England vs New Zealand Cricket: Phillips Century Puts NZ in Strong Position

Last Updated: June 19, 2026By

લંડન1 કલાક પેહલા

  • કૉપી લિંક

ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં ગ્લેન ફિલિપ્સે સદી ફટકારી.

ન્યૂઝીલેન્ડ બીજી ટેસ્ટના બીજા દિવસે મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. ધ ઓવલમાં ગ્લેન ફિલિપ્સની સદીની મદદથી કીવી ટીમે પ્રથમ ઇનિંગ્સમાં 391 રન બનાવ્યા. જવાબમાં ઇંગ્લેન્ડે સ્ટમ્પ્સ સુધી 6 વિકેટે 222 રન બનાવ્યા છે. યજમાન ટીમ હજુ પણ 169 રન પાછળ છે.

ફિલિપ્સની સદી

બીજા દિવસની શરૂઆત ન્યૂઝીલેન્ડે 291/7ના સ્કોરથી કરી હતી. ગ્લેન ફિલિપ્સે 100 રન બનાવ્યા. લોઅર ઓર્ડરમાં કાઇલ જેમિસને 41 રનની ઇનિંગ્સ રમી. બંનેએ આઠમી વિકેટ માટે 87 રનની ભાગીદારી કરી. ઇંગ્લેન્ડ તરફથી જેકબ બેથેલે સૌથી વધુ 3 વિકેટ ઝડપી.

ગ્લેન ફિલિપ્સે સદી ફટકારી.

ગ્લેન ફિલિપ્સે સદી ફટકારી.

ઇંગ્લેન્ડની ઝડપી શરૂઆત

391 રનના જવાબમાં ઇંગ્લેન્ડે ઝડપી શરૂઆત કરી. બેન ડકેટ 25 બોલમાં 36 રન બનાવીને રનઆઉટ થઈ પેવેલિયન પરત ફર્યો. ત્યારબાદ ઇમિલિયો ગેએ જવાબદારી સંભાળી અને 114 બોલમાં 53 રનની ઇનિંગ રમી. તેણે કેપ્ટન જો રૂટ સાથે ત્રીજી વિકેટ માટે 74 રન જોડીને ટીમને સંભાળી લીધી.

એવું લાગી રહ્યું હતું કે રૂટ અને ઇમિલિયો ઇંગ્લેન્ડને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દેશે, પરંતુ ન્યૂઝીલેન્ડે વાપસી કરી. પહેલા વિલિયમ ઓ’રૂર્કે ઇમિલિયોને વિકેટકીપર ટોમ બ્લંડેલના હાથે કેચ કરાવ્યો. ત્યારબાદ મેટ હેનરીએ જો રૂટ અને હેરી બ્રૂકને સતત ઝટકા આપ્યા. રૂટ 46 રન બનાવીને LBW થયો, જ્યારે બ્રૂક 24 રન પર પેવેલિયન પરત ફર્યો.

એમિલિયો ગેએ 53 રનની ઇનિંગ રમી.

એમિલિયો ગેએ 53 રનની ઇનિંગ રમી.

છેલ્લા સેશનમાં ઇંગ્લેન્ડ દબાણમાં આવી ગયું

છેલ્લા સેશનમાં ઇંગ્લેન્ડ દબાણમાં આવી ગયું. જેમ્સ રિયુ 24 રન બનાવીને આઉટ થયો અને ટીમે 217 રન સુધી 6 વિકેટ ગુમાવી દીધી. જોકે, જોર્ડન કોક્સે એક છેડો સંભાળી રાખ્યો અને 22 રન બનાવીને અણનમ પરત ફર્યો. તેની સાથે જોફ્રા આર્ચર ખાતું ખોલ્યા વગર ક્રિઝ પર હાજર છે.

ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરી અને વિલિયમ ઓ’રૂર્કે 2-2 વિકેટ લીધી, જ્યારે નાથન સ્મિથને એક સફળતા મળી.