FIFA World Cup 2026: Argentina vs Austria, France vs Iraq
- Gujarati News
- Sports
- FIFA World Cup 2026: Argentina Vs Austria, France Vs Iraq | Messi & Mbappe Feature
સ્પોર્ટ્સ ડેસ્ક3 કલાક પેહલા
- કૉપી લિંક
FIFA વર્લ્ડ કપ 2026માં આજે રાત્રે આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સી અને ફ્રાન્સના કિલિયન એમ્બાપે રમતા જોવા મળશે. આર્જેન્ટિનાનો મુકાબલો ઓસ્ટ્રિયા સામે રાત્રે 10:30 વાગ્યે ડલાસ સ્ટેડિયમમાં રમાશે. છેલ્લા મેચમાં હેટ્રિક ગોલ કરનાર મેસ્સી પાસેથી ફરી સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે.
બીજો મેચ ફ્રાન્સ અને ઇરાક વચ્ચે રાત્રે 2:30 વાગ્યે ફિલાડેલ્ફિયા સ્ટેડિયમમાં રમાશે. નોર્વે અને સેનેગલનો મેચ સવારે 5:30 વાગ્યે, જ્યારે જોર્ડન અને અલ્જીરિયાનો મુકાબલો સવારે 8:30 વાગ્યે રમાશે.
મેચ-43: સતત બીજી જીતના ઇરાદા સાથે ઉતરશે ચેમ્પિયન આર્જેન્ટિના
ગ્રુપ-Jમાં સામેલ ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાની મેચ ઓસ્ટ્રિયા સામે થશે. તેમની વચ્ચે બે ફ્રેન્ડલી મેચ રમાઈ છે. 1980ના મેચમાં આર્જેન્ટિનાએ 5-1થી જીત મેળવી હતી. જ્યારે 1990માં મુકાબલો 1-1થી ડ્રો રહ્યો હતો.
આર્જેન્ટિનાએ આ ટુર્નામેન્ટના પહેલા મેચમાં લિયોનેલ મેસ્સીના હેટ્રિક ગોલની મદદથી અલ્જીરિયાને 3-0થી હરાવ્યું હતું. જ્યારે ઓસ્ટ્રિયાએ જોર્ડન સામે 3-1થી જીત મેળવી હતી.
આર્જેન્ટિનાને કેપ્ટન લિયોનેલ મેસ્સી પાસેથી ફરી ગોલની અપેક્ષા રહેશે. જ્યારે રોડ્રિગો ડી પોલ અને અલ્વારેઝ પણ સારો દેખાવ કરવા ઈચ્છશે. જ્યારે સ્ટાર ડેવિડ અલાબા અને માર્સેલ સબિત્ઝરના ખભા પર ઓસ્ટ્રિયાની જવાબદારી રહેશે.

બંને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-11:
આર્જેન્ટિના: એમિલિયાનો માર્ટિનેઝ, નાહુએલ મોલિના, ક્રિસ્ટિયન રોમેરો, લિસાનડ્રો માર્ટિનેઝ, ફેકુંડો મદીના, રોડ્રિગો ડી પોલ, એલેક્સિસ મેક એલિસ્ટર, એન્જો ફર્નાન્ડીઝ, થિયાગો અલ્માડા, લિયોનેલ મેસ્સી, જુલિયન અલ્વારેઝ.
ઓસ્ટ્રિયા: શ્લેગર, મ્વેને, ડેનસો, લિયનહાર્ટ, પોશ, સીવાલ્ડ, લામર, સબિત્ઝર, બાઉમગાર્ટનર, શ્મિડ, અરનાઉતોવિચ.
મેચ-42: ઇરાક સામે એમ્બાપ્પેનો પડકાર
ગ્રુપ-Iમાં સામેલ ફ્રાન્સ અને ઇરાકની ટીમો પ્રથમ વખત કોઈ આંતરરાષ્ટ્રીય મેચમાં આમને-સામને થશે. ફ્રાન્સે પોતાની પ્રથમ મેચમાં સેનેગલને 3-1 થી હરાવીને દમદાર શરૂઆત કરી હતી. બીજી તરફ ઇરાકને નોર્વે સામે 1-4 ની હાર ભોગવવી પડી હતી.
ફ્રાન્સને કેપ્ટન અને સ્ટ્રાઈકર કિલિયન એમ્બાપ્પે પાસેથી ગોલની અપેક્ષા રહેશે. એમ્બાપ્પે અને ગોલકીપર માઈક મેગ્નનનું સારું પ્રદર્શન ટીમની જીત સુનિશ્ચિત કરી શકે છે. જ્યારે ઇરાકને પોતાના સ્ટાર ફોરવર્ડ અયમાન હુસૈન પાસેથી કાઉન્ટર-એટેકમાં ગોલ ફટકારવાની અપેક્ષા રહેશે.
બંને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-11:
ફ્રાન્સ: મેગ્નન, કુંડે, ઉપામેકાનો, સાલિબા, હર્નાન્ડેઝ, ચુઆમેની, કામાવિંગા, ગ્રીઝમેન, ડેમ્બેલે, બારકોલા, કિલિયન એમ્બાપ્પે.
ઇરાક: હાશિમ, અલી, સુલાકા, અદન, અલ-હજ્જાજ, રશીદ, અમારી, ઇકબાલ, જસીમ, રેસાન, અયમાન હુસૈન.
મેચ-41: ઇનફોર્મ અર્લિંગ હાલેન્ડને રોકવા ઉતરશે સેનેગલ
ગ્રુપ-Iમાં સામેલ નોર્વેનો મુકાબલો સેનેગલ સામે થશે. વર્લ્ડ કપના મંચ પર બંને ટીમ પહેલીવાર ટકરાશે. બંને ટીમ માત્ર એકવાર ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી મેચમાં આમને-સામને હતી, જ્યાં સેનેગલે જીત નોંધાવી હતી.
નોર્વેના સ્ટાર સ્ટ્રાઈકર અર્લિંગ હાલેન્ડ જબરદસ્ત ફોર્મમાં છે, જેમણે ઇરાક સામે હેટ્રિક જમાવી હતી. આ મેચ નોર્વેએ 4-1 થી જીતી હતી. જ્યારે સેનેગલ પહેલી મેચ ફ્રાન્સ સામે 1-3 થી હારી હતી.
અર્લિંગ હાલેન્ડ અને કેપ્ટન માર્ટિન ઓડેગાર્ડની જોડી નોર્વેની સૌથી મોટી તાકાત છે. જ્યારે સેનેગલ સાદિયો માને અને નિકોલસ જેક્સન પર નિર્ભર છે.

બંને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-11:
નોર્વે: નાયલેન્ડ, રાયરસન, અયેર, હેગમ, વોલ્ફ, એયુર્સનેસ, બર્ગે, થોર્સ્ટવેડ, ઓડેગાર્ડ, ઓસ્કર બોબ, અર્લિંગ હાલેન્ડ.
સેનેગલ: મેન્ડી, ડિયાટ્ટા, કૌલીબાલી, નિયાખાતે, ડિયોફ, કેમારા, ઇદ્રિસા ગેયે, પાપે ગેયે, ઇસ્માઇલા સાર, નિકોલસ જેક્સન, સાદિયો માને.
મેચ-44: જોર્ડન અને અલ્જીરિયા માટે જીત જરૂરી
ગ્રુપ-Jમાં સામેલ બંને ટીમ પોતાની પ્રથમ મેચ હારી ચૂકી છે. જોર્ડનને ઓસ્ટ્રિયાએ 3-1 થી અને અલ્જીરિયાને આર્જેન્ટિનાએ 3-0 થી હરાવ્યું હતું.
જોર્ડન અને અલ્જીરિયા વચ્ચે 3 મેચ રમાઈ છે. અલ્જીરિયાએ 1974 માં 6-0 થી, જોર્ડને 1988 માં 2-1 થી જીત નોંધાવી હતી. જ્યારે 2004ની મેચ 1-1 થી ડ્રો રહી હતી.
વર્લ્ડ કપના ઇતિહાસમાં બંને આરબ દેશોની આ પ્રથમ ટક્કર છે.
જોર્ડનને અલી ઓલવાન અને મૂસા તામરી પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા હશે. જ્યારે અલ્જીરિયાનો આધાર અનુભવી વિંગર રિયાદ મહેરેઝ અને અમીન ગૌરી પર રહેશે.
બંને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-11:
જોર્ડન: અબુલેલા, અબુઅલનાદી, યાઝાન અલ-અરબ, નસીબ, એહસાન હદાદ, અલ-રશદાન, અલ-રવાબદેહ, અબુ તાહા, અલી ઓલવાન, ફાખૌરી, મુસા તામરી.
અલ્જીરીયા: લુકા ઝિદાન, બેલઘાલી, બેન્સેબાઈની, ઈસા માંડી, ઐત-નૂરી, બેન્ટાલેબ, બૌદાઉઈ, ઝેરૌકી, રિયાદ મહેરેઝ, અમીન ગૌરી, ફારેસ ચાઈબી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


