FIFA World Cup: Uzbekistan Debut vs Colombia; Ghana vs Panama
- Gujarati News
- Sports
- FIFA World Cup: Uzbekistan Debut Vs Colombia; Ghana Vs Panama | England Vs Croatia
સ્પોર્ટ્સ ડેસ્ક2 મિનિટ પેહલા
- કૉપી લિંક
FIFA વર્લ્ડ કપમાં આજે રાત્રે ઇંગ્લેન્ડ અને ક્રોએશિયા વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ રમાશે. આ મેચ જીતીને ઇંગ્લેન્ડ 2018 વર્લ્ડ કપના સેમિફાઈનલમાં મળેલી હારનો હિસાબ બરાબર કરવા માંગશે. આ મેચ રાત્રે 1:30 વાગ્યાથી ડલાસ સ્ટેડિયમમાં શરૂ થશે.
સવારે 4:30 વાગ્યે ઘાના અને પનામા વચ્ચે ટોરોન્ટો સ્ટેડિયમમાં મુકાબલો થશે. ત્યારબાદ ફિફા વર્લ્ડ કપમાં પહેલીવાર રમી રહેલું ઉઝબેકિસ્તાન, કોલંબિયા સામે મેચ રમશે. મેચ મેક્સિકો સિટી સ્ટેડિયમમાં સવારે 7:30 વાગ્યાથી રમાશે.
ત્રણેય મેચ ભારતીય સમય અનુસાર 18 જૂને રમાશે.
મેચ-22: ઇંગ્લેન્ડ અને ક્રોએશિયા વચ્ચે કાંટાની ટક્કર
ગ્રુપ-Lમાં સામેલ ઇંગ્લેન્ડ અને ક્રોએશિયા વચ્ચે અત્યાર સુધી કુલ 11 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. હેડ-ટુ-હેડ રેકોર્ડમાં ઇંગ્લેન્ડનું પલડું ભારે છે, જેણે 6 મેચમાં જીત નોંધાવી છે. જ્યારે ક્રોએશિયાને 3 મેચમાં સફળતા મળી છે. 2 મેચ ડ્રો રહ્યો છે.
ફિફા વર્લ્ડ કપમાં બંને ટીમ બીજી વખત આમને-સામને થશે. આ પહેલા 2018ના સેમિફાઈનલમાં બંને ટીમ ટકરાઈ હતી. ત્યારે ક્રોએશિયાએ ઇંગ્લેન્ડને 2-1થી હરાવીને ફાઈનલમાં પહોંચવાનું તેનું સપનું તોડી નાખ્યું હતું.
ઇંગ્લિશ ટીમને તેના સ્ટાર સ્ટ્રાઈકર હેરી કેન, મિડફિલ્ડર જુડ બેલિંગહામ અને યુવા વિંગર બુકાયો સાકા પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા હશે.
જ્યારે ક્રોએશિયન ટીમનો સંપૂર્ણ આધાર તેના અનુભવી કેપ્ટન અને દિગ્ગજ મિડફિલ્ડર લુકા મોડ્રિચ અને ડિફેન્ડર જોસ્કો ગ્વાર્ડિઓલ પર રહેશે.

બંને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-11:
ઇંગ્લેન્ડ: પિકફોર્ડ, વોકર, સ્ટોન્સ, ગુએહી, ટ્રિપિયર, રાઇસ, બેલિંગહામ, સાકા, ફોડેન, ગોર્ડન, કેન.
ક્રોએશિયા: લિવાકોવિચ, સ્ટેનિસિચ, સુતાલો, ગ્વાર્ડિઓલ, સોસા, મોડ્રિચ, કોવાસિચ, પાસાલિક, માજેર, ક્રેમારિચ, પેરિસિચ.
મેચ-23: ઘાના અને પનામા વચ્ચે ઐતિહાસિક મેચ
ગ્રુપ-Lમાં સામેલ ઘાના અને પનામા વચ્ચે ફૂટબોલ ઇતિહાસની આ પહેલી ટક્કર હશે. બંને ટીમ આજ સુધી કોઈ પણ ઇન્ટરનેશનલ મેચમાં આમને-સામને નથી આવી.
આ ગ્રુપમાં ઇંગ્લેન્ડ અને ક્રોએશિયા જેવી મજબૂત ટીમ છે. આવા સમયે ઘાના-પનામા માટે આ જીત ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ઘાનાને તેના સ્ટાર મિડફિલ્ડર મોહમ્મદ કુદુસ અને અટેકિંગ ફોરવર્ડ ઇનાકી વિલિયમ્સ પાસેથી ઘણી અપેક્ષાઓ હશે.
જ્યારે પનામાની નજર મિડફિલ્ડર અલ્બર્ટો કેરાસ્કવિલા અને સ્ટ્રાઈકર જોસે ફજાર્ડો પર ટકેલી હશે.

ઘાનાને મિડફિલ્ડર મોહમ્મદ કુદુસ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા છે.
બંને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-11:
ઘાના: અતિ-જિગી, સેદુ, જિવાકુ, સાલિસુ, મેન્સા, સમદ, પાર્ટી, નુઅમા, કુદુસ, આયુ, વિલિયમ્સ.
પનામા: મોસ્કેરા, મુરિલો, કોર્ડોબા, કમિંગ્સ, મિલર, ડેવિસ, ગોડોય, કૈરાસ્ક્વિલા, બાર્સેનાસ, ડિયાઝ, ફજાર્ડો.
મેચ-24: FIFA વર્લ્ડ કપમાં પહેલીવાર ઉઝબેકિસ્તાન દેખાશે
ગ્રુપ-Kમાં સામેલ ઉઝબેકિસ્તાન પહેલીવાર FIFA વર્લ્ડ કપ રમી રહી છે. તેનો મુકાબલો કોલંબિયા સામે છે. બંને ટીમ વચ્ચે ઇન્ટરનેશનલ ફૂટબોલમાં અત્યાર સુધી કોઈ મેચ થઈ નથી.
ઉઝબેકિસ્તાનને અનુભવી સ્ટ્રાઈકર અને કેપ્ટન એલ્ડોર શોમુરોડોવ સાથે મિડફિલ્ડર ઓટાબેક શુકુરોવ પાસેથી જાદુઈ પ્રદર્શનની અપેક્ષા રહેશે.
જ્યારે કોલંબિયાની નજર લિવરપૂલના સ્ટાર વિંગર લુઈસ ડિયાઝ અને અનુભવી પ્લેમેકર જેમ્સ રોડ્રિગ્ઝના કોમ્બિનેશન પર રહેશે. રોડ્રિગ્ઝે 2014 વર્લ્ડ કપમાં ગોલ્ડન બૂટનો ખિતાબ જીત્યો હતો.

એલ્ડોર શોમુરોડોવના હાથમાં ઉઝબેકિસ્તાનની કમાન. ટીમને તેમની પાસેથી ગોલની અપેક્ષા રહેશે.
બંને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-11:
ઉઝબેકિસ્તાન: યુસુપોવ, અલીકુલોવ, અશુર્મતોવ, એશમુરોડોવ, નસરુલ્લાએવ, હમરોબેકોવ, શુકુરોવ, ઉરુનોવ, જશુરબેક, માશારિપોવ, શોમુરોડોવ.
કોલંબિયા: વર્ગાસ, મુનોઝ, સાંચેઝ, કુએસ્ટા, મોજિકા, રિઓસ, લેર્મા, એરિઆસ, રોડ્રિગ્ઝ, કોર્ડોબા, ડિઆઝ.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


