FIFA World Cup 2026: Mexico vs Ecuador, France vs Sweden Today
સ્પોર્ટ્સ ડેસ્ક40 મિનિટ પેહલા
- કૉપી લિંક
FIFA વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઑફ- 32માં આજે ત્રણ મેચ રમાશે. પહેલી મેચમાં આઇવરી કોસ્ટનો સામનો નોર્વે સામે થશે. બંને ટીમ પહેલીવાર આમને-સામને હશે. આ મેચ ભારતીય સમય અનુસાર 30 જૂન રાત્રે 10:30 વાગ્યે ડલાસ સ્ટેડિયમમાં રમાશે.
આ ઉપરાંત ફ્રાન્સ અને સ્વીડન વચ્ચેનો મુકાબલો 1 જુલાઈ રાત્રે 2:30 વાગ્યે ન્યૂયોર્ક/ન્યૂ જર્સી સ્ટેડિયમમાં રમાશે. ત્રીજી મેચમાં સહ-યજમાન મેક્સિકોનો સામનો ઇક્વાડોર સામે સવારે 6:30 વાગ્યે મેક્સિકો સિટી સ્ટેડિયમમાં થશે.
મેચ-77: આઇવરી કોસ્ટ અને નોર્વે પહેલીવાર આમને-સામને
આઇવરી કોસ્ટ અને નોર્વે વચ્ચે આ પહેલો ઇન્ટરનેશનલ મુકાબલો હશે. આઇવરી કોસ્ટ પોતાના ચોથા વર્લ્ડ કપમાં પહેલીવાર નોકઆઉટમાં પહોંચ્યું છે. આ પહેલા માત્ર કેમરૂન (1990) અને સેનેગલ (2002) જ પોતાની પહેલી વર્લ્ડ કપ નોકઆઉટ મેચ જીતનારી આફ્રિકન ટીમ રહી છે.
ગ્રુપ સ્ટેજમાં બંને ટીમનું પ્રદર્શન
આઇવરી કોસ્ટે ગ્રુપ-Eમાં 2 જીત અને 1 હાર સાથે નોકઆઉટમાં સ્થાન મેળવ્યું. ટીમે ઇક્વાડોર અને કુરાકાઓ (Curacao)ને હરાવ્યા, જ્યારે જર્મની સામે 2-1 થી હાર મળી. ખાસ વાત એ રહી કે ત્રણેય મેચમાં પહેલો ગોલ આઇવરી કોસ્ટે જ કર્યો હતો. આવું કરનારી તે 1994ના નાઇજીરીયા પછી બીજી આફ્રિકન ટીમ બની.
નોર્વેએ 28 વર્ષ પછી વર્લ્ડ કપમાં વાપસી કરતા ગ્રુપ-Iમાં 2 જીત અને 1 હાર સાથે રાઉન્ડ ઑફ- 32માં સ્થાન મેળવ્યું. ટીમે ઇરાક અને સેનેગલને હરાવ્યા, જ્યારે છેલ્લી મેચમાં ફ્રાન્સ સામે 4-1થી હાર મળી. આ તેની છેલ્લી 19 મેચમાં માત્ર બીજી હાર હતી.

હાલેન્ડ પાસે 72 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની તક
સ્ટાર સ્ટ્રાઈકર એર્લિંગ હાલેન્ડ પ્રથમ બે વર્લ્ડ કપ મેચોમાં 4 ગોલ કરી ચૂક્યો છે. જો તે આઇવરી કોસ્ટ સામે બે કે તેથી વધુ ગોલ કરે છે, તો તે 1954 પછી શરૂઆતની ત્રણ વર્લ્ડ કપ મેચમાં સતત બે કે તેથી વધુ ગોલ કરનાર પ્રથમ ખેલાડી બનશે.
પેપે અને ડિયોમાન્ડે પર રહેશે નજર
આઇવરી કોસ્ટના નિકોલસ પેપેએ કુરાકાઓ સામે બે ગોલ કરીને વર્લ્ડ કપમાં એક મેચમાં બે ગોલ કરનાર દેશના બીજા ખેલાડી બનવાનો રેકોર્ડ બનાવ્યો. જ્યારે યાન ડિયોમાન્ડેએ ગ્રુપ સ્ટેજમાં 10 સફળ ડ્રિબલિંગ અને 10 ગોલની તકો બનાવીને 1990 પછી આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ખેલાડી બન્યા.
સંભવિત સ્ટાર્ટિંગ-11
આઇવરી કોસ્ટ: યાહિયા ફોફાના (ગોલકીપર), વિલ્ફ્રેડ સિંગો, ઉસ્માન ડિયોમાન્ડે, ઇવાન એનડિકા, ઘિસ્લેન કોનાન, ફ્રેન્ક કેસી, ઇબ્રાહિમ સાંગારે, સેકો ફોફાના, યાન ડિયોમાન્ડે, નિકોલસ પેપે, અમાદ ડિયાલો.
નોર્વે: ઓરજાન નાઇલેન્ડ (ગોલકીપર), જુલિયન રાયરસન, લિયો ઓસ્ટિગાર્ડ, ક્રિસ્ટોફર આજર, ડેવિડ વોલ્ફ, સેન્ડર બર્ગે, પેટ્રિક બર્ગ, માર્ટિન ઓડેગાર્ડ, એન્ટોનિયો નુસા, એલેક્ઝાન્ડર સોરલોથ, અર્લિંગ હાલેન્ડ.
મેચ-78: ફ્રાન્સે સ્વીડનને 12 વખત હરાવ્યું, વર્લ્ડ કપમાં પ્રથમ મુકાબલો
ફ્રાન્સ અને સ્વીડન વચ્ચે અત્યાર સુધીમાં 24 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. તેમાંથી ફ્રાન્સે 12, સ્વીડને 6 મેચ જીતી, જ્યારે 6 મેચ ડ્રો રહી. બંને ટીમ વર્લ્ડ કપમાં પ્રથમ વખત આમને-સામને ટકરાશે. જોકે, મોટી ટુર્નામેન્ટમાં આ તેમની ત્રીજી ટક્કર હશે. યુરો-1992માં મેચ 1-1થી ડ્રો રહી હતી, જ્યારે યુરો-2012માં સ્વીડને ફ્રાન્સને 2-0થી હરાવ્યું હતું.

ગ્રુપ સ્ટેજમાં બંને ટીમનું પ્રદર્શન
ફ્રાન્સે ગ્રુપ-Iમાં ત્રણેય મેચ જીતીને 9 પોઇન્ટ્સ સાથે ટૉપ કર્યું. ટીમે સતત ત્રણેય મેચમાં 3 કે તેથી વધુ ગોલ કર્યા. 1998 પછી કોઈ મોટી ટુર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં આ તેનું પહેલું ક્લીન સ્વીપ છે.
સ્વીડને ગ્રુપ-Fમાં 1 જીત, 1 હાર અને 1 ડ્રો સાથે નોકઆઉટમાં સ્થાન મેળવ્યું. ટીમે ગ્રુપ સ્ટેજમાં 7 ગોલ કર્યા, જે તેના વર્લ્ડ કપ ઇતિહાસમાં કોઈપણ ગ્રુપ તબક્કાનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.

એમબાપ્પે-ડેમ્બેલે પાસે રેકોર્ડ બનાવવાની તક
કિલિયન એમબાપ્પે અને ઉસ્માન ડેમ્બેલે ગ્રુપ સ્ટેજમાં 4-4 ગોલ કરી ચૂક્યા છે. ડેમ્બેલેએ નોર્વે સામે હેટ્રિક પણ ફટકારી. બંને અત્યાર સુધી વર્લ્ડ કપમાં મળીને 5 ગોલ બનાવી ચૂક્યા છે. જો આ મેચમાં પણ બંને ગોલમાં યોગદાન આપે છે તો 1966 પછી સૌથી સફળ જોડીનો નવો રેકોર્ડ બનાવી શકે છે.
ફ્રાન્સ અને સ્વીડન બંને સામે રેકોર્ડ
ફ્રાન્સ પાસે વર્લ્ડ કપમાં યુરોપિયન ટીમ સામે સતત સાતમી જીત નોંધાવવાની તક છે. જ્યારે સ્વીડનના વિક્ટર ગ્યોકેરેસ ગ્રુપ સ્ટેજમાં સૌથી વધુ 11 શોટ અને 8 ગોલની તકો બનાવી ચૂક્યા છે. એન્થની એલાંગા સતત બે મેચમાં ગોલ કરી ચૂક્યા છે. ફ્રાન્સ સામે પણ ગોલ કરવા પર તે વર્લ્ડ કપમાં સતત ત્રણ મેચમાં ગોલ કરનારા પસંદગીના સ્વીડિશ ખેલાડીઓમાં સામેલ થઈ જશે.
સંભવિત સ્ટાર્ટિંગ-11
ફ્રાન્સ: માઇક મેન્યાન (ગોલકીપર), જુલ્સ કુંડે, ઇબ્રાહિમા કોનાટે, વિલિયમ સલીબા, થિયો હર્નાન્ડેઝ, ઓરેલિયન ચુઆમેની, એન’ગોલો કાંતે, માઇકલ ઓલિસે, ઉસ્માન ડેમ્બેલે, કિલિયન એમબાપ્પે, ડિઝાયરે ડુએ.
સ્વીડન: જેકબ ઝેટરસ્ટ્રોમ (ગોલકીપર), વિક્ટર લિન્ડેલોફ, ઇસાક હીન, ગેબ્રિયલ ગુડમન્ડસન, લુકાસ બર્ગવાલ, યાસીન અયારી, મેટિયાસ સ્વાનબર્ગ, એન્થની એલાંગા, એલેક્ઝાન્ડર ઇસાક, વિક્ટર ગ્યોકેરેસ.
મેચ-79: મેક્સિકો અને ઇક્વાડોરની વર્લ્ડ કપમાં બીજી ટક્કર
મેક્સિકો અને ઇક્વાડોર વચ્ચે અત્યાર સુધીમાં 5 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. બંને ટીમોએ 1-1 મેચ જીતી, જ્યારે 3 મેચ ડ્રો રહી. FIFA વર્લ્ડ કપમાં બંનેની આ બીજી ટક્કર હશે. આ પહેલા 2002ના ગ્રુપ સ્ટેજમાં મેક્સિકોએ 2-1થી જીત મેળવી હતી.

ગ્રુપ સ્ટેજમાં બંને ટીમનું પ્રદર્શન
સહ-યજમાન મેક્સિકોએ ગ્રુપ-Aમાં ત્રણેય મેચ જીતીને 9 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન મેળવ્યું. ટીમે સાઉથ આફ્રિકા, દક્ષિણ કોરિયા અને ચેકિયાને હરાવ્યા. સૌથી ખાસ વાત એ રહી કે તેણે ગ્રુપ સ્ટેજમાં એક પણ ગોલ ખાધો ન હતો.
જ્યારે ઇક્વાડોરે ગ્રુપ-Eમાં 1 જીત, 1 હાર અને 1 ડ્રો સાથે નોકઆઉટમાં સ્થાન મેળવ્યું. ટીમે છેલ્લી મેચમાં જર્મનીને 2-1 થી હરાવીને અપસેટ સર્જ્યો. તે 21મી સદીમાં ગ્રીસ (2014) પછી પ્રથમ બે ગ્રુપ મેચમાં ગોલ કર્યા વિના પણ નોકઆઉટમાં પહોંચનારી બીજી ટીમ બની.

ક્વિન્યોનેસ પર નજર
યજમાન તરીકે મેક્સિકોએ પોતાના ઘરમાં રમાયેલી 12 વર્લ્ડ કપ મેચમાં 8 જીતી, 3 ડ્રો રમી અને માત્ર 1 હારી છે. જોકે, છેલ્લી 10 નોકઆઉટ મેચમાં તેને માત્ર 1 જીત મળી છે.
ફોરવર્ડ જુલિયન ક્વિન્યોનેસ આ વર્લ્ડ કપમાં 2 ગોલ કરી ચૂક્યા છે. ઇક્વાડોર સામે ગોલ કરતા જ તે 2010 ના ઝેવિયર હર્નાન્ડેઝ પછી એક જ વર્લ્ડ કપમાં ત્રણ ગોલ કરનાર પ્રથમ મેક્સિકન ખેલાડી બની જશે.
હાઈ-પ્રેસ ફૂટબોલથી ચોંકાવી રહ્યું છે ઇક્વાડોર
જર્મની સામે 1-0થી પાછળ રહ્યા બાદ નિલ્સન અંગુલો અને ગોન્ઝાલો પ્લાટાના ગોલથી ઇક્વાડોરે શાનદાર કમબેક કર્યું. ગ્રુપ સ્ટેજમાં ઉરુગ્વે અને કેનેડા પછી વિરોધી હાફમાં સૌથી વધુ હાઈ-ઇન્ટેન્સિટી પ્રેસ કરનારી ટીમ પણ ઇક્વાડોર રહી.
આ ખેલાડીઓ પર રહેશે નજર
મેક્સિકોના જુલિયન ક્વિન્યોનેસ, રાઉલ જિમેનેઝ અને એડસન અલ્વારેઝ પર નજર રહેશે. જ્યારે ઇક્વાડોર માટે મોઇસેસ કૈસેડો, એન્નર વાલેન્સિયા, ગોન્ઝાલો પ્લાટા અને કેન્ડ્રી પાએઝ મહત્વના ખેલાડીઓ હશે.
સંભવિત સ્ટાર્ટિંગ-11
મેક્સિકો: રાઉલ રેંગલ (ગોલકીપર), જ્યોર્જ સાંચેઝ, સીઝર મોન્ટેસ, જોહાન વાસ્કેઝ, જીસસ ગાલાર્ડો, એડસન અલ્વારેઝ, એરિક લિરા, લુઈસ ચાવેઝ, જુલિયન ક્વિન્યોનેસ, રાઉલ જિમેનેઝ, સેન્ટિયાગો જિમેનેઝ.
ઇક્વાડોર: હર્નાન ગાલિન્ડેઝ (ગોલકીપર), ફેલિક્સ ટોરેસ, પિએરો હિનકાપી, વિલિયન પાચો, પરવિસ એસ્તુપિનાન, મોઇસેસ કૈસેડો, એલન ફ્રેન્કો, કેન્ડ્રી પાએઝ, ગોન્ઝાલો પ્લાટા, એન્નર વાલેન્સિયા, નિલ્સન અંગુલો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


