Flexi-Cap Funds Investment Strategy | Low Risk High Return 2026 Tips

Last Updated: August 30, 2026By

4 કલાક પેહલા

  • કૉપી લિંક

ઘણા લોકો ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં વધુ વળતર માટે શેરબજારમાં રોકાણ કરી રહ્યા છે. પરંતુ જો તમને શેરબજાર વિશે ઓછી જાણકારી હોય તો તમે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તેમાં રોકાણ કરી શકો છો. તમે મ્યુચ્યુઅલ ફંડના ફ્લેક્સી-કેપ ફંડમાં રોકાણ કરીને સારો નફો કમાઈ શકો છો.

આ કેટેગરીએ છેલ્લા 1 વર્ષમાં 20% સુધીનું વળતર આપ્યું છે. અમે તમને આજે ફ્લેક્સી કેપ ફંડ્સ વિશે જણાવી રહ્યા છીએ.

સૌ પ્રથમ જાણો ફ્લેક્સી-કેપ ફંડ શું છે?

ફ્લેક્સી કેપ એક ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ છે જેની પાસે રોકાણ કરવા માટે લવચીકતા હોય છે. આમાં ફંડ મેનેજર પોતાના હિસાબે રોકાણકારના પૈસા સ્મોલ, મિડ કે લાર્જ કેપમાં રોકે છે. આમાં ફંડ મેનેજર એ વાત માટે બંધાયેલો નથી રહેતો કે તેને કઈ ફંડ કેટેગરીમાં કેટલું રોકાણ કરવું છે.

આમાં લાંબા સમય માટે રોકાણ કરવું યોગ્ય

નિષ્ણાતોના મતે, આ યોજનાઓમાં ઓછામાં ઓછા 5 વર્ષના સમયગાળાને ધ્યાનમાં રાખીને રોકાણ કરવું જોઈએ. શક્ય છે કે ટૂંકા ગાળામાં કેટેગરીનું પ્રદર્શન સારું ન હોય, પરંતુ લાંબા ગાળે આ તમને સારુ વળતર આપી શકે છે.

SIP દ્વારા રોકાણ કરવું વધુ સારું રહેશે

નિષ્ણાતોના મતે, મ્યુચ્યુઅલ ફંડમાં એકસાથે પૈસા રોકવાને બદલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP દ્વારા રોકાણ કરવું જોઈએ. SIP દ્વારા તમે દર મહિને એક નિશ્ચિત રકમ તેમાં રોકાણ કરો છો. આનાથી જોખમ વધુ ઘટી જાય છે, કારણ કે તેના પર બજારના ઉતાર-ચઢાવની વધુ અસર થતી નથી.

આ સ્કીમમાં કોણે રોકાણ કરવું જોઈએ?

જો તમે ઇક્વિટી ફંડ્સમાં રોકાણ કરવા માંગો છો પરંતુ વધુ જોખમ લેવા માંગતા નથી, તો તમે ટોપ-રેટેડ ફ્લેક્સી-કેપ ફંડ્સમાં રોકાણ કરી શકો છો. માર્કેટ કેપિટલાઇઝેશનના હિસાબે આ ફંડ્સ સારી રીતે ડાઇવર્સિફાઇડ પણ હોય છે.

આ ફંડ્સ, માર્કેટ સ્થિર રહે ત્યારે, સ્મોલ અને મિડ-કેપ ફંડ્સની તુલનામાં ઓછું રિટર્ન આપી શકે છે, પરંતુ અસ્થિર માર્કેટ કન્ડિશનમાં આ ફંડ્સ ઓછા જોખમી હોય છે. તેથી, જો તમે એવું ફંડ ઇચ્છો છો જેમાં ઓછું જોખમ હોય તો તમે ફ્લેક્સી કેપ ફંડમાં રોકાણ કરી શકો છો.

Leave A Comment