ECLGS Extended 1 Year; Airlines ₹1500 Cr Loan, MSMEs ₹100 Cr

Last Updated: May 5, 2026By

નવી દિલ્હી2 કલાક પેહલા

  • કૉપી લિંક

કેન્દ્રીય કેબિનેટે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS) 5.0 ને મંજૂરી આપી દીધી છે. આના દ્વારા નાના ઉદ્યોગો (MSMEs) ₹100 કરોડ સુધી અને એરલાઇન કંપનીઓ ₹1500 કરોડ સુધીની લોન લઈ શકશે.

આ લોન કોઈ પણ ગેરંટી વગર મળશે. આ માટે સરકાર નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ (NCGTC) આ સ્કીમ હેઠળ બેંકો અને નાણાકીય સંસ્થાઓને 100% સુધીનું ક્રેડિટ ગેરંટી કવર આપશે.

કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે મંગળવારે મીટિંગ પછી જણાવ્યું કે આ નિર્ણય અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આવેલા નાણાકીય સંકટનો સામનો કરવા માટે લેવામાં આવ્યો છે. આનાથી કંપનીઓને બિઝનેસ ચાલુ રાખવામાં, નોકરીઓ બચાવવામાં અને સપ્લાય ચેઇનને મજબૂત બનાવવામાં મદદ મળશે.

જેટ ફ્યુઅલ મોંઘું થવાને કારણે ઓપરેશન કોસ્ટ 20% સુધી વધી જવાથી ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ (FIA) એ સરકારને પત્ર લખીને રાહતની માગ કરી હતી.

જેટ ફ્યુઅલ મોંઘું થવાને કારણે ઓપરેશન કોસ્ટ 20% સુધી વધી જવાથી ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ (FIA) એ સરકારને પત્ર લખીને રાહતની માગ કરી હતી.

કેન્દ્ર 2.55 લાખ કરોડ રૂપિયાની લોનનું વિતરણ કરશે

સરકાર સ્કીમ હેઠળ કુલ 2.55 લાખ કરોડ રૂપિયા આપશે, જેમાં એરલાઇન્સ માટે 5,000 કરોડ રૂપિયાની લોન રિઝર્વ રહેશે. જોકે, લોનની મર્યાદા અલગ-અલગ નક્કી કરવામાં આવી છે.

MSME અને અન્ય બિઝનેસ: ચોથા ક્વાર્ટર (નાણાકીય વર્ષ 2026) દરમિયાન ઉપયોગમાં લેવાયેલી વર્કિંગ કેપિટલ (બિઝનેસ ચલાવવાનો ખર્ચ) ના મહત્તમ 20% વધારાની લોન લઈ શકશે. જોકે, તેઓ મહત્તમ 100 કરોડ રૂપિયા સુધીની લોન લઈ શકશે.

એરલાઇન સેક્ટર માટે આ મર્યાદા 100% સુધી રાખવામાં આવી છે, જ્યાં એક કંપની મહત્તમ 1,500 કરોડ રૂપિયા સુધીની લોન લઈ શકશે.

હપ્તો ચૂકવવા માટે વધુ સમય મળશે

લોન ચૂકવવાની અવધિમાં પણ રાહત મળશે:

  • MSME અને અન્ય વ્યવસાયો માટે લોનની અવધિ 5 વર્ષની રહેશે, જેમાં પહેલા 1 વર્ષ સુધી મોરેટોરિયમ (ફક્ત વ્યાજ ભરવાની) સુવિધા મળશે.
  • એરલાઇન સેક્ટર માટે અવધિ 7 વર્ષની રાખવામાં આવી છે, જેમાં 2 વર્ષનું મોરેટોરિયમ શામેલ છે.

MSME ને લોન પર 100% ગેરંટી કવર

શ્રેણી ગેરંટી કવર લોન અવધિ મોરેટોરિયમ
MSMEs 100% 5 વર્ષ 1 વર્ષ
એરલાઇન્સ 90-100% 7 વર્ષ 2 વર્ષ
બિન-MSMEs 90% 5 વર્ષ 1 વર્ષ

સરકાર 100% જોખમ ઉઠાવશે, કોઈ ફી ચૂકવવી પડશે નહીં

ECLGS 5.0 ની વિશેષતા તેનું ગેરંટી કવર છે. MSMEs માટે સરકાર 100% ગેરંટી આપશે, જ્યારે બિન-MSMEs અને એરલાઇન સેક્ટર માટે 90% ગેરંટી કવર મળશે. આનો અર્થ એ છે કે જો કોઈ કંપની ડિફોલ્ટ થાય છે, તો નુકસાનની ભરપાઈ સરકાર કરશે. ખાસ વાત એ છે કે આ ગેરંટી માટે બેંકો કે ગ્રાહકોને કોઈ ફી ચૂકવવી પડશે નહીં.

કોને મળશે ફાયદો

આ યોજનાનો લાભ ફક્ત તે MSMEs, નોન-MSMEs અને પેસેન્જર એરલાઇન્સને મળશે, જેમના ખાતા 31 માર્ચ 2026 સુધી ‘સ્ટાન્ડર્ડ’ (એટલે કે જેઓ સમયસર હપ્તા ચૂકવી રહ્યા છે) કેટેગરીમાં છે. આ યોજના 31 માર્ચ 2027 સુધી મંજૂર થનારી તમામ લોન પર લાગુ પડશે.

બે સેમિકન્ડક્ટર પ્લાન્ટને પણ મંજૂરી

કેબિનેટે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ વધુ બે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દીધી છે. આમાં દેશની પ્રથમ કોમર્શિયલ મિની/માઇક્રો-LED ડિસ્પ્લે યુનિટનો સમાવેશ થાય છે, જે GaN (ગેલિયમ નાઇટ્રાઇડ) ટેકનોલોજી પર આધારિત હશે. આ સાથે એક સેમિકન્ડક્ટર પેકેજિંગ પ્લાન્ટને પણ લીલી ઝંડી મળી છે.

મંજૂરી મળ્યા બાદ આ બંને સેમિકન્ડક્ટર પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપિત કરવામાં આવશે. તેના પર આશરે 3,936 કરોડ રૂપિયાનું કુલ રોકાણ થશે. આ પ્રોજેક્ટ્સથી આશરે 2,230 કુશળ પ્રોફેશનલ્સને રોજગાર મળવાની અપેક્ષા છે.

‘મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી’ને મંજૂરી

કેબિનેટે ‘મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી’ને મંજૂરી આપી દીધી છે. 2026-27 થી 2030-31 સુધી ચાલનારા આ મિશન માટે સરકાર 5659.22 કરોડ રૂપિયા ખર્ચ કરશે. તેનો હેતુ દેશના કોટન (કપાસ) સેક્ટરમાં આવી રહેલી અડચણો, ઘટતી ઉપજ અને ગુણવત્તા સંબંધિત સમસ્યાઓને દૂર કરવાનો છે.