Eros International Files Case Against Aanand L Rai; Rs 84 Crore Claim Over Raanjhanaa Goodwill
18 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડમાં કોપીરાઈટ વિવાદે જોર પકડ્યું છે. ઈરોસ ઇન્ટરનેશનલ મીડિયા લિમિટેડે બોમ્બે હાઈકોર્ટમાં ફિલ્મમેકર આનંદ એલ. રાય અને તેમની પ્રોડક્શન કંપની ‘કલર યલો મીડિયા એન્ટરટેઈનમેન્ટ એલએલપી’ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
ઈરોસ ઇન્ટરનેશનલે ₹84 કરોડનું વળતર માંગ્યું
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા અહેવાલ મુજબ, ઈરોસનો આરોપ છે કે આનંદ રાયની નવી ફિલ્મ ‘તેરે ઇશ્ક મેં’ (2025) ને જાણી જોઈને 2013ની હિટ ફિલ્મ ‘રાંઝણા’ ની ‘સ્પિરિચ્યુઅલ સિક્વલ’ ગણાવીને પ્રચાર કરવામાં આવી, જેનાથી તેમની ગુડવિલનો ગેરકાયદેસર ફાયદો ઉઠાવવામાં આવ્યો. કંપની ₹84 કરોડના વળતરની માંગ કરી રહી છે.

2013માં આવેલી ‘રાંઝણા’ને આનંદ એલ. રાયે ડિરેક્ટ કરી હતી.
‘રાંઝણા’ની થીમને પરવાનગી વિના ‘તેરે ઇશ્ક મેં’માં કોપી કરાઈ હોવાના આરોપ
આ કેસ કોમર્શિયલ આઈપી સૂટ અને વચગાળાની અરજી પર આધારિત છે, જેમાં ટ્રેડમાર્ક ઉલ્લંઘન, કોપીરાઈટ ઉલ્લંઘન અને પાસિંગ ઓફના આરોપો લગાવવામાં આવ્યા છે. ઈરોસના વકીલોનું કહેવું છે કે, ‘રાંઝણા’ની વાર્તા, પાત્રો અને થીમ્સને ‘તેરે ઇશ્ક મેં’માં કોપી કરવામાં આવી છે.
ફિલ્મના પ્રોમો, ટ્રેલર અને માર્કેટિંગમાં ‘રાંઝણા’નો ઉલ્લેખ વારંવાર કરવામાં આવ્યો, કોઈપણ પરવાનગી વિના. ઈરોસનો દાવો છે કે ‘રાંઝણા’એ 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી અને તે તેમની મુખ્ય સંપત્તિ છે.
રોમેન્ટિક ડ્રામા ‘રાંઝણા’ 2013ની હિટ ફિલ્મ હતી
‘રાંઝણા’ આનંદ એલ. રાય દ્વારા જ દિગ્દર્શિત ફિલ્મ હતી, જેમાં ધનુષ, સોનમ કપૂર અને અભય દેઓલ મુખ્ય ભૂમિકામાં હતા. આ બનારસની પૃષ્ઠભૂમિ પર બનેલી એક રોમેન્ટિક ડ્રામા હતી, જે એકતરફી પ્રેમની વાર્તા પર આધારિત હતી. ઇરોસે તેનું પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશન કર્યું હતું. જ્યારે, ‘તેરે ઇશ્ક મેં’ આનંદ રાયના બેનર કલર યલો મીડિયા એન્ટરટેઇનમેન્ટ એલએલપી દ્વારા બનાવવામાં આવી છે.

ફિલ્મ ‘તેરે ઇશ્ક મેં’માં ધનુષ અને ક્રિતિ સેનનની મુખ્ય ભૂમિકા હતી.
‘આ સ્પષ્ટ ચોરી છે’- ઈરોસના સીઈઓ
કોર્ટમાં દાખલ કરાયેલી અરજી મુજબ, આનંદ રાયે ‘રાંઝણા’ના ટ્રેડમાર્ક શીર્ષક, ટેગલાઇન અને વિઝ્યુઅલ એલિમેન્ટ્સનો ઉપયોગ કર્યો. ઉદાહરણ તરીકે, પ્રમોશનલ મટિરિયલમાં ‘રાંઝણા’ જેવા લોકેશન, સંગીત શૈલી અને ભાવનાત્મક ટોન દર્શાવવામાં આવ્યો. ઇરોસે પુરાવા તરીકે પોસ્ટર્સ, ટીઝર અને ઇન્ટરવ્યુ ક્લિપ્સ રજૂ કર્યા છે.
ઈરોસના સીઇઓએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ‘અમારી સંપત્તિનું રક્ષણ કરવું અમારો અધિકાર છે. આ સ્પષ્ટ ચોરી છે.’ જોકે, આ મામલે આનંદ રાય તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. કોર્ટે આગામી સુનાવણી 20 જાન્યુઆરીના રોજ નક્કી કરી છે.
‘રાંઝણા’ને લઈ અગાઉ પણ ઈરોસ અને આનંદ એલ. રાય વચ્ચે વિવાદ થયો હતો
5 મહિના પહેલા ધનુષ, સોનમ કપૂર અને અભય દેઓલ સ્ટારર સુપરહીટ ફિલ્મ ‘રાંઝણા’નું AI વર્ઝન રિલીઝ કરવામાં આવ્યું છે, ત્યારથી વિવાદ શરૂ થયો હતો. ફિલ્મના ડિરેક્ટર આનંદ એલ. રાય અને લીડ એક્ટર ધનુષે આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. એક્ટરે કહ્યું કે, તેને વાંધો હોવા છતાં પ્રોડ્યૂસર્સે બદલેલા ક્લાઇમેક્સ સાથે ફિલ્મને ફરીથી રિલીઝ કરી છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

