Gas Cylinder Supply Halt; PNG Connection Mandatory Soon
નવી દિલ્હી3 કલાક પેહલા
- કૉપી લિંક
જો તમારા ઘરની નજીક ગેસ પાઇપલાઇન આવી ગઈ છે અને તમે PNG કનેક્શન લીધું નથી, તો આગામી 3 મહિનામાં તમારા ઘરે આવતો LPG સિલિન્ડર બંધ કરી દેવામાં આવશે. મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને ગેસની અછતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ‘નેચરલ ગેસ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રિબ્યુશન ઓર્ડર 2026’ લાગુ કર્યો છે.
આ અંતર્ગત હવે પાઇપવાળી ગેસ (PNG) નું કનેક્શન લેવું ફરજિયાત રહેશે. જોકે, આ માટે પહેલા નોટિસ આપવામાં આવશે. માહિતી મળ્યા પછી પણ જો કોઈ કનેક્શન નહીં લે, તો 90 દિવસ પછી તેની LPG સપ્લાય રોકી દેવામાં આવશે. સાથે જ સોસાયટીઓએ 3 દિવસમાં પાઇપલાઇનને મંજૂરી પણ આપવી પડશે.

સરકારના ગેઝેટ નોટિફિકેશનના 7માં મુદ્દામાં PNG કનેક્શન માટે બનાવેલા નિયમો જણાવવામાં આવ્યા છે.
નવા નિયમની 4 મોટી વાતો
1. સોસાયટીએ 3 દિવસની અંદર મંજૂરી આપવી પડશે
ઘણીવાર હાઉસિંગ સોસાયટીઓ અથવા RWA (રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશન) ના વિરોધને કારણે પાઇપલાઇનનું કામ અટકી જતું હતું. હવે આવું નહીં થાય.
- જો કોઈ કંપની પાઇપલાઇન માટે રસ્તો માંગે છે, તો સોસાયટીએ 3 દિવસની અંદર મંજૂરી આપવી પડશે.
- જો સોસાયટીએ ના પાડી અથવા વિલંબ કર્યો, તો ત્યાં રહેતા તમામ ઘરોની LPG સપ્લાય પર રોક લગાવવામાં આવશે.
2. નાના વિસ્તારોને 10 દિવસમાં મંજૂરી મળશે
પાઇપલાઇન નાખવા માટે હવે સરકારી વિભાગોને ફાઇલો અટકાવવાની મંજૂરી નથી.
- નાના નેટવર્ક માટે 10 દિવસ અને મોટી લાઈનો માટે 60 દિવસમાં મંજૂરી આપવી ફરજિયાત છે.
- જો વિભાગ નિર્ધારિત સમયમાં જવાબ ન આપે, તો તેને ‘ડીમ્ડ ક્લિયરન્સ’ એટલે કે ‘ઓટોમેટિક મંજૂરી’ માની લેવામાં આવશે અને કામ શરૂ કરી દેવામાં આવશે.
3. પાઈપલાઈન માટે જમીન માલિકને બમણું વળતર
જો પાઈપલાઈન કોઈની ખાનગી જમીનમાંથી પસાર થઈ રહી હોય, તો હવે વળતરને લઈને વર્ષો સુધી કેસ ચાલશે નહીં. સરકારે આ માટે એક નિશ્ચિત ફોર્મ્યુલા બનાવી દીધો છે:
- જમીનના કોમર્શિયલ સર્કલ રેટના 30% હિસ્સો માલિકને વળતર તરીકે આપવામાં આવશે.
- જો જમીન માલિક અરજી મળ્યાના 24 કલાકમાં મંજૂરી આપે છે, તો તેને બમણું એટલે કે 60% વળતર મળશે.
- જો જમીન માલિક મંજૂરી આપતો નથી, તો ‘ડેઝિગ્નેટેડ ઓથોરિટી’ (કલેક્ટર અથવા અન્ય અધિકારી) નિર્ણય લેશે.
4. શું આ તમારી સુરક્ષા અને બચત માટે છે?
સરકારે નવો આદેશ ‘આવશ્યક વસ્તુ અધિનિયમ’ હેઠળ જાહેર કર્યો છે, જેથી યુદ્ધ જેવી પરિસ્થિતિમાં પણ તમને રસોઈ ગેસની અછત ન પડે.
- ફાયદો: તમને સિલિન્ડર બુકિંગ કે ખતમ થવાની ચિંતા રહેશે નહીં.
- નુકસાન: જે લોકો પોતાની મરજીથી સિલિન્ડર વાપરવા માંગે છે, તેમની પાસે હવે વિકલ્પો મર્યાદિત થઈ જશે.
PNG કનેક્શન ધરાવતા લોકોને LPG સિલિન્ડર નહીં મળે
સરકારે 14 માર્ચે જ PNG કનેક્શનને લઈને નવા નિયમો જાહેર કર્યા હતા. આ અંતર્ગત જો તમારા ઘરમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન છે, તો હવે તમારે તમારું LPG સિલિન્ડર સરન્ડર કરવું પડશે. નવા આદેશ મુજબ, PNG યુઝર્સને ન તો નવું LPG કનેક્શન મળશે અને ન તો જૂનું સિલિન્ડર રિફિલ થશે. સરકાર આ પહેલા LPG સિલિન્ડરના સપ્લાયને લઈને 4 વખત નવા નિયમો જાહેર કરી ચૂકી છે.
LPG સંકટને લઈને હવે સરકારે આ પગલાં લીધાં
6 માર્ચ: ઘરેલું સિલિન્ડરની બુકિંગ માટે 21 દિવસનો લોક-ઇન પિરિયડ શરૂ કરવામાં આવ્યો (એટલે કે, એક સિલિન્ડર મળ્યાના 21 દિવસ પછી જ બીજો બુક થશે).
9 માર્ચ: ડિમાન્ડ વધતા શહેરોમાં લોક-ઇન પિરિયડ વધારીને 25 દિવસ કરવામાં આવ્યો.
12 માર્ચ: ગ્રામીણ વિસ્તારો માટે સિલિન્ડર બુકિંગનો ગેપ વધારીને 45 દિવસ કરવામાં આવ્યો.
14 માર્ચ: પેટ્રોલિયમ મંત્રાલયે PNG (પાઇપ ગેસ) યુઝર્સ માટે LPG સિલિન્ડર રાખવું ગેરકાયદેસર જાહેર કર્યું. હવે PNG કનેક્શન ધરાવતા લોકોને પોતાનો સિલિન્ડર સરન્ડર કરવો પડશે અને તેઓ રિફિલિંગ કરાવી શકશે નહીં.
યુઝર્સ માટે 3 મોટા સવાલ
સવાલ: શું મારે અત્યારે સિલિન્ડર પરત કરવો પડશે?
જવાબ: ના, હજુ નહીં. તમારા વિસ્તારમાં પાઇપલાઇન સક્રિય થયા પછી અને તમને નોટિસ મળ્યા પછી 3 મહિનાની ઉલટી ગણતરી શરૂ થશે.
પ્રશ્ન: શું PNG, સિલિન્ડર કરતાં સસ્તી છે?
જવાબ: સામાન્ય રીતે PNG નું બિલ વપરાશ મુજબ આવે છે અને તે LPG ની સરખામણીમાં સસ્તી અને સુરક્ષિત માનવામાં આવે છે.
પ્રશ્ન: જો મારા ઘર સુધી પાઇપલાઇન તકનીકી રીતે શક્ય ન હોય તો?
જવાબ: આવી સ્થિતિમાં તમારી LPG સપ્લાય બંધ કરવામાં આવશે નહીં. આ નિયમ ફક્ત તે ઘરો માટે છે જ્યાં પાઇપલાઇન પહોંચવું શક્ય છે.
—————
આ સમાચાર પણ વાંચો…
સરકારે કહ્યું, 35 દિવસ પછી ગેસ બુકિંગની વાત ખોટી:ડિલિવરીના 25 દિવસ બાદ બીજું સિલિન્ડર બુક થશે, દેશમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક

સરકારે ગેસ સિલિન્ડર બુક કરવાના નિયમોમાં ફેરફારનો દાવો કરતા મીડિયા રિપોર્ટ્સને ખોટા ગણાવીને ફગાવી દીધા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પીએમ ઉજ્જવલા યોજના (PMUY) ના ગ્રાહકો હવે 45 દિવસ પછી પોતાનો બીજો સિલિન્ડર બુક કરાવી શકશે, જ્યારે PMUY ના ગ્રાહકો સિવાયના ગ્રાહકો 35 દિવસ પછી પોતાનો બીજો સિલિન્ડર બુક કરાવી શકશે. વાંચો સંપૂર્ણ સમાચાર…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


