Donald Trumpનું ગયા વર્ષમાં આપેલું નિવેદન ફરીથી સોશિયલ મીડિયામાં વાયરલ, વિદેશ મંત્રાલયે શું આપી પ્રતિક્રિયા?

Last Updated: February 12, 2026By

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે વિડિઓ પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

પીએમ મોદીના રાજકીય કારકિર્દી અંગે નિવેદન

ભારતના વિદેશ મંત્રાલયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિવાદાસ્પદ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. આ અગાઉનું નિવેદન પીએમ મોદીના રાજકીય કારકિર્દી અંગે આપવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ટ્રમ્પે ગયા વર્ષે ઓક્ટોબરમાં આ વિચિત્ર ટિપ્પણી કરી હતી. આ એવા સમયે હતું જ્યારે ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદીને લઈને અમેરિકા-ભારતના સંબંધો તણાવપૂર્ણ હતા.

અમે યોગ્ય કાર્યવાહી કરીશુઃ વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં પ્રવક્તા રણધીર જયસ્વાલને ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું હતુ. સ્પષ્ટ ટિપ્પણીઓ માટે જાણીતા અમેરિકન રાષ્ટ્રપતિએ 15 ઓક્ટોબર 2025ના રોજ આ નિવેદન આપ્યું હતું. જોકે, આ વીડિયો સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થઈ રહ્યો છે. તેમણે પીએમ મોદીની પણ પ્રશંસા કરી હતી, અને ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારતે અમેરિકાને ખાતરી આપી હતી કે તે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે.

સોશિયલ મીડિયામાં ચર્ચા થઇ તેજ

ભારતે હંમેશા કહ્યું છે કે તેના 1.4 અબજ ભારતીયોની ઉર્જા સુરક્ષા તેના માટે મહત્વપૂર્ણ છે અને તે તેને ધ્યાનમાં રાખીને કામ કરશે. વ્હાઇટ હાઉસમાં બોલતા, ટ્રમ્પે પીએમ મોદીની પ્રશંસા કરી, તેમને “મહાન માણસ” અને સમયની કસોટી પામેલા નેતા ગણાવ્યા હતા. પછી અમેરિકન રાષ્ટ્રપતિ એક સેકન્ડ માટે થોભ્યા અને વિચાર્યું. ટ્રમ્પે તરત જ આગ્રહ કર્યો કે “પ્રેમ” શબ્દને બીજી કોઈ રીતે ન લેવો જોઈએ, કારણ કે તેઓ પીએમ મોદીની રાજકીય કારકિર્દી બગાડવા માંગતા ન હતા.

આ પણ વાંચોઃ Lifestyle: દૂધના બેક્ટેરિયા કેટલા ખતરનાક, તેને કેવી રીતે કરશો દૂર?