FIFA World Cup Quarter-Final: Spain vs Belgium Clash

Last Updated: July 10, 2026By

બોસ્ટન10 કલાક પેહલા

  • કૉપી લિંક

FIFA વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનનો મુકાબલો બેલ્જિયમ સામે થશે. બંને ટીમ આ ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી. સ્પેન સામે કોઈ ટીમ એક પણ ગોલ કરી શકી નથી.

આ મુકાબલો લોસ એન્જલસ સ્ટેડિયમમાં આજે રાત્રે 12:30 વાગ્યાથી રમાશે. વર્લ્ડ કપમાં બંને ટીમ ત્રીજી વખત આમને-સામને થશે. સ્પેનના 18 વર્ષીય લામિન યમાલ પર નજર રહેશે. તે ટુર્નામેન્ટમાં 1 ગોલ કરી ચૂક્યો છે.

મેચ 98- સ્પેન અને બેલ્જિયમની વર્લ્ડ કપમાં ત્રીજી ટક્કર

સ્પેન અને બેલ્જિયમ વચ્ચે 22 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. આમાં સ્પેનનું પલડું ભારે રહ્યું છે. સ્પેને 12 મેચ જીતી છે, જ્યારે બેલ્જિયમને 5 મેચમાં જીત મળી છે. જ્યારે 5 મેચ ડ્રો રહી છે.

ફિફા વર્લ્ડ કપમાં બંને ટીમ ત્રીજી વખત ટકરાશે. આ પહેલા 1986ના વર્લ્ડ કપમાં બેલ્જિયમે પેનલ્ટીમાં સ્પેનને 5-4થી હરાવ્યું હતું. જ્યારે 1990માં સ્પેને 2-1થી જીત નોંધાવી હતી.

સ્પેને 4 મેચ જીતી

સ્પેને 5 મેચમાંથી 4 જીત નોંધાવી છે. 1 મેચ ડ્રો રહી છે. ગ્રુપ સ્ટેજમાં સ્પેને સાઉદી અરેબિયાને 4-0 અને ઉરુગ્વેને 1-0થી હરાવ્યું. જ્યારે કેપ વર્ડે સામેની મેચ 0-0થી ડ્રો રહી.

રાઉન્ડ ઑફ 32માં ટીમનો મુકાબલો ઓસ્ટ્રિયા સામે થયો. જેમાં ટીમે 3-0થી જીત નોંધાવી. પછી રાઉન્ડ ઑફ 16માં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના પોર્ટુગલને 1-0થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી.

બેલ્જિયમ પણ અત્યાર સુધી કોઈ મેચ હાર્યું નથી

બેલ્જિયમ પણ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી કોઈ મેચ હાર્યું નથી. ટીમે 5 મેચમાં 3 જીત અને 2 ડ્રો નોંધાવ્યા છે. ગ્રુપ સ્ટેજમાં ટીમે ન્યૂઝીલેન્ડને 5-1થી હરાવ્યું. જ્યારે ઈરાન સામે 0-0 અને ઇજિપ્ત સામે 1-1થી ડ્રો રમ્યો.

રાઉન્ડ ઑફ 32માં બેલ્જિયમનો મેચ સેનેગલ સામે થઈ. જેમાં ટીમે 3-2થી રોમાંચક જીત નોંધાવી. આ પછી રાઉન્ડ ઑફ 16માં યજમાન અમેરિકાને 4-1થી હરાવીને ટૉપ-8માં સ્થાન બનાવ્યું.

યમાલનો એટેક vs બેલ્જિયમનું મિડફિલ્ડ

સ્પેનની ટીમ યુવા સ્ટાર વિંગર લામિન યમાલ પાસેથી આક્રમક રમતની અપેક્ષા રાખશે. તેના પર બેલ્જિયમના ડિફેન્સને તોડવાની જવાબદારી રહેશે. તે ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નથી.

બીજી તરફ, બેલ્જિયમ સ્ટાર મિડફિલ્ડર કેવિન ડી બ્રુઈન અને સ્ટ્રાઈકર રોમેલુ લુકાકુના દમ પર સ્પેન સામે ગોલ કરવાની તક બનાવશે. જોકે, મેચમાં સ્પેનનું પલડું ભારે રહેવાની અપેક્ષા છે.

બન્ને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-11:

સ્પેન: ડેવિડ રાયા, ડેની કાર્વહાલ, રોબિન લે નોર્મેન્ડ, આયમેરિક લાપોર્ટ, માર્ક કુકુરેલા, રોડ્રી, ફેબિયન રુઇઝ, પેડ્રી, લામિન યામલ, અલ્વારો મોરાટા, નિકો વિલિયમ્સ.

બેલ્જિયમ: કાસ્ટીલ્સ, ફાએશ, વર્તોંઘેન, થીએટ, કાસ્ટાગ્ને, ઓનાના, મોંગાલા, ડોકુ, ડી બ્રુઈન, ટ્રોસાર્ડ, લુકાકુ.

Leave A Comment