Gold and Silver Price Hike August 2026

Last Updated: August 15, 2026By

4 દિવસ પેહલા

  • કૉપી લિંક

સોના-ચાંદીની કિંમતમાં આજે એટલે કે 11 ઓગસ્ટે વધારો જોવા મળ્યો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,849 રૂપિયા વધીને 1.52 લાખ રૂપિયા પર પહોંચી ગયો છે.

જ્યારે, એક કિલો ચાંદીની કિંમત 2,907 રૂપિયા વધીને 2.34 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ મહિને એટલે કે ઓગસ્ટમાં માત્ર 10 દિવસમાં જ સોનું 9,630 અને ચાંદી 15,985 રૂપિયા મોંઘી થઈ ચૂકી છે.

આ વર્ષે સોના-ચાંદીમાં અત્યાર સુધી તેજી રહી

આ વર્ષે સોના-ચાંદીની કિંમતમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. સોનું 2026માં અત્યાર સુધી 19 હજાર રૂપિયા મોંઘું થયું છે. 31 ડિસેમ્બર 2025ના રોજ 10g સોનું 1.33 લાખ રૂપિયાથી ઉપર હતું, જે હવે 1.53 લાખ રૂપિયા પર પહોંચી ગયું છે.

ચાંદીની કિંમતમાં 4 હજાર રૂપિયાનો વધારો થયો છે. ચાંદી 31 ડિસેમ્બર 2025ના રોજ 2.30 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી, જે હવે 2.34 લાખ રૂપિયા પર છે. આ સમયગાળા દરમિયાન, 29 જાન્યુઆરીએ સોનું1.76 લાખ રૂપિયા અને ચાંદી 3.86 લાખ રૂપિયા ઓલટાઇમ હાઈ પર પહોંચી હતી.

આ વર્ષે અત્યાર સુધી સોના-ચાંદીની ચાલ

તારીખ સોનું ચાંદી
31 ડિસેમ્બર 2025 ₹1,33,195 ₹2,30,420
31 જાન્યુઆરી 2026 ₹1,65,795 ₹3,39,350
28 ફેબ્રુઆરી 2026 ₹1,50,997 ₹2,66,700
31 માર્ચ 2026 ₹1,46,733 ₹2,30,135
30 એપ્રિલ 2026 ₹1,50,263 ₹2,40,331
31 મે 2026 ₹1,56,463 ₹2,63,350
30 જૂન 2026 ₹1,41,286 ₹2,25,425
31 જુલાઈ 2026 ₹1,42,860 ₹2,18,295
11 ઓગસ્ટ 2026 ₹1,52,490 ₹2,34,280

નોંધ:- સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત કિલોમાં | સ્રોત:- IBJA

સોનું આ વર્ષે 1.60 લાખ સુધી જઈ શકે છે

કોમોડિટી એક્સપર્ટ અજય કેડિયાના મતે સોના-ચાંદીના ભાવ તેની ઊંચી સપાટીથી ઘણા નીચે આવી ગયા છે. આવી સ્થિતિમાં, રોકાણકારો તેમાં રોકાણ કરી રહ્યા છે, જોકે તેમાં એકસાથે રોકાણ કરવાનું ટાળવું જોઈએ. અજય કેડિયાના મતે વર્ષના અંત સુધીમાં સોનું ફરી એકવાર 1.60 લાખ અને ચાંદી 2.80 લાખ રૂપિયા સુધી જઈ શકે છે.

સોના-ચાંદીમાં ETF દ્વારા રોકાણ કરી શકાય છે

એક્સચેન્જ ટ્રેડેડ ફંડ સોના અને ચાંદીના વધતા-ઘટતા ભાવો પર આધારિત હોય છે. ગોલ્ડ ETF અથવા સિલ્વર ETFની ખરીદ-વેચાણ શેરની જેમ જ BSE અને NSE પર કરી શકાય છે. જોકે, આમાં તમને સોનું કે ચાંદી મળતું નથી. જ્યારે તમે તેમાંથી પૈસા ઉપાડવા માંગો છો, ત્યારે તમને તે સમયના સોના-ચાંદીના ભાવ બરાબર પૈસા મળશે. આમાં 500 રૂપિયાથી પણ ઓછામાં રોકાણની શરૂઆત કરી શકાય છે.

આમાં કેવી રીતે રોકાણ કરી શકાય?

ETF ખરીદવા માટે તમારે તમારા બ્રોકર દ્વારા ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. તેમાં તમે NSE પર ઉપલબ્ધ ETFના યુનિટ ખરીદી શકો છો અને તેના બરાબરની રકમ તમારા ડીમેટ ખાતા સાથે જોડાયેલા બેંક ખાતામાંથી કપાશે. તમારા ડીમેટ ખાતામાં ઓર્ડર આપ્યાના બે દિવસ પછી ETF તમારા ખાતામાં જમા થઈ જાય છે. ટ્રેડિંગ ખાતા દ્વારા જ ETF વેચવામાં આવે છે.

જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો

  1. સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો: હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) નો હોલમાર્ક ધરાવતું સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો. આ નંબર આલ્ફાન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે- AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે.
  2. કિંમત ક્રોસ ચેક કરો: સોનાનું સાચું વજન અને ખરીદવાના દિવસે તેની કિંમત ઘણા સ્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ) પરથી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે અલગ-અલગ હોય છે.

અસલી ચાંદીને ઓળખવાની 4 રીતો

  1. મેગ્નેટ ટેસ્ટ: અસલી ચાંદી ચુંબક સાથે ચોંટતી નથી. જો ચોંટી જાય તો નકલી છે.
  2. આઇસ ટેસ્ટ: ચાંદી પર બરફ મૂકો. અસલી ચાંદી પર બરફ ઝડપથી પીગળે છે.
  3. સ્મેલ ટેસ્ટ: અસલી ચાંદીમાં ગંધ હોતી નથી. નકલીમાં કોપર જેવી ગંધ આવે છે.
  4. ક્લોથ ટેસ્ટ: ચાંદીને સફેદ કપડાથી ઘસો. જો કાળો ડાઘ પડે તો અસલી છે.