Google Turns Old Phones into Data Centers: A Green Tech Revolution | Gujarat News
આપણે સામાન્ય રીતે સ્માર્ટફોનનો ઉપયોગ 2 થી 5 વર્ષ સુધી કરીએ છીએ, ત્યારબાદ તે કાં તો કબાટમાં પડી રહે છે અથવા ઈ-કચરા તરીકે ફેંકી દેવાય છે. પરંતુ ગૂગલે આ સમસ્યાનો એક અનોખો અને ક્રાંતિકારી ઉકેલ શોધ્યો છે. કંપની હવે જૂના સ્માર્ટફોનને ડેટા સેન્ટરમાં રૂપાંતરિત કરવાની તૈયારી કરી રહી છે, જે પર્યાવરણ અને ટેકનોલોજી બંને ક્ષેત્રે મહત્વની સિદ્ધિ બની શકે છે.
જૂના સ્માર્ટફોનનું બનશે ડેટા સેન્ટર
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન ડિએગો સાથે મળીને ગૂગલ “ફોન ક્લસ્ટર કમ્પ્યુટિંગ” નામના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. આ પ્રક્રિયામાં જૂના સ્માર્ટફોનના ડિસ્પ્લે, બેટરી, કેમેરા અને અન્ય બાહ્ય ભાગોને દૂર કરવામાં આવે છે, જેનાથી માત્ર મધરબોર્ડ, પ્રોસેસર અને મેમરી બાકી રહે છે. ત્યારબાદ, આ ઘટકોને Linux-આધારિત સિસ્ટમ સાથે જોડીને એક નાનું કમ્પ્યુટિંગ નેટવર્ક તૈયાર કરવામાં આવે છે. ગૂગલના મતે, 25 થી 50 જૂના ફોન મળીને આધુનિક સર્વર જેવી જ ક્ષમતા પ્રદાન કરી શકે છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

