Dilip Kumar 5th Death Anniversary; Saira Banu Shares Emotional Note Photos

Last Updated: July 7, 2026By

2 કલાક પેહલા

  • કૉપી લિંક

દિગ્ગજ એક્ટર દિલીપ કુમારની આજે પાંચમી પુણ્યતિથિ છે. આ પ્રસંગે તેમના પત્ની અને પીઢ એક્ટ્રેસ સાયરા બાનુએ સોશિયલ મીડિયા પર એક ભાવુક નોંધ શેર કરી છે. 81 વર્ષના સાયરા બાનુએ ઇન્સ્ટાગ્રામ પર દિલીપ કુમાર સાથે પોતાની ઘણી જૂની તસવીરો પોસ્ટ કરી છે.

તેમણે લખ્યું કે, દિલીપ સાહેબ ભલે તેમની નજરથી દૂર થઈ ગયા છે, પરંતુ તેઓ તેમના જીવનથી ક્યારેય દૂર થયા નથી. સાયરાએ દિલીપ કુમાર સાથે વિતાવેલા સમયને પોતાના જીવનનો સૌથી સુંદર અને સંપૂર્ણ ભાગ ગણાવ્યો.

સાયરા બાનુની પોસ્ટ.

સાયરા બાનુની પોસ્ટ.

યાદોને સૌથી વફાદાર સાથી ગણાવ્યા સાયરા બાનુએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘જીવનની સૌથી સુંદર વાત એ છે કે, તે ક્યારેય સંપૂર્ણપણે સમાપ્ત થતું નથી, પરંતુ યાદોમાં જીવંત રહે છે. સમયથી વિપરીત, યાદો સૌથી વફાદાર સાથી હોય છે. તેઓ આમંત્રણ વિના પાછા ફરે છે અને દરેક સ્મિત, દરેક નજર અને દરેક શબ્દને એવી રીતે પાછા લાવે છે જાણે કંઈપણ ખોવાયું ન હોય. કોઈને યાદ રાખવું એ વાતનો સૌથી મોટો પુરાવો છે કે, તેઓ ક્યારેય ભૂલાયા નથી.’

સાયરા બાનુએ દિલીપ કુમાર સાથેના ફોટો શેર કર્યા.

સાયરા બાનુએ દિલીપ કુમાર સાથેના ફોટો શેર કર્યા.

‘દિલીપ સાહેબ યાદોનો ખજાનો આપી ગયા’ સાયરા બાનુએ દિલીપ કુમારને યાદ કરતા લખ્યું કે, ‘મને લાગે છે કે સાહેબે આ દુનિયા છોડતા પહેલા મને એક મોટો ખજાનો આપ્યો છે. આ ખજાનો તેમની યાદોનો છે, જે એટલો સમૃદ્ધ છે કે, હું મારી બાકીની જિંદગી આ યાદોની વચ્ચે રહીને વિતાવી દઈશ.’

તેમણે આગળ લખ્યું કે, ‘7 જુલાઈ 2021ના ​​રોજ દિલીપ કુમાર માત્ર મને જ નહીં, પરંતુ આખી દુનિયાને છોડીને ચાલ્યા ગયા હતા, જે તેમને પ્રેમ કરતી હતી. તેમના જવાથી પરિવાર, મિત્રો અને સિનેમા જગતમાં એક એવી ખાલીપો આવી ગયો, જેને શબ્દોમાં વર્ણવી શકાય નહીં.’

સાયરા બાનુ અને દિલીપ કુમારે 1966માં લગ્ન કર્યા હતા.

સાયરા બાનુ અને દિલીપ કુમારે 1966માં લગ્ન કર્યા હતા.

નજરથી દૂર થયા, જિંદગીથી નહીં સાયરા બાનુએ દિલીપ કુમાર સાથેના તેમના સંબંધો વિશે વાત કરતા લખ્યું કે, ‘તેઓ દુનિયા માટે એક મોટા સ્ટાર હતા, પણ મારા માટે તેઓ મારી જિંદગીનો સહારો અને મારી શાંત શક્તિ હતા. અમારી જિંદગી ફક્ત સાથે રહેવા પૂરતી મર્યાદિત નહોતી, પણ તે સંપૂર્ણપણે સફળ હતી. સાહેબના ગયાને પાંચ વર્ષ વીતી ગયા છે, પણ તેઓ મારી જિંદગીથી ક્યારેય દૂર થયા નથી. આવો ઊંડો પ્રેમ સમય સામે ઝૂકતો નથી. તેઓ દરરોજ મારી યાદોમાં રહે છે.’

દિલીપ કુમાર સાયરા બાનુથી 22 વર્ષ મોટા હતા.

દિલીપ કુમાર સાયરા બાનુથી 22 વર્ષ મોટા હતા.

12-13 વર્ષની ઉંમરે જ દિલીપ કુમારને દિલ દઈ બેઠા હતા સાયરા આ પહેલા દિવ્ય ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યુમાં સાયરા બાનુએ કહ્યું હતું કે, ‘હું 12-13 વર્ષની હતી, ત્યારે તેમને પહેલીવાર જોયા હતા. પહેલીવાર જોતા જ મેં મારી માતાને કહ્યું કે, જ્યારે હું મોટી થઈશ, ત્યારે આ જ વ્યક્તિ સાથે લગ્ન કરીશ.’

‘જ્યારે તેઓ સફેદ કુર્તા-પાયજામામાં હાથ જોડીને નીકળતા હતા, ત્યારે એવું લાગતું હતું કે માણસ નહીં પણ ફરિશ્તો આવી રહ્યો છે. હું ખૂબ નસીબદાર છું કે, હું તેમની સાથે લગ્ન કરી શકી, નહીં તો તે સમયે દેશમાં ઘણી સુંદર છોકરીઓ હતી, જે તેમના માટે મરી-ફીટવા તૈયાર હતી.’

સાયરા બાનુ અને દિલીપ કુમારના લગ્નનો ફોટો.

સાયરા બાનુ અને દિલીપ કુમારના લગ્નનો ફોટો.

બંનેની જોડીને એક મિસાલ માનવામાં આવે છે દિલીપ કુમાર અને સાયરા બાનુની જોડીને બોલિવૂડની સૌથી મજબૂત જોડીઓમાંથી એક માનવામાં આવે છે. બંનેએ વર્ષ 1966માં લગ્ન કર્યા હતા અને દિલીપ કુમારના અંતિમ સમય સુધી સાયરા હંમેશા તેમની સાથે રહ્યા. દિલીપ કુમાર બીમાર હતા ત્યારે પણ સાયરાએ તેમનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું હતું.

જ્યારે દિલીપ કુમાર જીવિત હતા, ત્યારે આમિર ખાન અને શાહરૂખ ખાન જેવા બોલિવૂડના મોટા સ્ટાર્સ અવારનવાર તેમના ઘરે તેમને મળવા આવતા હતા. લાંબી બીમારી બાદ 7 જુલાઈ 2021ના રોજ 98 વર્ષની ઉંમરે દિલીપ કુમારનું નિધન થયું હતું.

Leave A Comment