Google Chrome to Add ‘Summarize with Gemini’ AI Feature for PDFs | Gujarat News
ડિજિટલ યુગમાં આપણે દરરોજ અસંખ્ય PDF ફાઇલોનો સામનો કરીએ છીએ. ઘણીવાર આ ફાઇલો એટલી લાંબી હોય છે કે તેને પૂરેપૂરી વાંચવી કંટાળાજનક અને સમય માંગી લે તેવી પ્રક્રિયા બની જાય છે. હવે ગૂગલ આ સમસ્યાના કાયમી ઉકેલ તરીકે Chrome બ્રાઉઝરમાં એક શક્તિશાળી AI સુવિધા ઉમેરી રહ્યું છે, જેનું નામ છે ‘Summarize with Gemini’.
કેવી રીતે કામ કરશે આ નવી સુવિધા?
ગૂગલ હાલમાં આ સુવિધાનું Chrome બીટા વર્ઝનમાં પરીક્ષણ કરી રહ્યું છે. જ્યારે તમે Chrome ના બિલ્ટ-ઇન PDF વ્યૂઅરમાં કોઈ ફાઈલ ખોલશો, ત્યારે તમને ઉપરના ટૂલબારમાં ‘Summarize with Gemini’ નામનું બટન જોવા મળશે. આ બટન પર ક્લિક કરતા જ AI આપમેળે આખી PDF વાંચશે અને તેનો ટૂંકો અને મુદ્દાસર સારાંશ તૈયાર કરી આપશે. આટલું જ નહીં, જો તમને તે ફાઈલ અંગે કોઈ ખાસ પ્રશ્નો હોય અથવા કોઈ ચોક્કસ વિગત સમજવી હોય, તો તમે સાઇડબારમાં આપેલા ચેટબોક્સનો ઉપયોગ કરીને Gemini સાથે વાતચીત પણ કરી શકશો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

