Diabetes Symptoms : સાવધાન! ત્વચા પર દેખાતા આ ફેરફારો હોઈ શકે છે ડાયાબિટીસના સંકેત, ભૂલથી પણ ના કરો અવગણના
આજના સમયમાં ડાયાબિટીસ એક ગંભીર સ્વાસ્થ્ય પડકાર બની રહ્યો છે. આ બીમારી ફકત વયસ્કો પૂરતી મર્યાદિત નથી, પણ યુવાનોમાં પણ ચિંતાજનક રીતે તેનું પ્રમાણ વધી રહ્યું છે. ડાયાબિટીસ સીધી રીતે બ્લડ શુગર સાથે જોડાયેલ છે, પરંતુ તેની અસર માત્ર લોહી સુધી મર્યાદિત નથી; તે આપણા શરીરના સૌથી મોટા અંગ એટલે કે ત્વચા પર પણ ગંભીર અસરો કરે છે. ત્વયા પર વારંવાર કેટલાક લક્ષણો દેખાય તો તે ડાયાબિટીસ બીમારીનો સંકેત હોઈ શકે છે. જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ.
ત્વચા પરના આ લક્ષણો ડાયાબિટીસના સંકેત
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર ડાયાબિટીસ બીમારીમાં ત્વચા પર આ લક્ષણો દેખાય છે. ત્વચામાં શુષ્કતા, વારંવાર ખંજવાળ કે બળતરાનો અનુભવ થવો એ બીમારીનો સંકેત છે. શરીરમાં ભેજની અછતને કારણે ત્વચા અત્યંત ડ્રાય થઈ જાય છે. આ ઉપરાંત ગરદન, બગલ અથવા જાંઘની આસપાસની ત્વચા કાળી અને જાડી થવા લાગે છે. નાનામાં નાનો કાપ કે ઘા રુઝાતા સામાન્ય કરતા વધુ સમય લાગે તો તે હાઈ શુગરનો સંકેત છે. વારંવાર ફંગલ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય છે અને ઉપચાર બાદ પણ જલદી દૂર થતા નથી. દર્દીઓમાં વારંવાર ત્વચા પર જો લક્ષણો જોવા મળે તો કયારે પણ તેને નજર અંદાજ ના કરો.
લક્ષણો દેખાય બાદ શું કરવું?
કોઈપણ બીમારીમાં જલદી નિદાન એ તેની મુખ્ય સારવાર છે. જયારે તમને ત્વચામાં આ પ્રકારના ફેરફાર જણાય, તો ગભરાવાને બદલે આટલું કરો. તેમજ એક જાગૃત નાગરિક તરીકે તમે બ્લડ શુગરનું પરીક્ષણ કરાવી સાચી સ્થિતિ જાણી શકો છો. આ લક્ષણો ત્વચામાં દેખાવા લાગે ત્યારે સંતુલિત આહાર લો અને નિયમિત કસરત કરો. ત્વચાને સ્વચ્છ અને મોઇશ્ચરાઇઝ્ડ રાખો. વધુ પડતા કેમિકલવાળા સાબુ કે લોશન વાપરવાનું ટાળો. કોઈ પણ ચેપ કે ઘાને નાનો સમજીને ઘરેલું નુસખાઓમાં સમય બગાડવાને બદલે તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

