Gadar 3 Will Be Like A Nuclear Bomb; Director Anil Sharma Gives Huge Update On Sunny Deol Starrer Film

Last Updated: June 16, 2026By

મુંબઈ8 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ડિરેક્ટર અનિલ શર્માએ ‘ગદર 3’ વિશે મોટું અપડેટ આપ્યું છે. તેમણે પુષ્ટિ કરી છે કે ફિલ્મ પર કામ ચાલી રહ્યું છે, પરંતુ આ વખતે તેઓ કોઈ ઉતાવળમાં નથી.

'ગદર-2' 11 ઓગસ્ટ 2023ના રોજ રિલીઝ થઈ હતી.

‘ગદર-2’ 11 ઓગસ્ટ 2023ના રોજ રિલીઝ થઈ હતી.

‘ત્રીજા ભાગની વાર્તા સૌથી વધુ પ્રભાવશાળી હોવી જોઈએ’

તેમનું કહેવું છે કે, ત્રીજા ભાગની વાર્તા પહેલાના બંને ભાગો કરતાં પણ વધુ પ્રભાવશાળી હોવી જોઈએ. અનિલે પોતાની વિચારસરણીને રસપ્રદ રીતે સમજાવતા કહ્યું કે, જો ‘ગદર’ એક બોમ્બ હતી અને ‘ગદર 2’ એટમ બોમ્બ હતી, તો ‘ગદર 3’ ત્યારે જ બનશે જ્યારે તેમને ‘ન્યુક્લિયર બોમ્બ’ જેવી વાર્તા મળશે.

'ગદર-2'માં 'ગદર' ફિલ્મની મૂળ સ્ટારકાસ્ટ, અમિષા પટેલ, સની દેઓલ અને ઉત્કર્ષ શર્માએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

‘ગદર-2’માં ‘ગદર’ ફિલ્મની મૂળ સ્ટારકાસ્ટ, અમિષા પટેલ, સની દેઓલ અને ઉત્કર્ષ શર્માએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

2027માં ફિલ્મ ફ્લોર પર જવાની શક્યતા

ડિરેક્ટર અનુસાર, હાલમાં લક્ષ્ય 2027માં ફિલ્મને ફ્લોર પર લઈ જવાનું છે, પરંતુ તે સંપૂર્ણપણે સ્ક્રિપ્ટ પર નિર્ભર રહેશે. તેમણે એ પણ ખુલાસો કર્યો કે એક્ટર નાના પાટેકર સાથે ફિલ્મને લઈને વાતચીત થઈ છે. હાલમાં અનિલ પોતાના દીકરા ઉત્કર્ષ સાથે પોતાની વર્તમાન ફિલ્મ ‘અર્જુન નાગા’ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આ પૂર્ણ થયા પછી ‘ગદર 3’ વિશે આગળની જાહેરાત સામે આવી શકે છે.

ફિલ્મ ગદરના 25 વર્ષ પૂરા

ફિલ્મનો ક્રેઝ એટલો બધો હતો કે સિનેમાઘરોની બહાર સવારથી લાંબી કતારો લાગી જતી હતી. તે જ દિવસે આમિર ખાનની ફિલ્મ ‘લગાન’ પણ રિલીઝ થઈ હતી, જોકે ક્લેશ છતાં બંને ફિલ્મોએ શાનદાર પ્રદર્શન કર્યું. ફિલ્મ ‘ગદર: એક પ્રેમ કથા’ની રિલીઝના 25 વર્ષ પૂરા થવા પર તેની સિલ્વર જ્યુબિલી સેલિબ્રેટ કરવામાં આવી. આ પ્રસંગે સની દેઓલ, અમીષા પટેલ, ડિરેક્ટર અનિલ શર્મા અને ફિલ્મના અન્ય સ્ટાર કાસ્ટ એક સાથે જોવા મળ્યા. સંપૂર્ણ સમાચાર વાંચો…