Emraan Hashmi Diagnosed With H1N1 Swine Flu; Bengaluru Show Cancelled

Last Updated: August 29, 2026By

1 કલાક પેહલાલેખક: આશિષ તિવારી

  • કૉપી લિંક

ઇમરાન હાશ્મી આ દિવસોમાં ‘આવારાપન 2’ ફિલ્મથી ચર્ચામાં છે.

બોલિવૂડ એક્ટર ઇમરાન હાશ્મી સ્વાઈન ફ્લૂ (H1N1)ની ઝપેટમાં આવી ગયા છે. તેમની છેલ્લા કેટલાક દિવસોથી તબિયત ખરાબ હતી. હાલમાં જ H1N1નો ટેસ્ટ કરાવ્યા બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

ઇમરાન હાશ્મી છેલ્લા કેટલાક દિવસોથી સતત ટ્રાવેલ કરી રહ્યા હતા. તેઓ રાંચી પણ ગયા હતા. તેમની તબિયત સતત બગડી રહી હતી. તબિયત ઠીક ન હોવા પર તેમણે H1N1નો ટેસ્ટ કરાવ્યો, જેનો રિપોર્ટ ગઈકાલે પોઝિટિવ આવ્યો. ડોકટરોએ ઇમરાન હાશ્મીને આરામ કરવા અને જરૂરી સાવચેતીઓ રાખવાની સલાહ આપી છે.

ભાસ્કરને એક્ટર ઇમરાન હાશ્મીનો એક્સક્લુઝિવ મેડિકલ રિપોર્ટ મળ્યો છે, જેના ટેસ્ટ રિઝલ્ટ પોઝિટિવ છે.

તબિયત બગડતા બેંગલુરુ શો કેન્સલ કર્યો

આવારાપન 2ની સફળતા વચ્ચે ઇમરાન હાશ્મી બેંગલુરુના એક શોનો ભાગ બનવાના હતા, જોકે, સ્વાઈન ફ્લૂ થયા બાદ હવે તેમણે આ શો રદ કરી દીધો છે. ઇમરાન હાશ્મીએ સત્તાવાર સોશિયલ મીડિયા પરથી આ માહિતી આપી છે. તેમણે લખ્યું, હેલો બેંગલુરુ, હું ખરેખર ખૂબ બીમાર છું અને કમનસીબે બેંગલુરુના શોમાં આવી શકીશ નહીં. પરંતુ પિક્ચર પૂરું થયું નથી, ફક્ત મુલતવી રાખવામાં આવ્યું છે. હું તમારા બધાને 12 સપ્ટેમ્બર, શનિવારે સનબર્ન યુનિયનમાં મળીશ. તમારી ટિકિટો નવી તારીખ માટે માન્ય રહેશે. તમારા બધાને મળવાની રાહ જોઈ શકતો નથી.”

ઇમરાન હાશ્મીની ફિલ્મે 220 કરોડનું કલેક્શન કર્યું

ઇમરાન હાશ્મીની મોસ્ટ અવેટેડ ફિલ્મ આવરાપન 2, 14 ઑગસ્ટે રિલીઝ થઈ છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 220 કરોડનું કલેક્શન કરી લીધું છે. નિતિન કક્કડના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ, ઇમરાન હાશ્મીની 2009માં આવેલી ફિલ્મ આવરાપનની સિક્વલ છે. ફિલ્મમાં ઇમરાન હાશ્મી સાથે દિશા પાટની અને શબાના આઝમી પણ મહત્વના પાત્રોમાં છે.

ફિલ્મ 14 ઑગસ્ટે રિલીઝ થઈ છે.

ફિલ્મ 14 ઑગસ્ટે રિલીઝ થઈ છે.

ફિલ્મ આવરાપન 2, ઇમરાન હાશ્મીની લીડ તરીકે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ચૂકી છે. ફિલ્મે માત્ર 15 દિવસમાં 220 કરોડ કમાઈ લીધા છે. જ્યારે અત્યાર સુધી તેમની સૌથી વધુ કમાણી કરનારી ટૉપ ફિલ્મો ટાઈગર 3 અને તમિલ ફિલ્મ ધે કોલ હિમ ઓ જી છે, જોકે આ બંને ફિલ્મોમાં તેઓ લીડ રોલમાં નહોતા.

ઇમરાનની કો-સ્ટાર શબાના આઝમીને પણ સ્વાઈન ફ્લૂ થયો હતો

ઇમરાન હાશ્મી પહેલાં શબાના આઝમી પણ જુલાઈમાં સ્વાઈન ફ્લૂની ઝપેટમાં આવી ચૂક્યાં છે. શબાના આઝમી 20 જુલાઈએ જંતર-મંતરમાં થયેલા કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનમાં સામેલ થયાં હતાં. વિરોધ પ્રદર્શનમાં અભિનેત્રીની તબિયત બગડી ગઈ. થોડા દિવસો પછી તેમને 102 ડિગ્રી તાવ આવી ગયો. તેઓ મુંબઈના વિરોધ પ્રદર્શનનો ભાગ બનવાના હતા, પરંતુ બાદમાં સ્વાઈન ફ્લૂનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી ડોકટરોએ તેમને બેડ રેસ્ટની સલાહ આપી. શબાના સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ચૂક્યાં છે.

શબાના આઝમીની એક સાથે બે ફિલ્મો ‘બંટવારા 1947’ અને ‘આવારાપન 2’ હાલમાં સિનેમાઘરોમાં છે. બંને ફિલ્મો 14 ઑગસ્ટે રિલીઝ થઈ હતી. બોક્સ ઑફિસ કલેક્શનમાં ‘આવારાપન 2’ આગળ રહી, જ્યારે ‘બંટવારા 1947’ ફ્લોપ થઈ ગઈ.

Leave A Comment