Gir Somnath News : તેરે દિન અચ્છે હૈ તો મુજસે કિનારા કર લે, હમ તો બુરે લોગ હૈ બુરે વક્ત મેં કામ આતે હૈ

Last Updated: February 8, 2026By

ગીર સોમનાથના ઉનામાં કોળી સમાજના સમૂહ લગ્નોત્સવમાં ધારાસભ્ય હીરા સોલંકી અને પરષોત્તમ સોલંકી હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમમાં હીરા સોલંકીએ શાયરાના અંદાજમાં પ્રવચન આપ્યું હતું. તેમણે જાહેરમાં બોલેલી શાયરીને કારણે રાજકીય ચર્ચાઓ તેજ બની છે. તેમણે સમાજના લોકોને કહ્યું હતું કે, તમારો સમય ખરાબ આવશે ત્યારે પરષોત્તમ અને હીરા સોલંકીના પરિવારને યાદ કરજો તમારી સાથે આવીને ઉભા રહીશું.

તમારા ખરાબ સમયમાં સાથે આવીને ઉભા રહીશું

હીરા સોલંકીએ સ્ટેજ પરથી એક શાયરીમાં કહ્યું હતું કે, તેરે દિન અચ્છે હૈ તો મુજસે કિનારા કરલે, હમ તો બુરે લોગ હૈ બુરે વક્ત મેં કામ આતે હૈ. આ શાયરી બાદ તેમણે કહ્યું હતું કે, જેને જે સમજવું હોય તે સમજે, અમને જેવા સમજવા હોય તેવા સમજે. પરંતુ તમારો સમય ખરાબ આવે તો અમને બે ભાઈઓને યાદ કરજો અમે તમારા ખરાબ સમયમાં સાથે આવીને ઉભા રહીશું.

આ પણ વાંચોઃ Ahmedabad: કૃષ્ણનગર પોલીસની માનવતાવાદી કામગીરી, ડિજિટલ અરેસ્ટથી ડરી આત્મહત્યા કરવા જતી યુવતીને ઉગારી