Google IO 2026 Now videos will be found like a friend YouTube brings a new awesome AI feature | Gujarat News
કેલિફોર્નિયાના શોરલાઈન એમ્ફીથિયેટરમાં યોજાયેલી ગૂગલની વાર્ષિક કોન્ફરન્સ ‘Google I/O 2026’ માં સીઈઓ સુંદર પિચાઈની આગેવાની હેઠળ ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. આ ઇવેન્ટમાં ગૂગલે યુટ્યુબ યુઝર્સ માટે એક શાનદાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ફીચર ‘Ask YouTube’ રજૂ કર્યું છે. આ ફીચર યુઝર્સની વીડિયો સર્ચ કરવાની જૂની અને પરંપરાગત રીતને સંપૂર્ણપણે બદલી નાખશે.
મિત્રની જેમ કરો વાતચીત અને શોધો વીડિયો
અત્યાર સુધી યુઝર્સે યુટ્યુબ પર કોઈપણ વીડિયો શોધવા માટે ચોક્કસ કીવર્ડ્સ અથવા ટૂંકા શબ્દો ટાઈપ કરવા પડતા હતા. પરંતુ ‘Ask YouTube’ ફીચરની મદદથી હવે યુઝર્સ સામાન્ય બોલચાલની ભાષામાં (Natural Language) ચેટ કરીને વીડિયો સર્ચ કરી શકશે. ગૂગલ સર્ચના AI મોડની જેમ જ કામ કરતું આ ફીચર સંપૂર્ણપણે યુટ્યુબના વીડિયો કન્ટેન્ટ પર આધારિત છે.
ફીચરની ખાસિયત
આ ફીચરની ખાસિયત એ છે કે યુઝર્સ ડિટેલ અને સંદર્ભ સાથે આખા પ્રશ્નો પૂછી શકે છે. જો પહેલીવારમાં યોગ્ય પરિણામ ન મળે, તો ફોલો-અપ પ્રશ્નો પૂછીને વાતચીત ચાલુ રાખી શકાય છે. આ સુવિધા માત્ર વીડિયોની લિસ્ટ બતાવવાને બદલે એક ઇન્ટરેક્ટિવ ફોર્મેટમાં જવાબો આપશે, જેથી કન્ટેન્ટ શોધવું વધુ સરળ બને.
શોર્ટ્સ અને લોંગ વીડિયો બંનેમાં કરશે મદદ
આ નવું AI ફીચર યુટ્યુબ શોર્ટ્સ (Shorts) અને લાંબા વીડિયો બંનેમાંથી સચોટ માહિતી મેળવીને યુઝર્સ સામે રજૂ કરશે. કંપનીના જણાવ્યા અનુસાર, આ ફીચર ખાસ કરીને એવા યુઝર્સ માટે આશીર્વાદરૂપ સાબિત થશે જેઓ ટ્યુટોરિયલ્સ, એજ્યુકેશનલ વીડિયો, કોઈ વિષયનું વિગતવાર વિશ્લેષણ (Explanation) કે એન્ટરટેનમેન્ટ વીડિયો શોધતા હોય છે.
હાલમાં આ ફીચર કોને મળશે?
હાલ પૂરતું આ પ્રાયોગિક ફીચર મર્યાદિત યુઝર્સ માટે ઉપલબ્ધ કરાયું છે. હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સ (US) માં રહેતા અને ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા YouTube Premium સબસ્ક્રાઇબર્સ આ સુવિધાનો લાભ [youtube.com/new](https://youtube.com/new) પર જઈને લઈ શકે છે. આગામી સમયમાં કંપની તેને વૈશ્વિક સ્તરે મોટા પાયે રોલઆઉટ કરે તેવી આશા છે.
અન્ય મહત્વની જાહેરાતો
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

