GMC Elections 2026: BJP & Congress Intensify Campaign with Micro-Planning | Gujarati News
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના મતદાનને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પાટનગરનો આ મહત્વપૂર્ણ ગઢ જીતવા માટે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાની સંપૂર્ણ તાકાત મેદાનમાં ઝોંકી દીધી છે. માત્ર ઉપરચટ્ટિયા દાવા કરવાના બદલે આ વખતે બંને પક્ષો દ્વારા ગ્રાઉન્ડ લેવલ પર અત્યંત ચોકસાઈપૂર્વકનું ‘માઇક્રો પ્લાનિંગ’ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે.
ભાજપનું માઇક્રો મેનેજમેન્ટ અને ‘મકાન દીઠ આયોજન’
સત્તા જાળવી રાખવા માટે ભાજપે પોતાના કેડર-બેઝ્ડ સંગઠન અને બહારના કાર્યકરોના નેટવર્ક દ્વારા ‘મકાન દીઠ જનસંપર્ક’ અભિયાન શરૂ કર્યું છે. અમદાવાદથી વિધાનસભા દીઠ અનુભવી કાર્યકરો અને કોર્પોરેટરોની ફોજ ગાંધીનગરમાં ઉતારવામાં આવી છે, જ્યાં પ્રત્યેક વોર્ડમાં 70થી વધુ બહારના સંગઠનાત્મક કાર્યકરો સઘન પ્રચાર ચલાવી રહ્યા છે. પ્રથમ નવરાત્રીના દિવસે જ મતદાન હોવાથી ભાજપે મતદારોને આકર્ષવા માટે ‘પહેલા મતદાન, પછી નવરાત્રી’નું નવું રાજકીય સૂત્ર પણ આપ્યું છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.



