China Turns CO2 into Jet Fuel: Scientists’ New ‘Masterplan’ for Energy | Gujarat News
વૈશ્વિક સ્તરે જ્યારે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને છે અને પર્યાવરણીય પ્રદૂષણ એક ગંભીર પડકાર બની રહ્યું છે, ત્યારે ચીની વૈજ્ઞાનિકોએ એક એવી શોધ કરી છે જે ભવિષ્યની ઉર્જા જરૂરિયાતોને બદલી શકે છે. ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સના સંશોધકોએ વાતાવરણમાં રહેલા ઝેરી કાર્બન ડાયોક્સાઈડ (CO2) ને સીધા જ ‘જેટ ફ્યુઅલ’ એટલે કે વિમાનના બળતણમાં રૂપાંતરિત કરવાની પદ્ધતિ વિકસાવી છે. આ શોધ માત્ર પ્રદૂષણ ઘટાડવામાં જ નહીં, પરંતુ વિમાનો માટે સસ્તું અને સ્વચ્છ ઈંધણ પૂરું પાડવામાં પણ સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે.
કેવી રીતે થાય છે આ રૂપાંતર?
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, આ પ્રક્રિયા દહન (Combustion) ની પ્રક્રિયા કરતા બિલકુલ વિરુદ્ધ રીતે કામ કરે છે. સામાન્ય રીતે બળતણ સળગવાથી કાર્બન ડાયોક્સાઈડ ઉત્પન્ન થાય છે, પરંતુ અહીં કચરો ગણાતા ગેસને પાણી સાથે ભેળવીને ઉર્જાથી ભરપૂર પ્રવાહી બળતણમાં ફેરવવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ આ માટે લોખંડ (Iron) આધારિત એક ખાસ ઉત્પ્રેરક (Catalyst) તૈયાર કર્યો છે, જેમાં પોટેશિયમ અને એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેકનોલોજી લાંબી કાર્બન સાંકળો બનાવવામાં સફળ રહી છે, જે જેટ ઈંધણ માટે અનિવાર્ય છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

