Festival Sweet Recipe : આ સરળ સ્ટેપ્સથી બનાવો સ્વાદિષ્ટ કેસર હલવો, પ્રસાદ માટે છે બેસ્ટ
ભારત વિવિધતા અને તહેવારની ઉજવણી કરતો દેશ છે. આખું વર્ષ જુદા જુદા તહેવારની ઉજવણી કરવામાં આવે છે. કોઈપણ તહેવાર હોય તેમાં મીઠાઈ જરૂર હોય છે. મહેમાનો માટે અથવા પ્રસાદ માટે લોકો ઘરે શુદ્ધ મીઠાઈ બનાવે છે. આગામી દિવસોમાં વસંતપંચમી તહેવાર આવશે. ગુજરાતી પંચાંગ મુજમ મહા સુદ પાંચમના દિવસે વસંતપંચમી તહેવાર ઉજવાય છે. આ હિંદુ તહેવાર છે જે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં કે જાન્યુઆરી મહિનાના અંતમાં આવે છે. આ દિવસે ભગવાનનો ભોગ ધરાવવા તમે કેસરના હલવાનો પ્રસાદ અર્પણ કરી શકો છો. ઘરે કેસરના હલવાનો શુદ્ધ પ્રસાદ બનાવવાની નોંધી લો રીત.
કેસર હલવો બનાવવા માટે સામગ્રી :
- ઇલાયચી પાવડર, કાજુ, બદામ, પિસ્તા, છીણેલું નારિયેળ જરૂરિયાત મુજબ લેવું
- 1 કપ – સોજી
- અડધો કપ – ઘી
- 1 કપ – દૂધ
- 1 ચપટી કેસર
- ખાંડ – સ્વાદ મુજબ
કેસર હલવો બનાવવા માટેની રીત :
- કેસર હલવો બનાવવા માટે, સૌપ્રથમ એક નાના બાઉલમાં 2 ચમચી ગરમ દૂધ લો અને તેમાં કેસરને પલાળી દો. એક પેનમાં એક ચમચી ઘી રેડો અને તેમાં કાજુ, બદામ અને પિસ્તા શેકો.
- હવે એક તપેલી ગરમ કરો. તેમાં ઘી ઉમેરો. ઘીમાં સોજી ઉમેરો અને તેને ધીમા તાપે શેકો. સોજીને સતત હલાવતા રહો. જ્યારે સોજી ગોલ્ડન બ્રાઉન થઈ જાય અને સારી સુગંધ આવવા લાગે, ત્યારે ધીમે ધીમે દૂધ ઉમેરો.
- દૂધ ઉમેર્યા પછી, તેને સોજી સાથે સારી રીતે મિક્સ કરો. આ પ્રક્રિયા દરમિયાન, ખાતરી કરો કે સોજીમાં ગાંઠ ના થાય તે ધ્યાન રાખો. હવે સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- ખાંડને થોડી વાર માટે રાંધો. જ્યારે તે થોડું ઘટ્ટ થાય, ત્યારે કેસર અને દૂધનું મિશ્રણ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. એલચી પાવડર ઉમેરો અને હલવો ઘટ્ટ થાય ત્યાં સુધી રાંધો.
- પછી, છીણેલું નારિયેળ ઉમેરો. હલવામાં કાજુ, બદામ અને પિસ્તા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. આ પદ્ધતિથી કેસરનો હલવો તૈયાર કરવો સરળ બને છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

