Get Set Go Gujarati Film Teaser Out; Adventure VFX Packed
13 કલાક પેહલા
- કૉપી લિંક
ગુજરાતી સિનેમા ઇન્ડસ્ટ્રી હવે આંતરરાષ્ટ્રીય સ્તરના કન્ટેન્ટ અને ટેક્નોલોજી તરફ ઝડપથી આગળ વધી રહી છે. વાલ્મિકી પિક્ચર્સ અને જલિયાન ગ્રુપના સંયુક્ત પ્રયાસથી બની રહેલી મોસ્ટ અવેટેડ મલ્ટીસ્ટારર એડવેન્ચર ફિલ્મ ‘ગેટ સેટ ગો’ નું ધમાકેદાર ટીઝર ઓફિશિયલી રિલીઝ થઈ ગયું છે. ડિરેક્ટર અર્ણવ કુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આગામી 7મી ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે સંપૂર્ણ તૈયાર છે.
ટીઝરની શરૂઆત જ દમદાર અને રોમાંચક ડાયલોગ સાથે થાય છે: “હાથીની સામે થવા હાથી બનવું પડે…”
ધર્મેન્દ્ર ગોહિલ: “યુદ્ધ સાયકલથી નહીં, ફાઈટર પ્લેનથી લડાય છે…”
દીપક તિજોરી: “યુદ્ધ સાયકલ કે ફાઈટર પ્લેનથી નહીં, મગજથી લડાય!”
સ્ટારકાસ્ટ
આ એડવેન્ચર ડ્રામાની સૌથી મોટી ખાસિયત એ છે કે આમાં બોલિવૂડના જાણીતા એક્ટર દીપક તિજોરી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેની સાથે ગુજરાતી સિનેમાના ફેમસ કલાકારો જેવા કે ભૌમિક સંપત, જીનલ બેલાણી (જેણે ફિલ્મની વાર્તા પણ લખી છે), રૌનક કામદાર, સંવેદના સુવાલ્કા, ભવ્ય ગાંધી, ઓમ ભટ્ટ, શરદ શર્મા, ધર્મેન્દ્ર ગોહિલ, મુનિ ઝા અને ભાવિની જાનીનો મોટો કાફલો સ્ક્રીન શેર કરતો નજર આવશે. આ ટીઝરમાં અમદાવાદના આઇકોનિક રિવરફ્રન્ટના શાનદાર દ્રશ્યોએ સ્થાનિક દર્શકોમાં આકર્ષણ બમણું કરી દીધું છે.

સુપર VFX અને હાઈ-ટેક સાયકલ સ્ટન્ટ્સનો રોમાંચ
આ ફિલ્મની સૌથી મજબૂત કડી તેનું ટેકનિકલ પાસું છે. ફિલ્મમાં અદભુત સુપર VFX અને અત્યાધુનિક કમ્પ્યુટર ગ્રાફિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પ્રાદેશિક સિનેમામાં કદાચ પ્રથમ વાર જોવા મળશે. સાયકલ સ્ટન્ટ્સ, હાઈ-સ્પીડ ચેઝ સિક્વન્સ અને એક્શન સીન્સને VFXના માધ્યમથી એટલા સચોટ બનાવવામાં આવ્યા છે કે દર્શકો પલક ઝપકાવવાનું ભૂલી જશે. ખાસ કરીને એક્ટ્રેસ જીનલ બેલાણી પોતે સાયકલ પર અદભુત અને સાહસિક સ્ટન્ટ્સ કરતી જોવા મળી રહી છે.
મેકર્સે ટીઝરમાં વાર્તા પરથી સસ્પેન્સનો પડદો હટાવ્યો નથી, પરંતુ કલાકારોના પાત્રોની એક અનોખી અને ક્રિપ્ટિક ઝલક રજૂ કરી છે. ફિલ્મમાં બધા માટે કહેવાયું છે કે – “આ બધા હીરોઝ નથી, ક્રિમિનલ્સ પણ નથી પરંતુ ‘ચિરંજીવીઝ’ છે!” અમદાવાદમાં યોજાયેલા ભવ્ય મુહૂર્ત દરમિયાન જ કલાકારોએ લાઈવ સાયકલ સ્ટન્ટ્સ કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
મેકર્સના જણાવ્યા અનુસાર, ‘ગેટ સેટ ગો’ માત્ર કોઈ સાયકલિંગની ફિલ્મ નથી, પરંતુ આ આત્મવિશ્વાસ, સાહસ અને ન્યાય માટે લડાતી એક એવી ઉર્જાસભર સફર છે જે સીધી દર્શકોના દિલ સુધી પહોંચશે. હવે દર્શકોને માત્ર 7મી ઓગસ્ટની રાહ છે જ્યારે થિયેટરોમાં આ રોમાંચક જર્ની શરૂ થશે!
જુઓ ટીઝરની ઝલક:-
,
ફિલ્મ સંબંધિત આ સમાચાર પણ વાંચો….
ગુજ્જુ ‘સાઇકલ ગેંગ’ની બોલિવૂડ સ્ટાઈલ ચોરી!:’દીપક તિજોરીનો સ્વેગ, આખા અમદાવાદને બતાવવાનો પ્રયાસ’; ‘ગેટ સેટ ગો’ની એક્ટ્રેસ જિનલ બેલાણી સાથે ખાસ વાતચીત

બોલિવૂડ-ઢોલિવૂડ જગતમાં ચોર-પોલીસની સ્ટોરીઓ પર ઢગલાબંધ ફિલ્મો બની છે, પણ એક એવી ગુજરાતી ફિલ્મ જેના અનાઉન્સ માત્રથી ચર્ચાઓ શરૂ થવા લાગી છે. તેનું કારણ છે, સાઈકલ. જી, તમે બરોબર જ વાંચ્યું છે. સામાન્ય રીતે ફિલ્મો એક્શન-સ્ટંટ અને ચોરીની સ્પોર્ટ્સ બાઈક અને મોંઘીદાટ ગાડીઓ વગર અધૂરી લાગતી હતી. પણ એક એવી સ્ટોરી જેમાં સાઇકલથી એક્શન-સ્ટંટ કરી એડવેન્ચરિંગ બનાવવામાં આવશે. સંપૂર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


