે મેલાટોનિન, એસ્ટ્રોજન સંતુલન, રોગપ્રતિકારક શક્તિ અને ડીએનએ રિપેરને અસર કરે છે, જે કેન્સરનું જોખમ વધારી શકે છે. અગાઉ ઓછી ઊંઘને કેન્સર માટે મહત્વનું જોખમી પરિબળ માનવામાં નહોતું માનવામાં આવતું પરંતુ હાલના મહિલાઓને થતા કેન્સરના અભ્યાસ અને સંસોધન બાદ વિક્ષેપિત એક જોખમ પરિબળ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે.
ઊંઘનો અભાવ પણ કેન્સર થવાનું મુખ્ય કારણ
ડોક્ટરનું માનવું છે કે ઊંઘનો અભાવ, તણાવ અને મેટાબોલિક ડિસઓર્ડરને કારણે સ્તન કેન્સર વિકસાવી રહી છે. ઊંઘ ઓછી થતા સ્થૂળતા વધે છે. ઓછી ઊંઘના કારણે પેટની આસપાસ ચરબી જમા થાય છે. આ ચરબી વધુ ખતરનાક માનવામાં આવે છે. વધારાની આ ચરબી શરીરમાં બળતરા પરિબળો ઉત્પન્ન કરે છે, ઇન્સ્યુલિન પ્રતિકાર વધારે છે અને એસ્ટ્રોજનનું સ્તર વધારે છે. મેનોપોઝ પછી, આ ચરબી એસ્ટ્રોજનનો મુખ્ય સ્ત્રોત બની જાય છે, જે સ્તન કેન્સરનું જોખમ વધારી શકે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

