FIFA Investigates World Cup Final Player Clash
સ્પોર્ટ્સ ડેસ્ક2 દિવસ પેહલા
- કૉપી લિંક
FIFAએ ફૂટબોલ વર્લ્ડકપ ફાઇનલ પછી ખેલાડીઓની ઝપાઝપીની તપાસ શરૂ કરી દીધી છે. આમાં દોષિત ઠરનારા ખેલાડીઓ પર ઓછામાં ઓછા ત્રણ મેચનો પ્રતિબંધ લાગી શકે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, ડિસિપ્લિન કમિટીએ ડિસિપ્લિનરી એન્ડ એથિક્સ પ્રોસિક્યુટરની નિમણૂક કરી છે, જે સંભવિત નિયમ ઉલ્લંઘનની તપાસ કરશે.
ન્યૂયોર્કના ન્યૂ જર્સી સ્ટેડિયમમાં સ્પેને આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું. આ પછી સ્પેનના જશ્ન દરમિયાન આર્જેન્ટિનાના લિએન્ડ્રો પેરેડેસ અને થિયાગો અલ્માડા, સ્પેનના મિડફિલ્ડર ગાવી સાથે ટકરાઈ ગયા.

ફાઇનલ મેચ પછી સ્પેન અને આર્જેન્ટિનાના ખેલાડીઓ ટકરાયા હતા.
ઝપાઝપીમાં શું થયું?
- પેરેડેસ પર એરિક ગાર્સિયાનું ગળું પકડવાનો આરોપ છે. જ્યારે, નાહુએલ મોલિના પર રોડ્રી તરફ મુક્કો મારવાનો પ્રયાસ કરવાનો આરોપ છે.
- આ દરમિયાન નિકોલસ ઓટામીન્ડી અને રોડ્રી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. આર્જેન્ટિનાના આસિસ્ટન્ટ કોચ રોબર્ટો અયાલા અને દાની ઓલ્મો વચ્ચે પણ વિવાદ થયો.
ખેલાડીઓ પર 3 મેચનો પ્રતિબંધ લાગી શકે છે
FIFA શિસ્ત સંહિતાના અનુચ્છેદ-14 હેઠળ હિંસક આચરણ સાબિત થવા પર ખેલાડીઓને ઓછામાં ઓછી ત્રણ સત્તાવાર મેચ માટે સસ્પેન્ડ કરી શકાય છે. આ ઉપરાંત દંડ અને આર્જેન્ટિના ફૂટબોલ એસોસિયેશન (AFA) વિરુદ્ધ કાર્યવાહી પણ શક્ય છે.
આર્જેન્ટિના પર બેનર કેસની તપાસ પણ ચાલુ
આર્જેન્ટિના પહેલાથી જ ઇંગ્લેન્ડ સામે સેમિફાઇનલ પછી દર્શાવવામાં આવેલા ‘Las Malvinas son Argentinas’ (ફોકલેન્ડ/માલ્વિનાસ આર્જેન્ટિનાના છે) બેનરને લઈને FIFAની તપાસનો સામનો કરી રહ્યું છે. હવે ફાઇનલ પછી થયેલી અથડામણે ટીમની મુશ્કેલીઓ વધુ વધારી દીધી છે.

સેમિફાઇનલ જીત્યા પછી મેદાન પર બેનર લહેરાવતા આર્જેન્ટિનાના ખેલાડીઓ.
———————————————————–
ફિફા વર્લ્ડકપ ફાઇનલ સંબંધિત આ સમાચાર પણ વાંચો…
સ્પેને 16 વર્ષ પછી ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો, આર્જેન્ટિનાને 1-0 થી હરાવ્યું

સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપનું ટાઇટલ જીતી લીધું છે. ટીમે ન્યૂયોર્કના ન્યૂ જર્સી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં 2022ની ચેમ્પિયન આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું. સ્પેન માટે એક્સ્ટ્રા ટાઇમમાં ફેરાન ટોરેસે ગોલ કર્યો. આ સાથે જ સ્પેને 2010 પછી બીજી વખત ટ્રોફી પોતાના નામે કરી, ત્યારે ટીમે નેધરલેન્ડ્સને 1-0થી હરાવ્યું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો…
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


