Gandhinagar News: અત્યાર સુધી અર્બન નકસલી કોંગ્રેસમાં જતા, હવે આખી કોંગ્રેસ અર્બન નકસલીનો ગઢ બની : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ
ગુજરાત પ્રવાસે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબિને બજેટ મીટમાં હાજરી આપી હતી. ગાંધીનગરમા યોજાયેલી આ મીટમાં તેમણે રાજ્યના વિવિધ ઉદ્યોગપતિઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરેલા બજેટ મુદ્દે સંવાદ કર્યો હતો. તેમણે દિલ્હીમાં કોંગ્રેસે કરેલા વિરોધ મુદ્દે નિવેદન આપતા કહ્યું હતું કે, આજનો દિવસ દેશને દુઃખી કરનાર દિવસ હતો. અત્યાર સુધી કોંગ્રેસમાં અર્બન નક્સલી જાય છે પણ હવે આખું કોંગ્રેસ અર્બન નક્સલીનો ગઢ બની ગયો છે
કોંગ્રેસ લોકોના ગર્વના સમયે પણ અરાજકતા ફેલાવે છે
તેમણે દિલ્હીમાં કોંગ્રેસે કરેલા વિરોધને લઈને કહ્યું હતું કે, આજનો દિવસ દેશને દુઃખી કરનાર દિવસ હતો. જે પાર્ટીના સિદ્ધાંત અને નીતિ ના હોય તેનું નેતૃત્વ અરાજકતા કરનારૂ બની જાય છે. લોકોના ગર્વના સમયે પણ અરાજકતા ફેલાવે છે. અત્યાર સુધી કોંગ્રેસમાં અર્બન નક્સલી જાય છે પણ હવે આખી કોંગ્રેસ અર્બન નકસલીઓનો ગઢ બની ગઈ છે. આજે દિલ્હીમાં AI સમિટમાં કોંગ્રેસે અરાજકતા ફેલાવી છે. રાહુલ ગાંધી જ્યારે ગર્વની ક્ષણે કંઈક એવું કરે છે જેનાથી દેશ દુઃખી થાય છે. હું કોંગ્રેસની આ દુર્ભાગ્ય પૂર્ણ હરકતની નિંદા કરૂ છું. આ સમિટમાં ઘણા દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ આવ્યા ત્યારે આવું કૃત્ય કરવામાં આવ્યું છે. આજે કોંગ્રેસની માનસિકતા એટલી હદે નીચે ઉતરી છે કે તે દેશને શરમમાં મુકે છે.
વડાપ્રધાન મોદીએ દેશને નવી દિશા અને દ્રષ્ટિ આપી
તેમણે કહ્યું હતું કે, ગુજરાતના વિકાસમાં ઉદ્યોગપતિઓનું મોટું યોગદાન છે. વડાપ્રધાન મોદીએ દેશને નવી દિશા અને દ્રષ્ટિ આપી છે. અમે નેશન ફર્સ્ટ અને પાર્ટી સેકન્ડના પક્ષમાં છે. હું એ પ્રદેશમાં છું જ્યાં વિકાસના મોડેલની શરૂઆત થઈ છે. અન્ય રાજ્યોમાં ગુજરાતના વિકાસ મોડેલનો ઉપયોગ થઈ રહ્યો છે. કેટલીક પાર્ટીઓ દેશના વિકાસમાં આડે આવી રહી છે. આવી પાર્ટીઓના વ્યવહારથી વિકાસને નુકસાન થાય છે. ગુજરાત સ્પેસ સાયન્સ અને સ્પોર્ટ્સમાં અગ્રેસર છે. કોમનવેલ્થ ગેમ્સના આયોજનથી આપણને ઓલિમ્પિકની તક મળશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

