FIFA World Cup 2026 Prize Pool Announced
સ્પોર્ટ્સ ડેસ્ક1 મિનિટ પેહલા
- કૉપી લિંક
FIFA વર્લ્ડ કપ 2022ની ચેમ્પિયન આર્જેન્ટિનાને અંદાજે ₹348 કરોડ (42 મિલિયન ડોલર)ની પ્રાઇઝ મની મળી હતી.
FIFA વર્લ્ડ કપ 2026 માટે રેકોર્ડ 871 મિલિયન ડોલર (લગભગ 83,866 કરોડ રૂપિયા)ના કુલ પ્રાઇઝ પૂલની જાહેરાત કરી છે. આ વખતે ટુર્નામેન્ટ જીતનારી ચેમ્પિયન ટીમને રેકોર્ડ 50 મિલિયન ડોલર (લગભગ 4,909 કરોડ)નું ઇનામ આપવામાં આવશે. જ્યારે, દરેક ક્વોલિફાઇડ ટીમ માટે ઓછામાં ઓછા 12.5 મિલિયન ડોલરની રકમ સુનિશ્ચિત કરવામાં આવી છે.
આ ઉપરાંત ફાઈનલ મેચ પહેલા FIFAએ જાહેરાત કરી છે કે વિજેતા ટીમના ખેલાડીઓને મેડલ સાથે ચેમ્પિયનશિપ રિંગ પણ આપવામાં આવશે.
ટૉપ-4 ટીમને મળશે સૌથી મોટી ઇનામી રકમ
ટુર્નામેન્ટના ટૉપ-4માં પહોંચનારી ચાર ટીમને સૌથી વધુ ઇનામી રકમ મળશે. ટાઇટલ જીતનારી ચેમ્પિયન ટીમને લગભગ 4,909 કરોડ (50 મિલિયન ડોલર) આપવામાં આવશે. જ્યારે, ફાઈનલમાં હારનારી રનરઅપ ટીમને લગભગ 3,273.18 કરોડ (33 મિલિયન ડોલર) મળશે.
ત્રીજા સ્થાને રહેનારી ટીમને લગભગ 2,888.10 કરોડ (29 મિલિયન ડોલર), જ્યારે ચોથા સ્થાને રહેનારી ટીમને લગભગ 2,695.56 કરોડ (27 મિલિયન ડોલર)ની પુરસ્કાર રકમ આપવામાં આવશે.

2022 વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિનાને મળ્યા હતા 348 કરોડ રૂપિયા
FIFA વર્લ્ડ કપ 2022ની ચેમ્પિયન આર્જેન્ટિનાને 348 કરોડ રૂપિયા (42 મિલિયન ડોલર)ની પ્રાઇઝ મની મળી હતી. ફાઈનલમાં હારીને રનર-અપ રહેલા ફ્રાન્સને પણ 248 કરોડ રૂપિયા મળ્યા. ટુર્નામેન્ટમાં ભાગ લેનારી 32 ટીમમાં કુલ 3600 કરોડ રૂપિયાથી વધુની ઇનામી રકમ વહેંચવામાં આવી હતી.
મેડલ સાથે પહેરાવવામાં આવશે ચેમ્પિયનશિપ રિંગ
વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલીવાર ચેમ્પિયન બનનારી ટીમના ખેલાડીઓ અને સ્ટાફને ટ્રોફી અને ગોલ્ડ મેડલની સાથે-સાથે ચેમ્પિયનશિપ રિંગ પણ આપવામાં આવશે. FIFAએ તેની સત્તાવાર જાહેરાત કરી છે.
રિંગની એક તરફ FIFA વર્લ્ડ કપની ટ્રોફી બનેલી હશે, જ્યારે બીજી તરફ વિનર ટીમ અનુસાર ખાસ ડિઝાઇન તૈયાર કરવામાં આવશે. દરેક રિંગ પર અલગ નંબર હશે, તેને ખેલાડીના હિસાબે તૈયાર કરવામાં આવશે અને તેની સાથે અસલી હોવાનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.
ફાઈનલ મેચ પૂરી થયા પછી તરત જ વિજેતા ટીમના કેપ્ટન અને હેડ કોચને અસ્થાયી (ટેમ્પરરી) રિંગ આપવામાં આવશે. આ પછી આખી વિજેતા ટીમ માટે 30 રિંગ તૈયાર કરવામાં આવશે. દરેક રિંગને ખેલાડીઓ અનુસાર કસ્ટમાઇઝ કરવામાં આવશે અને પછી સત્તાવાર રીતે તેમને સોંપવામાં આવશે.

આ રિંગનું કુલ 2,026 પીસનું લિમિટેડ એડિશન બનાવવામાં આવશે.
2,026 પીસનું લિમિટેડ એડિશન બનાવવામાં આવશે
FIFAએ જણાવ્યું કે આ રિંગના કુલ 2,026 નંગની લિમિટેડ એડિશન બનાવવામાં આવશે. તેમાંથી 30 રિંગ વર્લ્ડ ચેમ્પિયન ટીમને મળશે, જ્યારે બાકીની 1,996 રિંગ્સ વિશ્વભરના ફૂટબોલ ચાહકો માટે સત્તાવાર લાઇસન્સ સાથે વેચાણ માટે ઉપલબ્ધ રહેશે.
સ્પેન અને આર્જેન્ટિના વચ્ચે ટાઇટલ માટે ટક્કર
વર્લ્ડ કપ 2026ની ફાઈનલ યુરોપિયન ચેમ્પિયન સ્પેન અને વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિના વચ્ચે રમાવાની છે. સ્પેને સેમિફાઈનલમાં મજબૂત ગણાતી ફ્રાન્સની ટીમને હરાવીને ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. જ્યારે, આર્જેન્ટિના સતત બીજી વખત અને કુલ સાતમી વખત વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું છે. આર્જેન્ટિનાએ બીજી સેમિફાઈનલ મેચમાં ઇંગ્લેન્ડને 2-1થી હરાવ્યું હતું.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


