FSSAI Bans Everest and LG Hing; Masala Products Fail Quality Tests
5 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI)એ બે મોટા મસાલા બ્રાન્ડ્સ – એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સ અને લાલજી ગોધુ એન્ડ કંપની (LG બ્રાન્ડની કમ્પાઉન્ડેડ હિંગ (અસાફોએટિડા)ના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે. લેબોરેટરી તપાસમાં આ પ્રોડક્ટ્સ યોગ્ય ધોરણ મુજબ મળી આવ્યા ન હતા.
શું છે સમગ્ર મામલો? આ કાર્યવાહી એક ગ્રાહકની ફરિયાદથી શરૂ થઈ હતી. ત્યારબાદ FSSAIએ બજારમાં ઉપલબ્ધ મોટા હિંગ બ્રાન્ડ્સના સેમ્પલ લીધા. મુંબઈની સેન્ટ્રલ લાઇસન્સ યુનિટ્સ અને ગુજરાતના ઉમરગામમાં એવરેસ્ટની યુનિટથી પણ સેમ્પલ લેવામાં આવ્યા. તમામ સેમ્પલમાં ગુણવત્તા નક્કી કરેલા ધોરણથી ઓછી મળી.

લેબ ટેસ્ટમાં શું ખુલાસો થયો? નિયમ પ્રમાણે કમ્પાઉન્ડેડ હિંગમાં અસલી હિંગને ગુંદર, સ્ટાર્ચ અને લોટ સાથે મિશ્ર કરવામાં આવે છે, પરંતુ તેમાં ઓછામાં ઓછા 5 ટકા આલ્કોહોલ સોલ્યુબલ એક્સટ્રેક્ટ હોવા જોઈએ. તપાસમાં એવરેસ્ટ અને લાલજી ગોધુના પ્રોડક્ટ્સમાં આ માત્રા માત્ર 0થી 3-4 ટકા જ મળી. એટલે કે અસલી હિંગની માત્રા નિર્ધારિત માત્રાથી આશરે 30થી 40 ટકા ઓછી હતી.

વધુમાં, લાલજી ગોધુની યુનિટથી લીધેલી અસલી હિંગની છ જાતોની તપાસમાં સ્ટાર્ચની માત્રા 15થી 32 ટકા સુધી મળી, જ્યારે નિયમ પ્રમાણે તે 1 ટકાથી વધુ ન હોવી જોઈએ.
FSSAIએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રતિબંધ ફક્ત હિંગ પ્રોડક્ટ્સ પર લાગુ થાય છે. એવરેસ્ટના અન્ય મસાલા જેમ કે અંડા કરી મસાલા, ચિકન કરી મસાલા કે ગરમ મસાલા પર કોઈ રોક નથી. જોકે, એવરેસ્ટના આ ત્રણ મસાલામાં પણ કેટલીક નોન-કમ્પ્લાયન્સ (જેમ કે લેબલ પર મીઠાની માત્રા વગેરે) જણાઈ હતી, પરંતુ તેના પર બેન નથી મૂકાયો.
આ પગલું ગ્રાહકોની સ્વાસ્થ્ય સુરક્ષા માટે લેવામાં આવ્યું છે. બંને કંપનીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ સુધારાત્મક કાર્યયોજના રજૂ કરે અને આગળથી નક્કી કરેલા ધોરણ મુજબ હિંગ બનાવે. સાથે જ બજારમાં હાજર નબળી ગુણવત્તાની હિંગ પોતે પાછી ખેંચી લે તેવી સલાહ આપવામાં આવી છે.
હવે ઈન્ફોગ્રાફિક્સમાં જુઓ કમ્પાઉન્ડેડ હિંગ શું છે?

news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


