Editor’s View: ટ્રમ્પનો નવો ટાર્ગેટ મલક્કા:હોર્મુઝ પછી નવા રૂટ પર ટ્રિગર દબાવ્યું, ચીનની લાઇફલાઇન ખતમ કરવા મરણિયા, ભારત જ નહીં દુનિયા ભીંસમાં આવી શકે
દુનિયાના કોઈ પણ ખૂણે જતા રહો તમને બે વસ્તુ તો મળી જ જશે એક તો ગુજરાતી માણસ અને બીજું છે ચીની માલ. પણ જો એમ કહીએ કે આ ચીની માલ હવે ગાયબ જ થઈ જશે તો? જી હાં! ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે હોર્મુઝમાં તો ડબલ ઘેરાબંધી છે જ પણ અમેરિકાનો પ્લાન છે મલક્કા જલડમરું પણ બંધ કરવાનો. જો આ 2-3 કિલોમીટરની સાંકળી પટ્ટી બંધ થાય તો 90 દિવસમાં ચીનની મોટા ભાગની ફેક્ટરી બંધ થઈ શકે અને ભારતને પણ જોરદાર ફટકો પડી શકે. અમેરિકાએ કેમ આની પ્લાનિંગ કરી તેની તો વાત કરીશું પણ સાથે એ પણ જાણીશું કે ડ્રેગન ધીમેધીમે કેવી રીતે ઈરાનને મદદ કરી રહ્યું છે. આજે વાત કરીએ મહાયુદ્ધના ફાઈનલ રિહર્સલની… નમસ્કાર… ઈઝરાયલ-ઈરાન યુદ્ધની જ્વાળા મિડલ ઈસ્ટના રણને જ નથી દઝાવી રહી પણ હોર્મુઝથી હિંદ મહાસાગર સુધી પણ પહોંચી ગઈ છે. વાત જાણે એમ છે કે 13 એપ્રિલે વોશિંગ્ટનમાં અમેરિકાના સેક્રેટરી ઓફ ડિફેન્સ પીટ હેગસેથ અને ઈન્ડોનેશિયાના રક્ષામંત્રી સેજફ્રી સેજમસુદ્દીન વચ્ચે MDCP નામની એક ડિલ થઈ. આ ડિલની 3 મોટી સમજવા જેવી છે.. બીટવીન ધ લાઈન અમેરિકા ઈન્ડોનેશિયાને પોતાના જાળામાં એવી રીતે બાંધી રહ્યું છે કે યુદ્ધ ટાણે ઇન્ડોનેશિયાના ટાપુઓનો ઉપયોગ ચીની સપ્લાય લાઇનને બ્લોક કરવા માટે થઈ શકે. આ કેવી રીતે થશે? તો ઈન્ડોનેશિયા અને મલેશિયા વચ્ચે હોર્મુઝ જેવો એક સાંકળો દરિયાઈ રસ્તો આવેલો છે. જેનું નામ છે મલક્કા જલડમરું અથવા ફિલિપ ચેનલ. હોર્મુઝ બાદ મલક્કા પર અમેરિકાની નજર બગડી ભારત અને ચીન મોટા દેશો છે જેનો માલ પણ આ જળમાર્ગથી જ નીકળે છે. માટે આપણે આ બંને દેશોની પહેલા વાત કરીએ અને સમજીએ કે ભારત અને ચીનને શું નુકસાન થઈ શકે જો અમેરિકા મલક્કા જલડમરું બ્લોક કરી દે. ચીન તેની જરૂરિયાતનું 80 ટકા ક્રુડ ઓઈલ મગાવે છે તે મલક્કા સ્ટ્રેટની સાંકળી પટ્ટીમાંથી જ નીકળે છે. 2008માં અહીંથી 94 હજાર જહાજ નીકળતા હતા તો વિચારો અત્યારે કેટલા જહાજો નીકળતા હશે. બીજી મોટી વાત એ છે કે ચીન જેટલી પણ વસ્તુઓ મગાવે છે કે મોકલાવે છે તેમાંથી 60 ટકા જેટલી વસ્તુઓ અહીંથી જ નીકળે છે. જો અમેરિકા આ સ્ટ્રેટ પર કબજો જમાવી લે તો એક રિપોર્ટ મુજબ 90 દિવસમાં ચીનની મોટા ભાગની ફેક્ટરી બંધ થઈ જાય. 2003માં પહેલીવાર ચીનના પૂર્વ રાષ્ટ્રપતિ હુ જિન્તાઓએ આ સ્ટ્રેટ માટે એક શબ્દ વાપર્યો હતો મલક્કા ડિલેમા. ચીનને બીક છે કે જો બંધ થઈ જાય તો તેમના હાલ પણ આફ્રિકન ગરીબ દેશો જેવા થઈ શકે છે. માટે જ તે અબજો ડોલર ખર્ચી રહ્યું છે જેથી મલક્કા વિસ્તારમાં તેમનો કબજો રહે. અમેરિકાએ આ જ નબળાઈ પર કુહાડો મારીને યુદ્ધ સમયે ડ્રેગનનું ગળું દબાવ્યું છે. કારણ કે અમેરિકાની ઈન્ટેલિજન્સ એજન્સીઓનું કહેવું છે કે યુદ્ધ સમયે ચીન ઈરાનને મદદ કરે છે. મલક્કાને બાયપાસ કરવા ચીનનો છપ્પરફાડ ખર્ચો મલક્કાને બાયપાસ કરવા માટે ડ્રેગન પાકિસ્તાનના ગ્વાદરથી ચીનના શિનજિયાંગ સુધી સીપેક પ્રોજેક્ટમાં ખર્ચો કરી રહ્યું છે. ક્યાઉકફ્યૂથી યુનાન સુધી મ્યાનમાર પાઈપલાઈન પાથરી રહ્યું છે. ક્રા કેનાલના ઓપ્શનમાં ડ્રેગન થાઈલેન્ડમાં લેન્ડ બ્રિજ બનાવી રહ્યું છે. આ બધુ એટલા માટે થઈ રહ્યું છે કે ચીનને મલક્કા સ્ટ્રેટનો ઓપ્શન મળી જાય. જેથી જો મલક્કા બંધ થઈ જાય તો પણ ચીનનો વાળ વાંકો ન થાય. પણ અહીં ચીનને પ્રોબ્લમ એ છે કે મોટા જહાજો અને ટેન્કર્સ માટે તો તેમને મલક્કામાંથી જ નીકળવા સિવાય કોઈ છૂટકો નથી. ચીનના ગળાનો ગાળિયો મલક્કા સામાન્ય રીતે આપણને એવું થાય કે કોઈ દરિયાનો રસ્તો બંધ કરવો હોય તો ઘણા બધા જહાજ જોઈએ. હાં સાચી વાત છે! પણ બ્લોકેજ ખાલી મિસાઈલ્સથી કે વોરશીપથી જ નથી થતાં, ડેટા અને ફાઈનાન્સથી પણ થાય છે. એક્સપર્ટ્સની ભાષામાં તેને સ્પ્રેડશીટ બ્લોકેડ કહેવાય છે. જો અમેરિકા સિંગાપોર જેવી ફાઈનાન્શિયલ હબ્સ, મલક્કાથી થતા ચીની જહાજોનો મેરિટાઈમ ઈન્શ્યોરન્સ પણ કેન્સલ કરાવી દે અથવા જહાજોના પ્રિમિયમમાં વધારો કરી દે તો કોઈ શિપિંગ કંપનીની તાકાત નથી કે મલક્કામાંથી નીકળી શકે. આપણે સૌ જાણીએ છીએ કે યુદ્ધના કારણે જહાજોના ઈન્શ્યોરન્સમાં મોટો વધારો થયો છે. આ ચીનની અર્થવ્યવસ્થાને લકવો લગાવી શકવા માટે કાફી છે. મલક્કા બંધ તો ભારતના ભૂંડા હાલ જ્યારે અમેરિકા અને ઈન્ડોનેશિયા મલક્કા સ્ટ્રેટમાં ઘેરાબંધીના અખતરા કરી રહ્યું છે ત્યારે ભારત માટે પણ આ ખતરો છે. કારણ કે એ મલક્કા સ્ટ્રેટ જ છે જે હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગરને જોડે છે. જો મલક્કા બંધ થાય તો પૂર્વીય દેશોમાં આપણો 50 ટકા સપ્લાય જહાજોથી જાય છે તેને પોલિયો થઈ જાય. જહાજોના ભાડાં વધે તો તે ખાલી ચીન માટે જ લાગુ નથી પડતા ભારતને પણ અસર કરે. આપણે પણ જહાજ ત્યાંથી કાઢવા માટે વધુ ટોલ-ઈન્શ્યોરન્સ ચૂકવવો પડે. આવું થાય તો આપણા દેશમાં લાઈટ, પેટ્રોલ, ડીઝલ, ગેસના બાટલા, કોલસો સહિત જીવન જરૂરી વસ્તુઓનો ભાવ વધી શકે. અને જો એવું થાય તો આપણી જીડીપીને મોટું નુકસાન પહોંચી શકે તેમ છે. ઈવી વાહનોને તો જોરદાર ફટકો પડી શકે. પણ એક ફાયદો પણ છે કારણ કે સિંગાપોરની જગ્યાએ જળમાર્ગ હિંદ મહાસાગરમાં પણ શિફ્ટ થઈ શકે જેના કારણે આપણી ઈન્કમમાં પણ વધારો થઈ શકે. અંદમાન-નિકોબાર સિંગાપોરના દબદબાને ફટકો આપણા અંદમાન અને નિકોબાર ટાપુઓની વાત કરીએ તો તે દરિયામાં આવેલા જમીનના ટૂકડા જ નથી, આપણા વાયુ સેનાના જહાજો રહી શકે તેવા જહાજોને લંગારવાની જગ્યા પણ છે. ગ્રેટ નિકોબાર પર INS બાઝ આપણું સાઉથનું મોટું નેવલ એર સ્ટેશન છે. અહીંથી મલક્કા ખાલી 150-200 કિલોમીટર જ દૂર છે. હાલ આપણે અહીં રનવે લાંબો કરવાનું કામ કરી રહ્યા છીએ જે ટૂંક સમયમાં પૂરું પણ થઈ શકે છે. તે થઈ જાય પછી આપણે આપણા જાસૂસી જહાજો પણ અહીં લંગારી શકીએ છીએ અને એરક્રાફ્ટ રાખી શકાય તેવા લડાકુ જહાજો પણ રાખી શકીએ છીએ. સાવ સાદી ભાષામાં કહીએ તો જો મલક્કામાંથી કોઈ ચીની જહાજની એન્ટ્રી થાય તો અંદમાનમાં બેઠા-બેઠા ભારતને ખબર પડી જશે. આપણું ગ્રેટ નિકોબાર ઈન્ડોનેશિયાના સબાંગથી 177 કિલોમીટર જ દૂર છે. અહીંનું ગલાથિયા બે સિંગાપોર અને કોલંબોના દરિયાઈ ડોમિનન્સને મોટો ફટકો છે. ચીની જાસૂસી જહાજો પકડાઈ જશે ફેબ્રુઆરી 2026માં જ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગ્રેટ નિકોબારના 90,000 કરોડના પ્રોજેક્ટને ફાઈનલ પરમિશન આપી છે, જે ચીન માટે સૌથી મોટો ફાળકો છે કારણ કે હવે ત્યાં મિલિટરી બેઝનું કામ યુદ્ધના ધોરણે ચાલશે. બીજી મહત્વની વાત એ છે કે આપણે ક્વાડ દેશોમાં એટલે કે અમેરિકા-જાપાન-ઓસ્ટ્રેલિયા સાથે દોસ્તીમાં છીએ. આ ઓર્ગેનાઈઝેશન હિંદ મહાસાગરમાં ઈન્ફોર્મેશન ફ્યુઝન સેન્ટરથી રિયલ ટાઈમ ડેટા શેરિંગ કરી રહ્યું છે. અમેરિકાની સેટેલાઈટ અને ભારતની દરિયાઈ રડારના કોમ્બિનેશનથી આપણે ચોરીછૂપીથી હિંદમહાસાગરમાં ઘૂસતા જહાજોને પણ પકડી શકીએ છીએ. મલક્કા બંધ તો ભારતને જોરદાર ફટકો જીઓપોલિટિકલ તણાવની સીધી અસર ભારતના બજાર અને રસોડા સુધી પહોંચી રહી છે. 2026 માં તેલના ભાવો અને ટ્રમ્પની વેપાર નીતિઓએ ભારતીય અર્થતંત્રને નવી દિશામાં વાળ્યું છે. હોર્મુઝના ડબલ બ્લોકેજના કારણે ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરને પાર છે. તેલના ભાવમાં 10 ડોલરનો પણ વધારો થાય તો ભારતને 20 બિલિયન ડોલરના વધારાના ખર્ચાનો ફટકો પડી શકે છે. જો આવું થાય તો આપણી ફિસ્કલ ડેફિસિટ 4.3 ટકાના લક્ષ્યથી પણ વધી શકે છે. ટ્રાન્સપોર્ટેશન પણ વધી શકે છે. હાલ રૂપિયો પણ ડોલર સામે 90ને પાર ટ્રેડ કરી રહ્યો છે. જો મલક્કા પર માર તો ચીન થશે ઠાર જો અમેરિકા, ઇન્ડોનેશિયા અને ભારત મળીને મલક્કા સ્ટ્રેટને સ્ટ્રેટેજિક રીતે કન્ટ્રોલ કરે, તો ચીન માટે તે વિનાશક સાબિત થશે છે. વર્લ્ડ ફેક્ટરી ચીન સસ્તા તેલ અને મજૂરી પર કામ કરતું મોડલ છે. જો મલક્કા જલડમરું બ્લોકેજથી સપ્લાય 30 દિવસ પણ બંધ પડે તો ચીનની મેન્યુફેક્ચરિંગ લાઈન ઠપ્પ પડી શકે, જો આવું થાય તો ચીનમાં લાખો લોકો બેરોજગાર થઈ જાય. તેલ વગર ચીનની મિલિટરી પણ નકામી બની જાય. ચીની નેવી ભલે દુનિયાની શક્તિશાળી નેવીમાંથી એક હોય પણ જો તેને હિંદ મહાસાગરમાં ટકવું હોય તો લોજિસ્ટિક્સ અને તેલ-ગેસ જોઈએ જ. તો હવે આપણે સમજી ગયા કે મલક્કા સ્ટ્રેટ કેટલી મહત્વની છે. ઈરાનને મદદ કરવા ચીનનું હોંગકોંગમાં નેટવર્ક હવે આપણે વાત કરીએ એ આક્ષેપની જે અમેરિકા ચીન પર લગાવી રહ્યું છે. અમેરિકાનું કહેવું છે કે ઈરાનને ચીન યુદ્ધ લડવામાં અને તેના પહેલા પણ મદદ કરી રહ્યું છે. અમેરિકા ચીનને ઈરાનનું શેડો એલાયન્સ કહે છે. અમેરિકાનો આક્ષેપ છે કે ચીને ખૂબ જ બુદ્ધિ વાપરીને એક પણ હથિયાર કે ગોળા-બારૂદ આપ્યા વગર ઈરાનની મદદ કરી છે. એપ્રિલ 2026નો યુએસ ટ્રેઝરી રિપોર્ટ કહે છે કે ચીને હોંગકોંગમાં એવી કંપનીનું નેટવર્ક ઉભું કર્યું છે જેનું કામ જ ઈરાનના મિસાઈલ અને ડ્રોન પ્રોગ્રામ માટે જરૂરી વસ્તુઓ આપવાનું છે. આ કંપનીઓ પશ્ચિમના દેશોમાંથી ટેક્નોલોજી લે છે અને પછી તેને ગ્રે માર્કેટથી તહેરાન પહોંચાડે છે. ઈરાનને હથિયાર પહોંચાડતી ચીની કંપનીઓ ઈરાન પાસે ચીની મિસાઈલની કાર્બન કોપી અમેરિકાનો આક્ષેપ છે કે ઈરાન હવે ચીનની બેઈદુ સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યું છે. આનાથી બે મોટા ફાયદા છે. અમેરિકન જીપીએસ પરની ડિપેન્ડેન્સી ઘટાડે છે અને મિસાઈલ ચોક્કસ જગ્યા પર જ અથડાઈ તેની ચોક્કસાઈ વધે છે. ગલ્ફમાં અમેરિકાની નેવી માટે સૌથી મોટો માથાનો દુઃખાવો છે ઈરાનની એન્ટી શિપ ક્રુઝ મિસાઈલ્સ. જેનો પાયો 1990ના દાયકામાં ચીને ઈરાનમાં નાખ્યો હતો. ઈરાને ચીને C-802 મિસાઈલ્સ આપી હતી, જેનું રિવર્સ એન્જિનિયરિંગ એટલે કે સુધારા-વધારા કરીને ઈરાને નૂર મિસાઈલ બનાવી છે. નૂર મિસાઈલની પ્રોપલ્શન સિસ્ટમ, સી સ્કીમિંગ કેપિસિટી અને ગાઈડન્સ ચીની મિસાઈલ્સ જેવું જ છે. એક વસ્તુ આપણે જાણવી જરૂરી છે કે નૂર મિસાઈલને અપગ્રેડ કરીને ઈરાને કાદીર મિસાઈલ વિકસાવી છે. અમેરિકા માટે બીજો ખતરો એ પણ છે કે ઈરાન એકસાથે ડ્રોન્સના જુમખા છોડે છે જેના કારણે અમેરિકાની જહાજની ટેક્નોલોજી જામ કરી શકાય. ડ્રેગનની ઈરાનને મદદ કરવાની માઈન્ડ ગેમ આ બધી પરિસ્થિતિ વચ્ચે અમેરિકાની ઈન્ટેલિજન્સ એજન્સીઓને એક મોટું ઈન્પુટ મળ્યું કે ચીન હવે સીધા હથિયારો તરીકે શોલ્ડર-ફાયર મિસાઈલ્સ એટલે કે મેનપેડ્સ ઈરાનને મોકલી રહ્યું છે. અને એમાં પણ ચીન ડાયરેક્ટલી કોઈ પણ વસ્તુઓ નથી પહોંચાડતું બલ્કે ત્રીજા વચેટિયા દેશ મારફતે પહોંચાડે છે. જેથી ઈન્ટરનેશનલ લેવલે ચીન પોતાની ઈરાનને મદદ કરવાની સંડોવણીમાંથી હાથ ખંખેરી શકે. ટ્રમ્પની ધમકી અને ટેરિફ વૉર અમેરિકન ઈન્ટેલિજન્સ એજન્સીઓના દાવાઓ જે મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યા છે તેમાં કહેવામાં આવ્યું છે કે આ મિસાઈલ્સ QW-18 અથવા FN-6 મોડલની હોઈ શકે છે. જે નીચે ઉડતા અમેરિકન વિમાનો અને હેલિકોપ્ટર્સ માટે મોતની ઘંટડી સમાન છે. કહેવાય છે કે એપ્રિલના શરૂઆતમાં F-15E સ્ટ્રાઈક ઈગલ અને A-10 વોર્થોગ નામના અમેરિકન વિમાનને તોડી પાડવામાં પણ આ મિસાઈલ જવાબદાર હોઈ શકે છે. આ બધી જ વાતો પછી ડોનાલ્ડ ટ્રમ્પે 11 એપ્રિલે જાહેરમાં કહ્યું હતું કે, “જો ચીન ઈરાનને મિસાઈલો આપવાનું ચાલુ રાખશે, તો ચીન માટે મોટી મુશ્કેલીઓ ઉભી થશે.” યુદ્ધ લડવા ગોળા-બારુદ નહીં, ટેક્નોલોજી પણ ટ્રમ્પની આ વાત ખાલી ધમકી જ નથી પણ ચીની માલ પર વધારાના ટેરિફ અને આર્થિક પ્રતિબંધોનો સિગ્નલ પણ છે. ચીનના અને ઈઝરાયલના સંબંધોના કારણે અમેરિકા મલક્કા જલડમરું પર ઘેરો નાખવાના પ્લાન કરી રહ્યું છે. જેનાથી ખાલી ચીનને જ નહીં પણ ભારત સહિત એશિયાના મોટા ભાગના દેશોને પણ મોટો ફટકો પડી શકે તેમ છે. શરૂઆતમાં આપણે વાત કરી હતી ને કે માત્ર ગોળા બારૂદથી જ યુદ્ધ નથી લડાતું, ટેક્નોલોજી અને ચિપ્સથી પણ લડી શકાય છે. મલક્કા સ્ટ્રેટ બ્લોક કરવાનું અમેરિકાનું પ્લાનિંગ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. અને છેલ્લે… નેપાળની નવી યુવા સરકારે થોડા દિવસ પહેલા પાડોશી અને મજબૂત દેશોના 17 ડિપ્લોમેટ્સને બોલાવી સંબંધ સુધારવા પ્રસ્તાવ મૂક્યો હતો. બિટવીન ધ લાઇન એવું છે કે આ સરકાર ભારત કે ચીનમાંથી કોઈ એકને ટેકો આપવાને બદલે, બધા સાથે સંબંધો રાખવા ઈચ્છે છે. આ બધાની વચ્ચે મોદીએ બાલેન શાહને ભારત આવવા આમંત્રણ આપ્યું. નેપાળી PMએ એ સ્વીકાર્યું પણ ખરું. જો કે હવે હવે એવી વાત છે કે બાલેનને દિલ્હી આવવામાં મોડું થશે. તો શું નેપાળ હવે ફ્રેન્ડ નહીં પણ ફ્રી પ્લેયર બનવા માગે છે? સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ- સમીર પરમાર)
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.
