Cervical Cancer બીમારી બની રહી છે મહિલાઓ માટે જીવલેણ, જાણો સર્વાઇકલ કેન્સર કારણો અને લક્ષણો

Last Updated: January 21, 2026By

ભારતીય મહિલાઓના સ્વાસ્થ્યને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. એક સંશોધનમાં સામે આવ્યું કે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર, લીવર સંબંધિત સમસ્યા અને ગર્ભાશય સંબંધિત સમસ્યા વધી છે. આ ઉપરાંત દેશમાં દર આઠ મિનિટે એક મહિલા સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ પામતી હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. નિષ્ણાતો કહે છે કે જો સમયસર ઓળખ થાય તો આ કેન્સરને અટકાવી શકાય છે. જાણો સર્વાઇકલ કેન્સરના લક્ષણો અને કારણો.

સર્વાઇકલ કેન્સર થવાનું કારણ

સર્વાઇકલ કેન્સરના લગભગ 99% કેસ માટે હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) જવાબદાર હોય છે. આ વાયરસ મુખ્યત્વે જાતીય સંપર્ક દ્વારા ફેલાય છે. જો તે શરીરમાં લાંબા સમય સુધી રહે તો, સર્વાઇકલ કેનાલના કોષોને નુકસાન પહોંચાડે છે, જેના કારણે કેન્સરનો વિકાસ થાય છે. જે મહિલાઓમાં ઇમ્યુનિટી ઓછી હોય તેમનું શરીર HPV વાયરસ સામે લડી ના શકવાના કારણે કેન્સરનું જોખમ વધે છે. મોટાભાગના કિસ્સાઓમાં દર્દીઓમાં સર્વાઇકલ કેન્સરના પ્રારંભિક લક્ષણો દેખાતા નથી. તેથી સ્ત્રીઓ સમયસર તબીબી સહાય મેળવી શકતી નથી. 

સર્વાઇકલ કેન્સરના લક્ષણો

સર્વાઇકલ કેન્સરના લક્ષણોમાં અસામાન્ય આંતરિક યોનિમાર્ગ રક્તસ્રાવ, સંભોગ કર્યા પછી રક્તસ્રાવ થવો, બે માસિક (પિરિયડ્સ) વચ્ચેના સમયગાળામાં લોહી પડવું. તેમજ સતત પેટ અથવા પીઠનો દુખાવો, દુર્ગંધયુક્ત સ્રાવ, થાક અને નબળાઇનો સમાવેશ થાય છે. માસિક આવવાનું બંધ થઈ ગયા પછી પણ જો રક્તસ્રાવ થવો અથવા લાંબો સમય કે વધુ પ્રમાણમાં માસિક આવવું એ આ બીમારીનું મુખ્ય લક્ષણ છે. જો તમારા શરીરમાં આમાંના કોઈપણ લક્ષણો લાંબા સમય દેખાય તો તાત્કાલિક પરીક્ષણ કરાવવું મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો : Winter Tips : શિયાળાની ઠંડીમાં બીમારીઓથી બચવા માટે વરદાન છે આ રસદાર ફળો, આજે જ જાણો ફાયદા